GirSomnathમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવી યુવાનને ભારે પડી
ગીરસોમનાથમાં ઉશ્કેરણીજનક પોસ્ટને લઈ એક વ્યક્તિ ઝડપાયો છે. જેમાં બે કોમ વચ્ચે વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ કરી હતી. અફવા ફેલાવતું ઉશ્કેરીજનક લખાણવાળી પોસ્ટ કરી હતી. તેમાં મેગા ડિમોલિશનને લઈ પોસ્ટ કરી હતી પોલીસે વેરાવળની શાહિગ્રા કોલોનીમાં રહેતા શખ્સને ઝડપ્યો છે. તેમાં સોરઠિયા ખાલીદ સલીમખાન નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.ઉશ્કેરણી જનક પોસ્ટ મુકનાર ઇસમને SOG એ ઝડપી પાડ્યો ગીર સોમનાથમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ મુકનાર ઇસમને SOG એ ઝડપી પાડ્યો છે. સોમનાથ ખાતે તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં વેરાવળની શાહીગ્રા કોલોનીમાં રહેતા સોરઠીયા ખાલિદ સલીમ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બે કોમ વચ્ચે વૈમન્સ ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી અફવાઓ ફેલાવતુ ઉશ્કેરણી જનક લખાણ વાળી પોસ્ટ બનાવી હતી. તેમજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં રાખી વાયરલ કરલી છે. આરોપી વિરુદ્ધ વેરાવળ સીટી પો.સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૫૧(૨),૩૫૩(૧)(બી)- (૧)(સી),૩૫૨ મુજબનો ગુનો દાખલ કરાયો છે. ૩ કઠલાલના યુવકો પર પથ્થરમારો કરીને હુમલો કર્યો તાજેતરમાં કઠલાલ બાદ મહુધામાં પણ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવા મુદ્દે લઘુમતી સમાજના ટોળાએ ત્રણ યુવકો પર હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા 10 શખ્સોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોસ્ટ મામલે બે આરોપીની ધરપકડ પોલીસે કરી હતી. આ આરોપીના પણ બે દિવસના રિમાન્ડ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કઠલાલમાં જુલુસ નહીં કાઢવાના નિર્ણયની સામે મહુધાના બે યુવકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂક્યા બાદ મામલો બિચક્યો હતો અને લઘુમતિ ટોળાએ મહુધા આવેલા ૩ કઠલાલના યુવકો પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. 100 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ હતી આ મામલે 38 ના નામજોગ અને અન્ય 100 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં પોલીસે દસ લોકોની અટકાયત કરી હતી. ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારા બે શખ્સની અટકાયક કરી હતી. આ બાબતે પોલીસે દસ આરોપીને મહુધાની કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ મામલે મહુધામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને એસઆરપી પણ ઉતારી દેવાઇ હતી. આ ઘટનાના ત્રીજા દિવસે મહુધામાં અજંપાભરી શાંતિ રહી હતી. મહુધા અને કઠલાલમાં નાના ઝુલુસ કાઢી અને ગણતરીના સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીરસોમનાથમાં ઉશ્કેરણીજનક પોસ્ટને લઈ એક વ્યક્તિ ઝડપાયો છે. જેમાં બે કોમ વચ્ચે વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ કરી હતી. અફવા ફેલાવતું ઉશ્કેરીજનક લખાણવાળી પોસ્ટ કરી હતી. તેમાં મેગા ડિમોલિશનને લઈ પોસ્ટ કરી હતી પોલીસે વેરાવળની શાહિગ્રા કોલોનીમાં રહેતા શખ્સને ઝડપ્યો છે. તેમાં સોરઠિયા ખાલીદ સલીમખાન નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
ઉશ્કેરણી જનક પોસ્ટ મુકનાર ઇસમને SOG એ ઝડપી પાડ્યો
ગીર સોમનાથમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ મુકનાર ઇસમને SOG એ ઝડપી પાડ્યો છે. સોમનાથ ખાતે તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં વેરાવળની શાહીગ્રા કોલોનીમાં રહેતા સોરઠીયા ખાલિદ સલીમ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બે કોમ વચ્ચે વૈમન્સ ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી અફવાઓ ફેલાવતુ ઉશ્કેરણી જનક લખાણ વાળી પોસ્ટ બનાવી હતી. તેમજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં રાખી વાયરલ કરલી છે. આરોપી વિરુદ્ધ વેરાવળ સીટી પો.સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૫૧(૨),૩૫૩(૧)(બી)- (૧)(સી),૩૫૨ મુજબનો ગુનો દાખલ કરાયો છે.
૩ કઠલાલના યુવકો પર પથ્થરમારો કરીને હુમલો કર્યો
તાજેતરમાં કઠલાલ બાદ મહુધામાં પણ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવા મુદ્દે લઘુમતી સમાજના ટોળાએ ત્રણ યુવકો પર હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા 10 શખ્સોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોસ્ટ મામલે બે આરોપીની ધરપકડ પોલીસે કરી હતી. આ આરોપીના પણ બે દિવસના રિમાન્ડ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. કઠલાલમાં જુલુસ નહીં કાઢવાના નિર્ણયની સામે મહુધાના બે યુવકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂક્યા બાદ મામલો બિચક્યો હતો અને લઘુમતિ ટોળાએ મહુધા આવેલા ૩ કઠલાલના યુવકો પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો.
100 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ હતી
આ મામલે 38 ના નામજોગ અને અન્ય 100 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં પોલીસે દસ લોકોની અટકાયત કરી હતી. ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારા બે શખ્સની અટકાયક કરી હતી. આ બાબતે પોલીસે દસ આરોપીને મહુધાની કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ મામલે મહુધામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને એસઆરપી પણ ઉતારી દેવાઇ હતી. આ ઘટનાના ત્રીજા દિવસે મહુધામાં અજંપાભરી શાંતિ રહી હતી. મહુધા અને કઠલાલમાં નાના ઝુલુસ કાઢી અને ગણતરીના સમયમાં કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.