Vadodara News : સેન્ટ્રલ જેલમાંથી પાછો મળી આવ્યો મોબાઈલ

યાર્ડ 12માં આઠ નંબરની બેરેકમાં કેદી જીવન સોલંકીની શંકાને આધારે કરી હતી પૂછપરછ કેદી જીવણે બેરેકની સામેના ઝાડમાં થડ પાસે જમીનમાં મોબાઇલ સંતાડયાની કરૂ કબૂલાત જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ગુજરાતની જેલોમાંથી આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની ઘટના એ દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,ત્યારે ગઈકાલે વડોદરા ઝડતી સ્કોવર્ડ દ્રારા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે.કેદી જીવણ સહિત ધીરજ, અલ્પેશ અને પાકા કામનો કેદી સતીશ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે જેલ પોલીસે રાવપુરા પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. 20 દિવસ પહેલા સુરેન્દ્રનગરની જેલમાંથી મળ્યા મોબાઈલ સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બેરેક પાસે ગટરમાં કુંડીની અંદર તપાસ કરતા 6 મોબાઇલ મળ્યા હતા. આથી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી. જ્યારે મોબાઇલ FSL તપાસ માટે મોકલાયા હતા. સુરેન્દ્રનગર સબ જેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ટીમ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇનચાર્જ સબજેલર સી.એચ. વાઘમારેને સાથે રાખી જેલમાં ચકાસણી હાથ ધરાઈ હતી. દરમિયાન જેલની પૂર્વ અને દક્ષિણ દિશા તરફની મુખ્ય દીવાલના ખૂણા બાજુમાં આવેલી બેરેકની તપાસ કરાઇ હતી.જેમાં બેરેક નંબર 1 અને 2 પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મહિના અગાઉ વડોદરા જેલમાંથી ફોન મળી આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડ સેલ 4માં કાચા કામના કેદીએ બિસ્તરમાં છેલ્લા 20-25 દિવસથી અનિલ ઉર્ફે એન્થોની, સુનિલ ઉર્ફે અદો અને પાર્થ બાબુલ પરીખે સંતાડવા માટે આપેલ ત્રણ મોબાઇલ ફોન જેલર સહિતના અધિકારીઓ અને ઝડતી સ્ક્વોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ચારેય કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હતા. જેલરે ચાર કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Vadodara News : સેન્ટ્રલ જેલમાંથી પાછો મળી આવ્યો મોબાઈલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાર્ડ 12માં આઠ નંબરની બેરેકમાં કેદી જીવન સોલંકીની શંકાને આધારે કરી હતી પૂછપરછ
  • કેદી જીવણે બેરેકની સામેના ઝાડમાં થડ પાસે જમીનમાં મોબાઇલ સંતાડયાની કરૂ કબૂલાત
  • જેલર દ્વારા ચારેય કેદીઓ સામે રાવપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ગુજરાતની જેલોમાંથી આરોપીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની ઘટના એ દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,ત્યારે ગઈકાલે વડોદરા ઝડતી સ્કોવર્ડ દ્રારા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે.કેદી જીવણ સહિત ધીરજ, અલ્પેશ અને પાકા કામનો કેદી સતીશ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે જેલ પોલીસે રાવપુરા પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

20 દિવસ પહેલા સુરેન્દ્રનગરની જેલમાંથી મળ્યા મોબાઈલ

સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બેરેક પાસે ગટરમાં કુંડીની અંદર તપાસ કરતા 6 મોબાઇલ મળ્યા હતા. આથી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી. જ્યારે મોબાઇલ FSL તપાસ માટે મોકલાયા હતા. સુરેન્દ્રનગર સબ જેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ટીમ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ઇનચાર્જ સબજેલર સી.એચ. વાઘમારેને સાથે રાખી જેલમાં ચકાસણી હાથ ધરાઈ હતી. દરમિયાન જેલની પૂર્વ અને દક્ષિણ દિશા તરફની મુખ્ય દીવાલના ખૂણા બાજુમાં આવેલી બેરેકની તપાસ કરાઇ હતી.જેમાં બેરેક નંબર 1 અને 2 પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

મહિના અગાઉ વડોદરા જેલમાંથી ફોન મળી આવ્યો

વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડ સેલ 4માં કાચા કામના કેદીએ બિસ્તરમાં છેલ્લા 20-25 દિવસથી અનિલ ઉર્ફે એન્થોની, સુનિલ ઉર્ફે અદો અને પાર્થ બાબુલ પરીખે સંતાડવા માટે આપેલ ત્રણ મોબાઇલ ફોન જેલર સહિતના અધિકારીઓ અને ઝડતી સ્ક્વોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ચારેય કેદીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હતા. જેલરે ચાર કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.