Banaskanthaના પાલનપુરમાં બાયપાસ બનાવવા જમીન સંપાદની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતો રોશે ભરાયા

ટ્રાફિક સમસ્યાને લઈ સરકાર દ્રારા બાયપાસ રોડનો કરાયો છે નિર્ણય બાયપાસ રોડ બનાવવાને લઈ ખેડૂતોની જમીન કપાતમાં જતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોને સાથ આપવા સાસંદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને લઇ સરકાર દ્વારા બાયપાસનો નિર્ણય કરાયો છે.સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા શરુ કરાઈ છે.અને સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જ હવે ખેડૂતો પોતાની વધુ જમીન સરકાર હડપ કરતી હોવાના આક્ષેપો સાથે વિરોધ કરી રહ્યા છે. ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી આજે બાયપાસ જમીન સંપાદનથી પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા જિલ્લા વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. જમીન સંપાદનની પ્રક્રિયા કરાઈ શરૂ જોકે વર્ષોથી ચાલી રહેલી આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની વિચારણા કરાઈ જોકે 140 કરોડના ખર્ચે ઓવરબ્રિજની કામગીરીની વિચારણા બાદ પડતી મુકાઈ અને તે બાદ પાલનપુર ની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો અને આ નિર્ણય બાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી હવે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ખેડૂતો ભરાયા રોશે જોકે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન સરકાર ખેડૂતો પાસેથી પોતાના મળતીયાઓને સાચવવા જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં છે.અગાઉ ત્રણ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરાયો તે બાદ આંદોલનની રણનીતિ ઘડવા થોડા દિવસો અગાઉ પાલનપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોડલા ખાતે ખેડૂતોની બેઠક મળી.જોકે તે બાદ આજે ખેડૂતો બાયપાસમાં સરકાર વધુ જમીન હડપ કરી પૂરતું વળતર ન આપતી હોવાની રજૂઆતોને લઈ જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી. વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા.જોકે શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી યોજાયેલી ખેડૂતોની રેલી કલેકટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શીત કર્યો અને તે બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસ માં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય, અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.જોકે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો તો આગામી સમયમાં લડત આપશે જ પરંતુ સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાહેધારી આપી છે.  

Banaskanthaના પાલનપુરમાં બાયપાસ બનાવવા જમીન સંપાદની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતો રોશે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિક સમસ્યાને લઈ સરકાર દ્રારા બાયપાસ રોડનો કરાયો છે નિર્ણય
  • બાયપાસ રોડ બનાવવાને લઈ ખેડૂતોની જમીન કપાતમાં જતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
  • ખેડૂતોને સાથ આપવા સાસંદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને લઇ સરકાર દ્વારા બાયપાસનો નિર્ણય કરાયો છે.સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા શરુ કરાઈ છે.અને સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જ હવે ખેડૂતો પોતાની વધુ જમીન સરકાર હડપ કરતી હોવાના આક્ષેપો સાથે વિરોધ કરી રહ્યા છે.

ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

આજે બાયપાસ જમીન સંપાદનથી પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા જિલ્લા વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની છે.


જમીન સંપાદનની પ્રક્રિયા કરાઈ શરૂ

જોકે વર્ષોથી ચાલી રહેલી આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની વિચારણા કરાઈ જોકે 140 કરોડના ખર્ચે ઓવરબ્રિજની કામગીરીની વિચારણા બાદ પડતી મુકાઈ અને તે બાદ પાલનપુર ની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો અને આ નિર્ણય બાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી હવે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

ખેડૂતો ભરાયા રોશે

જોકે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન સરકાર ખેડૂતો પાસેથી પોતાના મળતીયાઓને સાચવવા જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં છે.અગાઉ ત્રણ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરાયો તે બાદ આંદોલનની રણનીતિ ઘડવા થોડા દિવસો અગાઉ પાલનપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોડલા ખાતે ખેડૂતોની બેઠક મળી.જોકે તે બાદ આજે ખેડૂતો બાયપાસમાં સરકાર વધુ જમીન હડપ કરી પૂરતું વળતર ન આપતી હોવાની રજૂઆતોને લઈ જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી.


વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે

વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા.જોકે શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી યોજાયેલી ખેડૂતોની રેલી કલેકટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શીત કર્યો અને તે બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસ માં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય, અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.જોકે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો તો આગામી સમયમાં લડત આપશે જ પરંતુ સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાહેધારી આપી છે.