Ahmedabad News: લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી માટે સ્ટાફની કરાઈ ફાળવણી

મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયુ મતગણતરીમાં 1200થી વધુ સ્ટાફ ફરજ બજાવશે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે.કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે અંદાજે 1200થી વધુ મતગણતરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં કરાશે મતગણતરી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી આવતીકાલ તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની મતગણતરી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણીના જનરલ અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર પુનિત યાદવ, અભિનવ ચંદ્ર, ડૉ. જી.વિશ્વનાથ અને અશોકકુમાર દાસની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરાયું સેકન્ડ રેન્ડમાઈઝેશન કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ આ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે દરેક વિધાનસભા વિસ્તારમાં 14 ટેબલ લેખે 98 ટેબલ પર 126 સુપરવાઈઝર, 126 આસિસ્ટન્ટ સુપરવાઈઝર, 140 માઈક્રો ઓબ્ઝર્વર અને પોસ્ટલ બેલેટ પેપર તથા ETPBSની ગણતરી માટેનો સ્ટાફ મળી બે લોકસભા બેઠકમાં પર અંદાજે 1200 જેટલાં મતગણતરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ સ્ટાફનું આવતીકાલે વહેલી સવારે 5:00 વાગે કાઈન્ટિંગ ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં થર્ડ રેન્ડમાઈઝેશન કર્યા બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા બન્ને સ્થળો ચકાસણી કરાઈ અમદાવાદની બન્ને બેઠકો માટે મતગણતરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના બન્ને સ્થળો પર કરવામાં આવેલ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ બેઠકમાં અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad News: લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી માટે સ્ટાફની કરાઈ ફાળવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયુ
  • મતગણતરીમાં 1200થી વધુ સ્ટાફ ફરજ બજાવશે
  • પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે.કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે અંદાજે 1200થી વધુ મતગણતરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં કરાશે મતગણતરી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી આવતીકાલ તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે. લોકસભા ચૂંટણીની મતગણતરી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી. કે. તથા ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણીના જનરલ અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર પુનિત યાદવ, અભિનવ ચંદ્ર, ડૉ. જી.વિશ્વનાથ અને અશોકકુમાર દાસની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.


કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરાયું સેકન્ડ રેન્ડમાઈઝેશન

કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ આ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે દરેક વિધાનસભા વિસ્તારમાં 14 ટેબલ લેખે 98 ટેબલ પર 126 સુપરવાઈઝર, 126 આસિસ્ટન્ટ સુપરવાઈઝર, 140 માઈક્રો ઓબ્ઝર્વર અને પોસ્ટલ બેલેટ પેપર તથા ETPBSની ગણતરી માટેનો સ્ટાફ મળી બે લોકસભા બેઠકમાં પર અંદાજે 1200 જેટલાં મતગણતરી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ સ્ટાફનું આવતીકાલે વહેલી સવારે 5:00 વાગે કાઈન્ટિંગ ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં થર્ડ રેન્ડમાઈઝેશન કર્યા બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


ચૂંટણી તંત્ર દ્વારા બન્ને સ્થળો ચકાસણી કરાઈ

અમદાવાદની બન્ને બેઠકો માટે મતગણતરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના બન્ને સ્થળો પર કરવામાં આવેલ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ બેઠકમાં અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.