Loksabha Election 2024: મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓને અપાયો આખરી ઓપ

આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. મતગણતરી કેન્દ્રની મુલાકાતે એલ.ડી. એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી આવતીકાલે 4 જૂને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની પરિણામ જાહેર થશે. જેને લઈને બધા જ મતગણતરી કેન્દ્રો પણ તૈયાર કરવાની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા હાલ મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રો ઉપરાંત ઓબ્ઝર્વર રૂમ, કન્ટ્રોલ રૂમ, સીસીટીવી રૂમ, મીડિયા રૂમ વગેરેની પણ મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સૂચના આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓને નિહાળી હતી. આ સાથે જ સમીક્ષા બેઠકમાં પણ તેમના દ્વારા આ મામલે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 4 જૂનના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે. કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રોની મુલાકાત અને સમીક્ષા બેઠક કરાઇ કલેકટર દ્વારા કરવામાં આવેલી મુલાકાત અને સમીક્ષા બેઠકમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી વી.એ. પંચાલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loksabha Election 2024: મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓને અપાયો આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી
  • કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. મતગણતરી કેન્દ્રની મુલાકાતે
  • એલ.ડી. એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી

આવતીકાલે 4 જૂને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની પરિણામ જાહેર થશે. જેને લઈને બધા જ મતગણતરી કેન્દ્રો પણ તૈયાર કરવાની અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે.

કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા

હાલ મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રો ઉપરાંત ઓબ્ઝર્વર રૂમ, કન્ટ્રોલ રૂમ, સીસીટીવી રૂમ, મીડિયા રૂમ વગેરેની પણ મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી સૂચના આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ

કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થાઓ તથા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓને નિહાળી હતી. આ સાથે જ સમીક્ષા બેઠકમાં પણ તેમના દ્વારા આ મામલે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 4 જૂનના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી થનાર છે.

કલેકટર દ્વારા મતગણતરી કેન્દ્રોની મુલાકાત અને સમીક્ષા બેઠક કરાઇ

કલેકટર દ્વારા કરવામાં આવેલી મુલાકાત અને સમીક્ષા બેઠકમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી વી.એ. પંચાલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.