Vadodara News: પાણીના કકળાટને લઈ કોર્પોરેશનનું મેગા ઓપરેશન

તુલસીવાડી વિસ્તારમાં કોર્પોરેશનનું મેગા ઓપરેશનઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક્શન દબાણ શાખા દ્વારા 40થી વધુ પાણીની મોટરો જપ્ત સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીને લઈને કકળાટ ચાલી રહ્યો છે ત્યારે હવે પાણીના પ્રશ્નનો નિવેડો લાવવા માટે હવે મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તુલસીવાડી વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ, વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ મુદ્દે વારંવાર રહીશો દ્વારા મહાપાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને આજે મહાપાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે પાલિકાના 100 થી વધુ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનની ઉત્તર અને પૂર્વ વિસ્તારની દબાણ શાખાની ટીમો દ્વારા તુલસીવાડી વિસ્તારમાં આવેલા મકાનોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તો તપાસમાં અનેક ઘરોમાં ગેરકાયદેસર પાણીની મોટરો લાગેલી હોવાનું સામે આવ્યું હતું. મહાપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 40થી વધુ પાણીની મોટરો જપ્ત કરવામાં આવી હતી. તો, પાલિકાના સોલીડ એક્શન બાદ પાણીની મોટા પ્રમાણમાં મોટરો જપ્ત કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

Vadodara News: પાણીના કકળાટને લઈ કોર્પોરેશનનું મેગા ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તુલસીવાડી વિસ્તારમાં કોર્પોરેશનનું મેગા ઓપરેશન
  • ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક્શન
  • દબાણ શાખા દ્વારા 40થી વધુ પાણીની મોટરો જપ્ત 

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીને લઈને કકળાટ ચાલી રહ્યો છે ત્યારે હવે પાણીના પ્રશ્નનો નિવેડો લાવવા માટે હવે મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તુલસીવાડી વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

મળતી માહિતી મુજબ, વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ મુદ્દે વારંવાર રહીશો દ્વારા મહાપાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને આજે મહાપાલિકા દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે પાલિકાના 100 થી વધુ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

વડોદરા કોર્પોરેશનની ઉત્તર અને પૂર્વ વિસ્તારની દબાણ શાખાની ટીમો દ્વારા તુલસીવાડી વિસ્તારમાં આવેલા મકાનોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તો તપાસમાં અનેક ઘરોમાં ગેરકાયદેસર પાણીની મોટરો લાગેલી હોવાનું સામે આવ્યું હતું. મહાપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 40થી વધુ પાણીની મોટરો જપ્ત કરવામાં આવી હતી. તો, પાલિકાના સોલીડ એક્શન બાદ પાણીની મોટા પ્રમાણમાં મોટરો જપ્ત કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.