નાની પાણિયાળી પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝડપાયા

- તળાજા તરફથી દારૂની ખેપ લઈ પાલિતાણા તરફ આવી રહ્યા હતા- મહુવાના બુટલેગર પાસેથી વિલાયતી દારૂ લાવ્યાની કબૂલાત, એલસીબીએ સાડા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધોભાવનગર : પાલિતાણા તાલુકાના નાની પાણિયાળી ગામ પાસેથી ભાવનગર એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને દબોચી લીધા હતા. બન્ને શખ્સની પૂછતાછ કરતા દારૂનો જથ્થો મહુવાના બુટલેગર પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી.ઘટનાની મળતી વિગત અનુસાર પાલિતાણા અને ઘાટરવાળા ગામના બે શખ્સ સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂની ખેપ લઈને તળાજાથી પાલિતાણા આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે પાલિતાણાના નાની પાણિયાળી ગામે શેત્રુંજી કેનાલના નાળા ઉપર શેત્રુંજી ડાબાકાંઠા મુખ્ય નહેર લખે બોર્ડ પાસે વોચ રાખી હતી. દરમિયાનમાં મધરાત્રિના સમયે કાર નં.જીજે.૦૪.સીએ.૨૦૦૪ પસાર થતાં એલસીબીએ રોકી તપાસ કરતા ડીકીમાંથી અંગ્રેજી દારૂની ૧૩૦ બોટલ મળી આવતા દારૂનો જથ્થો, કાર મળી કુલ રૂા.૩,૫૪,૬૨૦ના મુદ્દામાલ સાથે રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઈ મોભ (રહે, પરીમલ સોસાયટી, પાલિતાણા) અને હરદીપ રણજીતભાઈ મોભ (રહે, ઘાટરવાળા, તા.તળાજા) નામના શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો મહુવામાં રહેતો શ્યામ પીઠાભાઈ ગઢવી નામના બુટલેગર પાસેથી વેચાણ કરવા માટે લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ ત્રણેય શખ્સ સામે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નાની પાણિયાળી પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- તળાજા તરફથી દારૂની ખેપ લઈ પાલિતાણા તરફ આવી રહ્યા હતા

- મહુવાના બુટલેગર પાસેથી વિલાયતી દારૂ લાવ્યાની કબૂલાત, એલસીબીએ સાડા 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : પાલિતાણા તાલુકાના નાની પાણિયાળી ગામ પાસેથી ભાવનગર એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને દબોચી લીધા હતા. બન્ને શખ્સની પૂછતાછ કરતા દારૂનો જથ્થો મહુવાના બુટલેગર પાસેથી લાવ્યાની કબૂલાત આપી હતી.

ઘટનાની મળતી વિગત અનુસાર પાલિતાણા અને ઘાટરવાળા ગામના બે શખ્સ સ્વિફ્ટ મોટરકારમાં વિદેશી દારૂની ખેપ લઈને તળાજાથી પાલિતાણા આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે પાલિતાણાના નાની પાણિયાળી ગામે શેત્રુંજી કેનાલના નાળા ઉપર શેત્રુંજી ડાબાકાંઠા મુખ્ય નહેર લખે બોર્ડ પાસે વોચ રાખી હતી. દરમિયાનમાં મધરાત્રિના સમયે કાર નં.જીજે.૦૪.સીએ.૨૦૦૪ પસાર થતાં એલસીબીએ રોકી તપાસ કરતા ડીકીમાંથી અંગ્રેજી દારૂની ૧૩૦ બોટલ મળી આવતા દારૂનો જથ્થો, કાર મળી કુલ રૂા.૩,૫૪,૬૨૦ના મુદ્દામાલ સાથે રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઈ મોભ (રહે, પરીમલ સોસાયટી, પાલિતાણા) અને હરદીપ રણજીતભાઈ મોભ (રહે, ઘાટરવાળા, તા.તળાજા) નામના શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો મહુવામાં રહેતો શ્યામ પીઠાભાઈ ગઢવી નામના બુટલેગર પાસેથી વેચાણ કરવા માટે લાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ ત્રણેય શખ્સ સામે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.