Surendranagar: ચૂડાના ગોખરવાળા ગામના મારામારી કેસમાં ચાર આરોપીને 3 વર્ષની સજા

વર્ષ 2021માં છોકરાઓ રમવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતીસંતુભાઈ બચુભાઈ આકવીયાએ છોકરાઓ કયાં રમવા જાય તેમ કહેતા પરબત ઉશ્કેરાઈ ગયો નાની બાબતોએ પણ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર સ્વરૂપ   ચૂડા તાલુકાના ગોખરવાળા ગામે રોડ પર છોકરાઓ રમવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ચાર શખ્સોએ ફરસી, ધારીયા, લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગેનો કેસ તાજેતરમાં ચૂડા કોર્ટમાં ચાલી જતા કોર્ટ ચારેય આરોપીઓને કસુરવાર ઠેરવી 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.    સુરેન્દ્રનગર જિલ્લામાં નાની બાબતોએ પણ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. ત્યારે આવા જ એક ઝઘડાના કેસમાં ચાર શખ્સોને ચુડા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. બનાવની મળતી માહિતી મુજબ તા. 28-2-21ના રોજ ચૂડા તાલુકાના ગોખરવાળા ગામે રાત્રે 8 કલાકે છોકરાઓ બહાર રોડ પર રમતા હતા. ત્યારે પરબત મગનભાઈ આકવીયાએ આવી અપશબ્દો કહી છોકરાઓએ અહીં રમવુ નહી તેમ કહ્યુ હતુ. સંતુભાઈ બચુભાઈ આકવીયાએ છોકરાઓ કયાં રમવા જાય તેમ કહેતા પરબત ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો કહેતો હતો. જેમાં સંતુભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા પરબત મગનભાઈ આકવીયા, અજા ઉર્ફે અજુ હેમુભાઈ આકવીયા, જેસીંગ જગમાલભાઈ આકવીયા અને વિનોદ જગમાલભાઈ આકવીયાએ એક સંપ કરી ફરસી, ધારીયા અને લોખંડના પાઈપ વડે સંતુભાઈને માર માર્યો હતો. જેમાં તેઓને સારવાર માટે પ્રથમ ચૂડા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ અંગેનો કેસ તાજેતરમાં ચૂડા પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ સી.પી. જોષીની દલીલો અને મૌખીક તથા દસ્તાવેજી પુરાવાઓને આધારે જજ એ. કે. ડાભીએ ચારેય આરોપીઓ પરબત મગનભાઈ આકવીયા, અજા ઉર્ફે અજુ હેમુભાઈ આકવીયા, જેસીંગ જગમાલભાઈ આકવીયા અને વિનોદ જગમાલભાઈ આકવીયાને કસુરવાર ઠેરવી 3 વર્ષની સજા અને રૂપિયા 1 હજારનો દંડ કર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ ચુકાદામાં ફરમાવાઈ છે.

Surendranagar: ચૂડાના ગોખરવાળા ગામના મારામારી કેસમાં ચાર આરોપીને 3 વર્ષની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષ 2021માં છોકરાઓ રમવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી
  • સંતુભાઈ બચુભાઈ આકવીયાએ છોકરાઓ કયાં રમવા જાય તેમ કહેતા પરબત ઉશ્કેરાઈ ગયો
  • નાની બાબતોએ પણ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર સ્વરૂપ

  ચૂડા તાલુકાના ગોખરવાળા ગામે રોડ પર છોકરાઓ રમવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ચાર શખ્સોએ ફરસી, ધારીયા, લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગેનો કેસ તાજેતરમાં ચૂડા કોર્ટમાં ચાલી જતા કોર્ટ ચારેય આરોપીઓને કસુરવાર ઠેરવી 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

   સુરેન્દ્રનગર જિલ્લામાં નાની બાબતોએ પણ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. ત્યારે આવા જ એક ઝઘડાના કેસમાં ચાર શખ્સોને ચુડા કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. બનાવની મળતી માહિતી મુજબ તા. 28-2-21ના રોજ ચૂડા તાલુકાના ગોખરવાળા ગામે રાત્રે 8 કલાકે છોકરાઓ બહાર રોડ પર રમતા હતા. ત્યારે પરબત મગનભાઈ આકવીયાએ આવી અપશબ્દો કહી છોકરાઓએ અહીં રમવુ નહી તેમ કહ્યુ હતુ. સંતુભાઈ બચુભાઈ આકવીયાએ છોકરાઓ કયાં રમવા જાય તેમ કહેતા પરબત ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો કહેતો હતો. જેમાં સંતુભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા પરબત મગનભાઈ આકવીયા, અજા ઉર્ફે અજુ હેમુભાઈ આકવીયા, જેસીંગ જગમાલભાઈ આકવીયા અને વિનોદ જગમાલભાઈ આકવીયાએ એક સંપ કરી ફરસી, ધારીયા અને લોખંડના પાઈપ વડે સંતુભાઈને માર માર્યો હતો. જેમાં તેઓને સારવાર માટે પ્રથમ ચૂડા અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ અંગેનો કેસ તાજેતરમાં ચૂડા પ્રિન્સીપાલ સિવિલ જજ અને જયુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ સી.પી. જોષીની દલીલો અને મૌખીક તથા દસ્તાવેજી પુરાવાઓને આધારે જજ એ. કે. ડાભીએ ચારેય આરોપીઓ પરબત મગનભાઈ આકવીયા, અજા ઉર્ફે અજુ હેમુભાઈ આકવીયા, જેસીંગ જગમાલભાઈ આકવીયા અને વિનોદ જગમાલભાઈ આકવીયાને કસુરવાર ઠેરવી 3 વર્ષની સજા અને રૂપિયા 1 હજારનો દંડ કર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ ચુકાદામાં ફરમાવાઈ છે.