Arvalliના માલપુરમાં સફાઈ કામદારના પ્રશ્નો લઈ મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો
અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. માલપુરમાં સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડયું. સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખત નોકરી દરમ્યાન કામદારોના મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતાં આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું.પ્રશ્નો મુદ્દે દંડવતયાત્રા સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવતયાત્રા ચાલી રહી છે. 21 દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરાકાને સંભળાતા નથી. સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે. કઠિન યાત્રા બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ના આવતા કામદારો સહિત તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. દંડવતયાત્રાને 21 દિવસ જેટલો સમય પસાર થવા છતાં ન્યાય ન મળતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. હાઈવે ચક્કાજામ કર્યોસફાઈ કામદાર મહિલાઓ પોતાની માંગ લઈને બેનરો સાથે રસ્તા પર નીકળ્યા. મહિલાઓ હાથમાં વિવિધ બેનરો લઈ એકઠી થઈ અને ન્યાયની ગુહાર લગાવી.એક બેનરમાં લખ્યું હતું કે મારા પતિને કંઈ થશે તો તેમની ધર્મપત્ની હું આત્મવિલોપન કરીશ, તેમજ અન્ય એક બેનરમાં વાલ્મિકી સમાજને ન્યાયા આપો. તો વળી એક મહિલાના હાથમાં કોન્ટ્રાક્ટર પદ્ધતિ રદ કરી કામદારોને સીધો પગાર આપો જેવા જુદા જુદા બેનરો જોવા મળ્યા. સફાઈ કામદારો સાથે થતા અન્યાયને લઈને પોતાની માંગ તંત્ર સુધી પંહોચે માટે મહિલાઓએ ચક્કા જામ કરી વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ.સ્થિતિ વધુ વણસતાં આખરે પોલીસ બોલાવી પડી. પોલીસે ચક્કજામ કરનાર મહિલાઓની અટકાયત કરી.જો કે અટકાયત દરમ્યાન પણ મહિલાઓ ઉગ્ર રીતે પોતાની માંગ રજૂ કરતી રહી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. માલપુરમાં સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડયું. સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખત નોકરી દરમ્યાન કામદારોના મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતાં આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું.
પ્રશ્નો મુદ્દે દંડવતયાત્રા
સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવતયાત્રા ચાલી રહી છે. 21 દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરાકાને સંભળાતા નથી. સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે. કઠિન યાત્રા બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ના આવતા કામદારો સહિત તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. દંડવતયાત્રાને 21 દિવસ જેટલો સમય પસાર થવા છતાં ન્યાય ન મળતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો.
હાઈવે ચક્કાજામ કર્યો
સફાઈ કામદાર મહિલાઓ પોતાની માંગ લઈને બેનરો સાથે રસ્તા પર નીકળ્યા. મહિલાઓ હાથમાં વિવિધ બેનરો લઈ એકઠી થઈ અને ન્યાયની ગુહાર લગાવી.એક બેનરમાં લખ્યું હતું કે મારા પતિને કંઈ થશે તો તેમની ધર્મપત્ની હું આત્મવિલોપન કરીશ, તેમજ અન્ય એક બેનરમાં વાલ્મિકી સમાજને ન્યાયા આપો. તો વળી એક મહિલાના હાથમાં કોન્ટ્રાક્ટર પદ્ધતિ રદ કરી કામદારોને સીધો પગાર આપો જેવા જુદા જુદા બેનરો જોવા મળ્યા. સફાઈ કામદારો સાથે થતા અન્યાયને લઈને પોતાની માંગ તંત્ર સુધી પંહોચે માટે મહિલાઓએ ચક્કા જામ કરી વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ.સ્થિતિ વધુ વણસતાં આખરે પોલીસ બોલાવી પડી. પોલીસે ચક્કજામ કરનાર મહિલાઓની અટકાયત કરી.જો કે અટકાયત દરમ્યાન પણ મહિલાઓ ઉગ્ર રીતે પોતાની માંગ રજૂ કરતી રહી.