Rajkot: ઉપલેટામાં ખાડાના કારણે ટ્રક પલટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
યાદવ રોડ પર ખાડાના કારણે ટ્રક પલટીખોળ તેમજ અન્ય માલ ભરીને જતી ટ્રક પલટી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં રાજકોટના ઉપલેટા શહેરમાં ખાડાના કારણે માલ ભરેલી ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. ઉપલેટા શહેરના યાદવ રોડ પરથી માલ ભરી નીકળેલી ટ્રક ખાડાના કારણે પલટી મારી ગઈ હતી. આ ટ્રક પલટવાની ઘટના બની તે વિસ્તાર એટલે કે યાદવ રોડમાં ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે. ખાડા કારણે અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાયા આ રોડ પર ખાડાઓની ફરિયાદ અનેક વખત તંત્રને રજૂ કરવામાં આવી પણ ખાડાઓની બાબતોને લઈને સ્થાનિકોએ કરેલી ફરિયાદનું કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ બેદરકારીનું પરિણામ અકસ્માત સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. ખોળ તેમજ અન્ય માલ ભરી જતા મેટાડોરને ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આસપાસમાં અન્ય કોઈ વાહન ચાલક કે રાહદારી ના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી જો કે રાહતની વાત એ છે કે અકસ્માતની આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. ધમધમતા રોડ પર બપોરના સમયે બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી મોટી જાનહાની અને મોટો અકસ્માત થતા ટળ્યો હતો. ત્યારે જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનો વધુ એક પુરાવો નજર સામે આવ્યો છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ સમારકામ નહીં માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે, ખરાબ રસ્તાને લઈને અનેક લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ઉપલેટા નગરપાલિકા તંત્ર આંટો મારવા પણ ન આવતું હોવાની ચર્ચા આસપાસના રહીશો કરી રહ્યા છે. વડોદરામાં પણ ઠેરઠેર ખાડારાજ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેરઠેર ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે મનીષા ચોકડી પાસે મનીષા સોસાયટીના ગેટ જોડે ટ્રાફિકમાં ઉભા રહેલા એક કાર ચાલકના કારના ટાયર નીચે જ અચાનક જમીન સરકી ગઈ હતી અને મસમોટો ભૂવો પડ્યો હતો. કારનું સંતુલન નહીં રહેતા કાર ચાલકે ખુબ જ મુશ્કેલીથી બહાર નીકળીને જોયુ તો કારના આગળના ટાયર નીચે જ મોટો ભૂવો પડ્યો હતો. આ સિવાય પણ 3 દિવસ પહેલા શહેરમાં 2 ભૂવા પડવાની ઘટના સામે આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યાદવ રોડ પર ખાડાના કારણે ટ્રક પલટી
- ખોળ તેમજ અન્ય માલ ભરીને જતી ટ્રક પલટી
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
રાજકોટના ઉપલેટા શહેરમાં ખાડાના કારણે માલ ભરેલી ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. ઉપલેટા શહેરના યાદવ રોડ પરથી માલ ભરી નીકળેલી ટ્રક ખાડાના કારણે પલટી મારી ગઈ હતી. આ ટ્રક પલટવાની ઘટના બની તે વિસ્તાર એટલે કે યાદવ રોડમાં ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે.
ખાડા કારણે અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાયા
આ રોડ પર ખાડાઓની ફરિયાદ અનેક વખત તંત્રને રજૂ કરવામાં આવી પણ ખાડાઓની બાબતોને લઈને સ્થાનિકોએ કરેલી ફરિયાદનું કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ બેદરકારીનું પરિણામ અકસ્માત સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. ખોળ તેમજ અન્ય માલ ભરી જતા મેટાડોરને ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
આસપાસમાં અન્ય કોઈ વાહન ચાલક કે રાહદારી ના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી
જો કે રાહતની વાત એ છે કે અકસ્માતની આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. ધમધમતા રોડ પર બપોરના સમયે બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી મોટી જાનહાની અને મોટો અકસ્માત થતા ટળ્યો હતો. ત્યારે જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનો વધુ એક પુરાવો નજર સામે આવ્યો છે.
અનેક રજૂઆત બાદ પણ કોઈ સમારકામ નહીં
માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે, ખરાબ રસ્તાને લઈને અનેક લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ઉપલેટા નગરપાલિકા તંત્ર આંટો મારવા પણ ન આવતું હોવાની ચર્ચા આસપાસના રહીશો કરી રહ્યા છે.
વડોદરામાં પણ ઠેરઠેર ખાડારાજ
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેરઠેર ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે મનીષા ચોકડી પાસે મનીષા સોસાયટીના ગેટ જોડે ટ્રાફિકમાં ઉભા રહેલા એક કાર ચાલકના કારના ટાયર નીચે જ અચાનક જમીન સરકી ગઈ હતી અને મસમોટો ભૂવો પડ્યો હતો. કારનું સંતુલન નહીં રહેતા કાર ચાલકે ખુબ જ મુશ્કેલીથી બહાર નીકળીને જોયુ તો કારના આગળના ટાયર નીચે જ મોટો ભૂવો પડ્યો હતો. આ સિવાય પણ 3 દિવસ પહેલા શહેરમાં 2 ભૂવા પડવાની ઘટના સામે આવી હતી.