ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરીઃ S.T ના સુરક્ષા મદદનીશ પર હુમલો

જામનગર નજીક નાઘેડી પાસે RTO ચેકિંગ દરમ્યાન ટ્રાવેલ્સ સંચાલકો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદજામનગર, : જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું, દરમિયાન ખાનગી લક્ઝરી બસના સંચાલક અને તેના બે સાગ્રીતોએ દાદાગીરી કરી એસટી અધિકારી પર હુમલો કરી દેતાં ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરના એસ.ટી. વિભાગ તેમજ આરટીઓની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા માર્ગો પર ચેકિંગ કરવામાં આવે છે, અને ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.જે અંતર્ગત ગઈકાલે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારી વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ ઉર્ફે વાંઢા પોતાના અન્ય બે સાગરીત સાથે નાઘેડીના પાટીયા પાસે ધસી આવ્યા હતા, અને એસટી અને આરટીઓના અધિકારીઓ સાથે તકરાર કરી હતી. જેઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને એસટી અધિકારી કિશોરભાઈ રાદડિયા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને ડાબી આંખના નેણના ભાગે ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી.આ હુમલા અને ફરજમાં રૂકાવટ અંગેના બનાવ બાબતે કિશોરભાઈ રાદડિયાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય  સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ વાંઢા તથા અન્ય બે સાગરીતો સામે આઇપીસી કલમ  186, 332, 505અને 114 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટેની ક્વાયત શરૂ કરી છે. જામનગર ખંભાળિયા તથા રાજકોટ ધોરી માર્ગ પર ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ખાનગી પ્રાઇવેટ ની નાની મોટી બસ તેમજ ઈકો કાર મારફતે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે, જે અંગેનું ચેકિંગ કરવામાં આવતતાંઆરોપીઓને પસંદ ન હોવાથી અને પોતાની ધાક જમાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસમાં જણાવ્યું છે.

ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરીઃ S.T ના સુરક્ષા મદદનીશ પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર નજીક નાઘેડી પાસે RTO ચેકિંગ દરમ્યાન ટ્રાવેલ્સ સંચાલકો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ

જામનગર, : જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું, દરમિયાન ખાનગી લક્ઝરી બસના સંચાલક અને તેના બે સાગ્રીતોએ દાદાગીરી કરી એસટી અધિકારી પર હુમલો કરી દેતાં ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે, જામનગરના એસ.ટી. વિભાગ તેમજ આરટીઓની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા માર્ગો પર ચેકિંગ કરવામાં આવે છે, અને ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

જે અંતર્ગત ગઈકાલે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારી વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ ઉર્ફે વાંઢા પોતાના અન્ય બે સાગરીત સાથે નાઘેડીના પાટીયા પાસે ધસી આવ્યા હતા, અને એસટી અને આરટીઓના અધિકારીઓ સાથે તકરાર કરી હતી.

 જેઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને એસટી અધિકારી કિશોરભાઈ રાદડિયા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને ડાબી આંખના નેણના ભાગે ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

આ હુમલા અને ફરજમાં રૂકાવટ અંગેના બનાવ બાબતે કિશોરભાઈ રાદડિયાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય  સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ વાંઢા તથા અન્ય બે સાગરીતો સામે આઇપીસી કલમ  186, 332, 505અને 114 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટેની ક્વાયત શરૂ કરી છે.

 જામનગર ખંભાળિયા તથા રાજકોટ ધોરી માર્ગ પર ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ખાનગી પ્રાઇવેટ ની નાની મોટી બસ તેમજ ઈકો કાર મારફતે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે, જે અંગેનું ચેકિંગ કરવામાં આવતતાંઆરોપીઓને પસંદ ન હોવાથી અને પોતાની ધાક જમાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસમાં જણાવ્યું છે.