Ahmedabadમા દિવાળી વેકેશન બાદ વેપારીઓએ લાંભ પાંચમનું મુહૂર્ત કરી ધંધાની કરી શરૂઆત

આજે લાંભ પાંચમનો મહત્વનો દિવસ છે આજે ગુજરાતભરના વેપારીઓએ લાંભ પાંચમનું મુહૂર્ત કરીને ધંધા રોજગારની શરૂઆત કરી છે,દિવાળી વેકેશન બાદ બજારો ધમધમતા થતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા સાથે વ્યાપારની શરૂઆત કરવામાં આવી છે.વિશેષ પૂજા અર્ચના સાથે ગુજરાતીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે રોજગારની શરૂઆત કરી દીધી છે. વેપારીઓએ પૂજન કરી ધંધાની કરી શરૂઆત દિવાળી વેકેશનના લાંબા સમય બાદ વેપારીઓએ પૂજા કરીને ધંધા રોજગારની શરૂઆત કરી છે,આજે લાંભ પાંચમનો દિવસ છે અને વેપારીઓ માટે આ દિવસ મહત્વનો ગણવામાં આવે છે ત્યારે વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂજન કરીને ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી છે.વેપારીઓ દ્રારા પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવી છે,ત્યારે આજના દિવસે દિવાળી બાદ ધંધા રોજગારની શરૂઆત કરવામા આવતી હોય છે. આજનો દિવસ મહત્વનો છે લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય-લાભ પંચમી તરીકે ઓળખાય છે. જેમાં “સૌભાગ્ય"નો અર્થ ભાગ્ય અને લાભનો અર્થ ફાયદો થાય છે. વેપારીઓ કરે છે પૂજા લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે, વેપાર, નોકરી-ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખો. વેપારમાં વિસ્તરણ હોય, નવું કામ શરૂ કરવું હોય કે બજારમાં ખરીદી કરવી, આ દિવસે 24 કલાકનો શુભ સમય હોય છે. આ દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ ખાસ છે.

Ahmedabadમા દિવાળી વેકેશન બાદ વેપારીઓએ લાંભ પાંચમનું મુહૂર્ત કરી ધંધાની કરી શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે લાંભ પાંચમનો મહત્વનો દિવસ છે આજે ગુજરાતભરના વેપારીઓએ લાંભ પાંચમનું મુહૂર્ત કરીને ધંધા રોજગારની શરૂઆત કરી છે,દિવાળી વેકેશન બાદ બજારો ધમધમતા થતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા સાથે વ્યાપારની શરૂઆત કરવામાં આવી છે.વિશેષ પૂજા અર્ચના સાથે ગુજરાતીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે રોજગારની શરૂઆત કરી દીધી છે.

વેપારીઓએ પૂજન કરી ધંધાની કરી શરૂઆત

દિવાળી વેકેશનના લાંબા સમય બાદ વેપારીઓએ પૂજા કરીને ધંધા રોજગારની શરૂઆત કરી છે,આજે લાંભ પાંચમનો દિવસ છે અને વેપારીઓ માટે આ દિવસ મહત્વનો ગણવામાં આવે છે ત્યારે વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂજન કરીને ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવી છે.વેપારીઓ દ્રારા પૂજા કરીને ધંધાની શરૂઆત કરવામાં આવી છે,ત્યારે આજના દિવસે દિવાળી બાદ ધંધા રોજગારની શરૂઆત કરવામા આવતી હોય છે.


આજનો દિવસ મહત્વનો છે

લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય-લાભ પંચમી તરીકે ઓળખાય છે. જેમાં “સૌભાગ્ય"નો અર્થ ભાગ્ય અને લાભનો અર્થ ફાયદો થાય છે.

વેપારીઓ કરે છે પૂજા

લાભ પંચમીના દિવસે ભગવાન શિવ, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે, વેપાર, નોકરી-ધંધામાં સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. સુખ, સમૃદ્ધિ અને શુભકામનાઓ માટે સૌભાગ્ય પંચમીનું વ્રત રાખો. વેપારમાં વિસ્તરણ હોય, નવું કામ શરૂ કરવું હોય કે બજારમાં ખરીદી કરવી, આ દિવસે 24 કલાકનો શુભ સમય હોય છે. આ દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ ખાસ છે.