ANKLESHWAR: GIDC ઓફિસ દ્વારા સેફ્ટી અવરનેસ સેમિનાર યોજાયો

ઝીરો ઇલેક્ટ્રિક ઍક્સિડન્ટ ગોલ એચિવ કરવા પ્રતિજ્ઞા લીધીકર્મચારીઓના કુટુંબ સાથેનો પહેલો કાર્યક્રમ સંયુક્ત રીતે યોજાયો ઝીરો એકસીડન્ટ પોલિસી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ડીજીવીસીએલ દ્વારા ફેર્થ વીક ઓફ્ મે 2024 અવેરનેસ પ્રોગ્રામ જીઆઇડીસી સબ ડિવિઝન અંકલેશ્વર ખાતે નાયબ ઇજનેર જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ તેમના પરિવાર સાથે હાજર રહી સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક કામ કરતા કર્મચારીઓએ પહેલા વીજ લાઈન ને ડિસ્ચાર્જ કર્યા બાદ અરથિગ કરી કઈ રીતે કામગીરી કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઝીરો એકસીડન્ટ પોલિસી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ઝીરો એકસીડન્ટનો ગોલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આપણે એચીવ કરવાનો છે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. દરેક કર્મચારીને સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.ભૂતકાળમાં થયેલા અકસ્માતોના દાખલા આપવામાં આવ્યા હતા અને કઈ બેદરકારીથી આ અકસ્માત થયો હતો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ કર્મચારી ક્યારેય અકસ્માતનો ભોગ ન બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગત વર્ષમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામ્યા હોય તેવા આત્માઓને શાંતિ માટે સહ પરિવાર બે મિનીટનું મૌન પાડી શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી . વીજ કંપનીના કર્મચારીઓની પત્નીઓને સવારે ઘરથી નીકળતી વખતે જે તે ભગવાનને માનતા હોય એમનું નામ સ્મરણ કરવું તેમજ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કામ કરવાનું સૂચન તેમજ સાંજે આપણે બધા ભેગા જમીશું રોજ આ રીતે બોલીને ઘરેથી તેમના પતિને કામ માટે મોકલવા જેથી પરિવારની લાગણીને લઈ કર્મચારી કંઈ ભૂલ ન કરે તેવી શિખ આપી હતી. ઘણા કર્મચારીઓને વ્યસન હોય છે ચાલુ કામગીરીએ કે ત્યારબાદ પણ વ્યશન ન કરવા તેમના પરિવાર સાથે જ સમજણ આપી હતી આ પણ એક સેફ્ટી ના ભાગરૂપે છે. દરેક કર્મચારીને ફ્લ્ડિ પર કેવી રીતે સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ હતી.

ANKLESHWAR: GIDC ઓફિસ દ્વારા સેફ્ટી અવરનેસ સેમિનાર યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝીરો ઇલેક્ટ્રિક ઍક્સિડન્ટ ગોલ એચિવ કરવા પ્રતિજ્ઞા લીધી
  • કર્મચારીઓના કુટુંબ સાથેનો પહેલો કાર્યક્રમ સંયુક્ત રીતે યોજાયો
  • ઝીરો એકસીડન્ટ પોલિસી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

ડીજીવીસીએલ દ્વારા ફેર્થ વીક ઓફ્ મે 2024 અવેરનેસ પ્રોગ્રામ જીઆઇડીસી સબ ડિવિઝન અંકલેશ્વર ખાતે નાયબ ઇજનેર જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ તેમના પરિવાર સાથે હાજર રહી સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક કામ કરતા કર્મચારીઓએ પહેલા વીજ લાઈન ને ડિસ્ચાર્જ કર્યા બાદ અરથિગ કરી કઈ રીતે કામગીરી કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઝીરો એકસીડન્ટ પોલિસી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ઝીરો એકસીડન્ટનો ગોલ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આપણે એચીવ કરવાનો છે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. દરેક કર્મચારીને સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.ભૂતકાળમાં થયેલા અકસ્માતોના દાખલા આપવામાં આવ્યા હતા અને કઈ બેદરકારીથી આ અકસ્માત થયો હતો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ કર્મચારી ક્યારેય અકસ્માતનો ભોગ ન બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગત વર્ષમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામ્યા હોય તેવા આત્માઓને શાંતિ માટે સહ પરિવાર બે મિનીટનું મૌન પાડી શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી .

વીજ કંપનીના કર્મચારીઓની પત્નીઓને સવારે ઘરથી નીકળતી વખતે જે તે ભગવાનને માનતા હોય એમનું નામ સ્મરણ કરવું તેમજ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કામ કરવાનું સૂચન તેમજ સાંજે આપણે બધા ભેગા જમીશું રોજ આ રીતે બોલીને ઘરેથી તેમના પતિને કામ માટે મોકલવા જેથી પરિવારની લાગણીને લઈ કર્મચારી કંઈ ભૂલ ન કરે તેવી શિખ આપી હતી. ઘણા કર્મચારીઓને વ્યસન હોય છે ચાલુ કામગીરીએ કે ત્યારબાદ પણ વ્યશન ન કરવા તેમના પરિવાર સાથે જ સમજણ આપી હતી આ પણ એક સેફ્ટી ના ભાગરૂપે છે. દરેક કર્મચારીને ફ્લ્ડિ પર કેવી રીતે સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ હતી.