Valsad: દરજીની દુકાનનું 86 લાખથી વધુ આવ્યું વીજ બિલ, માલિક મુકાયો મુશ્કેલીમાં
વલસાડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દરજીની દુકાનનું વીજળી બિલ 86 લાખ રૂપિયા આવ્યું છે. વીજળીનું બિલ જોતાં જ દરજી ચોંકી ગયો અને ત્યાં જ રડી પડ્યો. આ ઉપરાંત દરજી પણ વિચારતો થઈ ગયો કે તે 86 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવશે. દુકાનનું લાઈટ બિલ રૂપિયા 86 લાખ આવ્યું! મળતી માહિતી મુજબ મુસ્લિમ અંસારી વલસાડના ચોરગઢી માર્કેટમાં ન્યુ ફેશન ટેલર નામની દરજીની દુકાન ધરાવે છે. મુસ્લિમ અંસારીની દુકાન 8 બાય 8 ફૂટની જ છે અને સામાન્ય રીતે તેનું વીજ બિલ રૂપિયા 1300થી 2500 દર મહિને આવતું હોય છે પણ આ વખતે મહિનાનું બિલ અધધ રૂપિયા 86,41,540 આવ્યું છે. ત્યારે પોતાના જીવન દરમિયાન એક સાથે આટલા પૈસા ન જોનારા મુસ્લિમ અંસારીની હાલત કફોડી બની ગઈ છે. વીજળીના આટલા યુનિટનો વપરાશ કર્યો જ નથી: દુકાન માલિક જો કે, તેણે વિચાર્યું કે કદાચ મીટર રીડરની કોઈ ભૂલ છે, તેથી જ આટલું તગડુ બિલ આવ્યું છે. જ્યારે તેણે ઓનલાઈન બિલ ચેક કર્યું તો ત્યાં પણ તે જ આંકડો દેખાઈ રહ્યો હતો. આ પછી તેણે વીજ કંપનીના કર્મચારીનો સંપર્ક કર્યો અને તપાસ કરવા માટે કહ્યું હતું. વીજકંપનીના કર્મચારીએ પણ બિલ ચેક કર્યું ત્યારે તે વપરાયેલ યુનિટ મુજબ બરાબર હતું. તેમ છતાં અંસારીએ કહ્યું કે આવું ન થઈ શકે કારણ કે તેણે ક્યારેય વીજળીના આટલા યુનિટનો વપરાશ કર્યો જ નથી. અધિકારીને મળ્યા બાદ ભૂલ સુધારી જ્યારે અંસારીને કર્મચારીની મદદ ન મળી તો તેણે વીજળી વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો અને અધિકારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કંપનીની ભૂલને કારણે 10,10,298 યુનિટનું બિલ ફટકારી દેવામાં આવ્યું હતું, જેના કારણે 86,41,540 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. દરજી દુકાન જોવા આવી રહ્યા છે લોકો જોકે આ પછી વીજ કંપની દ્વારા પોતાની ભૂલ સુધારી લેવામાં આવી હતી અને દરજીની દુકાનનું બિલ 1540 રૂપિયા હતું, તે આપવામાં આવ્યું હતું. જેના કારણે અન્સારીએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે ઘણા લોકો અંસારીની દુકાન જોવા માટે આવી રહ્યા છે. જેને લઈને દરજીની દુકાન પર હાલમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દરજીની દુકાનનું વીજળી બિલ 86 લાખ રૂપિયા આવ્યું છે. વીજળીનું બિલ જોતાં જ દરજી ચોંકી ગયો અને ત્યાં જ રડી પડ્યો. આ ઉપરાંત દરજી પણ વિચારતો થઈ ગયો કે તે 86 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવશે.
દુકાનનું લાઈટ બિલ રૂપિયા 86 લાખ આવ્યું!
મળતી માહિતી મુજબ મુસ્લિમ અંસારી વલસાડના ચોરગઢી માર્કેટમાં ન્યુ ફેશન ટેલર નામની દરજીની દુકાન ધરાવે છે. મુસ્લિમ અંસારીની દુકાન 8 બાય 8 ફૂટની જ છે અને સામાન્ય રીતે તેનું વીજ બિલ રૂપિયા 1300થી 2500 દર મહિને આવતું હોય છે પણ આ વખતે મહિનાનું બિલ અધધ રૂપિયા 86,41,540 આવ્યું છે. ત્યારે પોતાના જીવન દરમિયાન એક સાથે આટલા પૈસા ન જોનારા મુસ્લિમ અંસારીની હાલત કફોડી બની ગઈ છે.
વીજળીના આટલા યુનિટનો વપરાશ કર્યો જ નથી: દુકાન માલિક
જો કે, તેણે વિચાર્યું કે કદાચ મીટર રીડરની કોઈ ભૂલ છે, તેથી જ આટલું તગડુ બિલ આવ્યું છે. જ્યારે તેણે ઓનલાઈન બિલ ચેક કર્યું તો ત્યાં પણ તે જ આંકડો દેખાઈ રહ્યો હતો. આ પછી તેણે વીજ કંપનીના કર્મચારીનો સંપર્ક કર્યો અને તપાસ કરવા માટે કહ્યું હતું. વીજકંપનીના કર્મચારીએ પણ બિલ ચેક કર્યું ત્યારે તે વપરાયેલ યુનિટ મુજબ બરાબર હતું. તેમ છતાં અંસારીએ કહ્યું કે આવું ન થઈ શકે કારણ કે તેણે ક્યારેય વીજળીના આટલા યુનિટનો વપરાશ કર્યો જ નથી.
અધિકારીને મળ્યા બાદ ભૂલ સુધારી
જ્યારે અંસારીને કર્મચારીની મદદ ન મળી તો તેણે વીજળી વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો અને અધિકારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કંપનીની ભૂલને કારણે 10,10,298 યુનિટનું બિલ ફટકારી દેવામાં આવ્યું હતું, જેના કારણે 86,41,540 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું.
દરજી દુકાન જોવા આવી રહ્યા છે લોકો
જોકે આ પછી વીજ કંપની દ્વારા પોતાની ભૂલ સુધારી લેવામાં આવી હતી અને દરજીની દુકાનનું બિલ 1540 રૂપિયા હતું, તે આપવામાં આવ્યું હતું. જેના કારણે અન્સારીએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે ઘણા લોકો અંસારીની દુકાન જોવા માટે આવી રહ્યા છે. જેને લઈને દરજીની દુકાન પર હાલમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.