Surendranagar: સુરેન્દ્રનગરમાં ગ્રેચ્યુઈટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું અવસાન

મદદનીશ શ્રામ આયુક્તે હુકમ કરવા છતાં નગરપાલિકાએ 12 સફાઈકામદારોને ગ્રેચ્યુઈટીની રૂ. 15 લાખથી વધુની રકમ ચૂકવી નથી ભાજપની બહુમતી હોવા છતાં કામદારોને પોતાના હક્ક હિસ્સાથી વંચીત રહેવુ પડે   સુરેન્દ્રનગર નગરપાલિકામાં વર્ષો સુધી ફરજ બજાવી નીવૃત થયેલા સફાઈ કામદારોને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવામાં પાલીકાને પેટમાં દુઃખતુ હોય તેમ રકમ ચૂકવાતી નથી. સફાઈ કામદારોએ મદદનીશ શ્રામ આયુકતનું શરણુ લેતા અને ત્યાંથી પણ પાલિકાને હુકમ કરવા છતાં ગ્રેચ્યુઈટી મળતી નથી. ત્યારે હુકમ થવા છતાં ગ્રેચ્યુઈટી મળે તે પહેલા બે સફાઈ કામદારોના અવસાન થઈ ગયા છે. આથી બાકી રહેલા સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટી ચૂકવવા પાલિકામાં લેખીત રજૂઆત કરાઈ છે.   સુરેન્દ્રનગર પાલિકામાં ભાજપની બહુમતી હોવા છતાં કામદારોને પોતાના હક્ક હિસ્સાથી વંચીત રહેવુ પડે છે. પાલિકામાં વર્ષો સુધી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા કામદારોને ગ્રેચ્યુઈટી કે ગ્રેચ્યુઈટી તફાવતની રકમ ચુકવાતી નથી. અમુક કામદારો તો આ બાબતે પાલીકાને મદદનીશ શ્રામઆયુકતની કચેરીમાં ઢસડી ગયા હતા. જેમાં વર્ષ 2023માં મદદનીશ શ્રામઆયુકત દ્વારા હુકમ કરવા છતાં પાલિકા સફાઈ કામદારોના હક્ક-હીસ્સાની આ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરે છે. ત્યારે ગ્રેચ્યુઈટીની રાહ જોતા 12 સફાઈ કામદારોમાંથી બે કામદારના તાજેતરમાં અવસાન થઈ ગયા હોવાની રજુઆત ભીખાભાઈ પાટડીયાએ પાલીકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ હુકમ થયા બાદ તા. 8-12-23, 6-2-24 અને 5-4-2024ના રોજ લેખીત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ રજુઆતો જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાતી હોય તેમ લાગે છે. તાજેતરમાં જ ગ્રેચ્યુઈટીની રાહ જોતા મધુબેન નટુભાઈ અને પારૂલબેન ઓઘડભાઈ નામના સફાઈ કામદારનું કુદરતી અવસાન થયુ છે. ત્યારે બાકીના સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટીની રકમ ચુકવાય તેવી માંગ કરાઈ છે. આ રજુઆતના અંતે જણાવાયુ છે કે, મદદનીશ શ્રામઆયુકત દ્વારા આ રકમ 10 ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કરાયો છે. જેમાં નીવૃત કર્મીઓએ વ્યાજ જતુ કરવાની અરજી કરી હોવા છતાં મુળ રકમ તેઓને મળતી નથી.

Surendranagar: સુરેન્દ્રનગરમાં ગ્રેચ્યુઈટીની રાહ જોતા બે નિવૃત્ત સફાઈ કામદારોનું અવસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મદદનીશ શ્રામ આયુક્તે હુકમ કરવા છતાં નગરપાલિકાએ 12 સફાઈ
  • કામદારોને ગ્રેચ્યુઈટીની રૂ. 15 લાખથી વધુની રકમ ચૂકવી નથી
  • ભાજપની બહુમતી હોવા છતાં કામદારોને પોતાના હક્ક હિસ્સાથી વંચીત રહેવુ પડે

  સુરેન્દ્રનગર નગરપાલિકામાં વર્ષો સુધી ફરજ બજાવી નીવૃત થયેલા સફાઈ કામદારોને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવામાં પાલીકાને પેટમાં દુઃખતુ હોય તેમ રકમ ચૂકવાતી નથી. સફાઈ કામદારોએ મદદનીશ શ્રામ આયુકતનું શરણુ લેતા અને ત્યાંથી પણ પાલિકાને હુકમ કરવા છતાં ગ્રેચ્યુઈટી મળતી નથી. ત્યારે હુકમ થવા છતાં ગ્રેચ્યુઈટી મળે તે પહેલા બે સફાઈ કામદારોના અવસાન થઈ ગયા છે. આથી બાકી રહેલા સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટી ચૂકવવા પાલિકામાં લેખીત રજૂઆત કરાઈ છે.

  સુરેન્દ્રનગર પાલિકામાં ભાજપની બહુમતી હોવા છતાં કામદારોને પોતાના હક્ક હિસ્સાથી વંચીત રહેવુ પડે છે. પાલિકામાં વર્ષો સુધી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા કામદારોને ગ્રેચ્યુઈટી કે ગ્રેચ્યુઈટી તફાવતની રકમ ચુકવાતી નથી. અમુક કામદારો તો આ બાબતે પાલીકાને મદદનીશ શ્રામઆયુકતની કચેરીમાં ઢસડી ગયા હતા. જેમાં વર્ષ 2023માં મદદનીશ શ્રામઆયુકત દ્વારા હુકમ કરવા છતાં પાલિકા સફાઈ કામદારોના હક્ક-હીસ્સાની આ રકમ ચુકવવામાં ઠાગાઠૈયા કરે છે. ત્યારે ગ્રેચ્યુઈટીની રાહ જોતા 12 સફાઈ કામદારોમાંથી બે કામદારના તાજેતરમાં અવસાન થઈ ગયા હોવાની રજુઆત ભીખાભાઈ પાટડીયાએ પાલીકાના પ્રમુખ અને ચીફ ઓફીસરને કરી છે. આ રજુઆતમાં જણાવાયા મુજબ હુકમ થયા બાદ તા. 8-12-23, 6-2-24 અને 5-4-2024ના રોજ લેખીત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ રજુઆતો જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાતી હોય તેમ લાગે છે. તાજેતરમાં જ ગ્રેચ્યુઈટીની રાહ જોતા મધુબેન નટુભાઈ અને પારૂલબેન ઓઘડભાઈ નામના સફાઈ કામદારનું કુદરતી અવસાન થયુ છે. ત્યારે બાકીના સફાઈ કામદારોને તાકિદે ગ્રેચ્યુઈટીની રકમ ચુકવાય તેવી માંગ કરાઈ છે. આ રજુઆતના અંતે જણાવાયુ છે કે, મદદનીશ શ્રામઆયુકત દ્વારા આ રકમ 10 ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કરાયો છે. જેમાં નીવૃત કર્મીઓએ વ્યાજ જતુ કરવાની અરજી કરી હોવા છતાં મુળ રકમ તેઓને મળતી નથી.