Gujarat Highcourtનો મોટો નિર્ણય,મહારાજ ફિલ્મને 18 જૂન સુધી નહી કરવી રિલીઝ

ગઈકાલે અપાયેલા સ્ટે પર અરજન્ટ ચાર્જમાં કરી રજૂઆત આજે અરજન્ટ ચાર્જમાં 1 કલાક ચાલી HCમાં સુનાવણી 18 જૂન સુધી ફિલ્મ રીલીઝ નહીં થાય : HC મહારાજ ફિલ્મને લઈ ગુજરાત હાઇકોર્ટ રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની છે મહારાજ ફિલ્મ,મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં હતી રજૂઆત,તો ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે કે,ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ.એક હિંદુ જૂથની અરજીને પગલે હાઇ કોર્ટે આ સ્ટે આપ્યો છે. ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે. કોઈ સમાજને લઈ હિંસા ના ફેલાવી જોઈએ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેખીતી રીતે 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી અરજી અનુસાર, 1862 નો મહારાજ બદનક્ષીનો કેસ, એક અગ્રણી વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂકના આરોપોના આધારે શરુ થયો હતો અને જેનો નિર્ણય બોમ્બેની સુપ્રિમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં હિંદુ ધર્મની નિંદા કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા વિષેને પુષ્ટિમાર્ગીઓની રજૂઆતો ધ્યાનમાં લીધી અને કોઈપણ રીતે ફિલ્મની રિલીઝને રોકવાનો વચગાળાનો આદેશ આપ્યો. હવે આ મામલાની સુનાવણી 18મી જૂને થવાની છે. મહારાજ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત નેટફલિકસ દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા અખબારી યાદી મુજબ, મહારાજ ફિલ્મ પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજીના ન્યાય માટેના સાહસિક સંઘર્ષ વાર્તા છે, કરસનદાસ મહિલા અધિકારો અને સામાજિક સુધારણા માટે અગ્રણી હિમાયતી હતા.મહારાજ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે. કરસનદાસ મુળજીએ પુષ્ટિમાર્ગના અગ્રણી મહારાજ પર ગંભીર આરોપ મુકતા લેખો અખબારમાં પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ મહારાજે તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, કરસનદાસ મુળજીએ મુશ્કેલીઓ વચ્ચે આ કેસ હિંમતભેર લડી જીત મેળવી હતી.  

Gujarat Highcourtનો મોટો નિર્ણય,મહારાજ ફિલ્મને 18 જૂન સુધી નહી કરવી રિલીઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે અપાયેલા સ્ટે પર અરજન્ટ ચાર્જમાં કરી રજૂઆત
  • આજે અરજન્ટ ચાર્જમાં 1 કલાક ચાલી HCમાં સુનાવણી
  • 18 જૂન સુધી ફિલ્મ રીલીઝ નહીં થાય : HC

મહારાજ ફિલ્મને લઈ ગુજરાત હાઇકોર્ટ રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની છે મહારાજ ફિલ્મ,મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં હતી રજૂઆત,તો ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે કે,ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ.એક હિંદુ જૂથની અરજીને પગલે હાઇ કોર્ટે આ સ્ટે આપ્યો છે.

ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી

સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે.

કોઈ સમાજને લઈ હિંસા ના ફેલાવી જોઈએ

પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેખીતી રીતે 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે.

ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી

અરજી અનુસાર, 1862 નો મહારાજ બદનક્ષીનો કેસ, એક અગ્રણી વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂકના આરોપોના આધારે શરુ થયો હતો અને જેનો નિર્ણય બોમ્બેની સુપ્રિમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં હિંદુ ધર્મની નિંદા કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા વિષેને પુષ્ટિમાર્ગીઓની રજૂઆતો ધ્યાનમાં લીધી અને કોઈપણ રીતે ફિલ્મની રિલીઝને રોકવાનો વચગાળાનો આદેશ આપ્યો. હવે આ મામલાની સુનાવણી 18મી જૂને થવાની છે.

મહારાજ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત

નેટફલિકસ દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા અખબારી યાદી મુજબ, મહારાજ ફિલ્મ પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજીના ન્યાય માટેના સાહસિક સંઘર્ષ વાર્તા છે, કરસનદાસ મહિલા અધિકારો અને સામાજિક સુધારણા માટે અગ્રણી હિમાયતી હતા.મહારાજ ફિલ્મ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે. કરસનદાસ મુળજીએ પુષ્ટિમાર્ગના અગ્રણી મહારાજ પર ગંભીર આરોપ મુકતા લેખો અખબારમાં પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ મહારાજે તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, કરસનદાસ મુળજીએ મુશ્કેલીઓ વચ્ચે આ કેસ હિંમતભેર લડી જીત મેળવી હતી.