BHARUCH: ઉમલ્લા પંચા.ની લાઈનમાં ભંગાણ પાણી માટે વલખાં મારતા નાગરિકો

ઓવરલોડ રેતીના વાહનોને કારણે રસ્તા તૂટયાંઓવરલોડ રેતીના વાહનો બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છેઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનો ઉમલ્લા મેઇન બજારમાંથી પસાર થતા પંચાયતની પાણીની લાઇનમાં ચાર દિવસથી ભંગાણ પડયું છે. છેલ્લા ચાર દિવસથી નગરજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સંજોગોમાં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય ઓવરલોડ રેતી વાહનોને બંધ કરાવવા આગળ આવ્યા છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનો બંધ નહીં થાય તો તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ઝઘડિયા તાલુકાના પાણેથા, ઈન્દોર, નાના વાસણા, વેલુગામ વિગેરે ગામની નર્મદા કિનારે આવેલી રેતીની લીઝોમાંથી રેતી ભરેલા વાહનો ઉમલ્લા મેઇન બજારમાં થઈને પસાર થઇ રહ્યા છે. દિવસ રાત ઓવરલોડ રેતી ભરેલા વાહનો પસાર થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નર્મદા પટની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની પણ બુમો ઉપડી રહી છે. ઉમલ્લા ગામેથી મુખ્ય બજારમાં થી પસાર થતી ટ્રકોના કારણે સ્થાનિક લોકો હેરાન થઇ રહ્યા છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનોને કારણે છેલ્લા ચાર દિવસથી પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે, ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ક્યાં ભંગાણ પડયું છે તે મળી રહ્યું નથી, ચાર દિવસથી ઉમલ્લાના કેચલાક વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના વહનની ટ્રકો ના કારણે પાણીની પાઇપ લાઇનમાં છેલ્લા ચાર દિવસથી ભંગાણ પડયું છે, ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, અવાર નવાર ગ્રામ પંચાયતની પાણીની લાઈનો તુટી જાય છે, અકસ્માતો થાય છે અને અવિરત ચાલતી ટ્રકોના કારણે સ્થાનિકોને વેપાર ધંધા માટે પણ સમસ્યાઓ ઊભી થાય છે, ઓવરલોડ રેતી ભરેલા વાહનો જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચિમકી આપી છે.

BHARUCH: ઉમલ્લા પંચા.ની લાઈનમાં ભંગાણ પાણી માટે વલખાં મારતા નાગરિકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓવરલોડ રેતીના વાહનોને કારણે રસ્તા તૂટયાં
  • ઓવરલોડ રેતીના વાહનો બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી
  • ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનો ઉમલ્લા મેઇન બજારમાંથી પસાર થતા પંચાયતની પાણીની લાઇનમાં ચાર દિવસથી ભંગાણ પડયું છે. છેલ્લા ચાર દિવસથી નગરજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સંજોગોમાં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય ઓવરલોડ રેતી વાહનોને બંધ કરાવવા આગળ આવ્યા છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનો બંધ નહીં થાય તો તાલુકા પંચાયત સદસ્ય દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઝઘડિયા તાલુકાના પાણેથા, ઈન્દોર, નાના વાસણા, વેલુગામ વિગેરે ગામની નર્મદા કિનારે આવેલી રેતીની લીઝોમાંથી રેતી ભરેલા વાહનો ઉમલ્લા મેઇન બજારમાં થઈને પસાર થઇ રહ્યા છે. દિવસ રાત ઓવરલોડ રેતી ભરેલા વાહનો પસાર થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નર્મદા પટની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની પણ બુમો ઉપડી રહી છે.

ઉમલ્લા ગામેથી મુખ્ય બજારમાં થી પસાર થતી ટ્રકોના કારણે સ્થાનિક લોકો હેરાન થઇ રહ્યા છે. ઓવરલોડ રેતી ભરેલા વાહનોને કારણે છેલ્લા ચાર દિવસથી પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ પડયું છે, ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ ક્યાં ભંગાણ પડયું છે તે મળી રહ્યું નથી, ચાર દિવસથી ઉમલ્લાના કેચલાક વિસ્તારમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના વહનની ટ્રકો ના કારણે પાણીની પાઇપ લાઇનમાં છેલ્લા ચાર દિવસથી ભંગાણ પડયું છે, ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, અવાર નવાર ગ્રામ પંચાયતની પાણીની લાઈનો તુટી જાય છે, અકસ્માતો થાય છે અને અવિરત ચાલતી ટ્રકોના કારણે સ્થાનિકોને વેપાર ધંધા માટે પણ સમસ્યાઓ ઊભી થાય છે, ઓવરલોડ રેતી ભરેલા વાહનો જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચિમકી આપી છે.