C.R.Patilનો જલાલપોર વિધાનસભામાં 26 કિમીનો લાંબો રોડ-શો યોજાયો

નવસારી લોકસભામાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર અલગ અલગ જગ્યાએ સી.આર.પાટીલનું સ્વાગત કરાયું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં જોડાયા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જલાલપોર વિધાનસભા બેઠક પર 26 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો,હજારો કાર્યકર્તા અને મોટા નેતાઓની હાજરીમાં આ રોડ શો ની શરૂઆત કરવામાં આવી હતી,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગામે-ગામ પ્રચારની શરૂઆત ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.આગામી દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પાટીલે 18 એપ્રિલ 2024ના રોજ પણ યોજયો હતો રોડ-શો નવસારી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી. આર. પાટીલ શુક્રવારે ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ગુરુવારે તેમણે નવસારીમાં વિશાળ રોડ શોનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો સાથે આ રોડ શોએ નવસારીમાં જાણે ઉત્સવનું વાતાવરણ સર્જ્યુ હતું. 2009થી નવસારી સીટ લોકસભામાં આવે છે નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. ભાજપે જે તે સમયે સી.આર.પાટીલને ટિકિટ આપી હતી. ત્યારથી અત્યાર સુધી આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે. સી.આર.પાટીલ નવસારી બેઠક પરથી ન માત્ર સતત ત્રણ વખત જીત્યા પરંતુ 2019માં તેઓ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ મેળવનાર નેતા બન્યા હતા. તેમને 6,89,668 મતની લીડ મળી હતી. પાટીલ ચોથી વખત પણ નવસારીથી ચૂંટણી લડી રહ્યાં છે.

C.R.Patilનો જલાલપોર વિધાનસભામાં 26 કિમીનો લાંબો રોડ-શો યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી લોકસભામાં સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર
  • અલગ અલગ જગ્યાએ સી.આર.પાટીલનું સ્વાગત કરાયું
  • મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં જોડાયા

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જલાલપોર વિધાનસભા બેઠક પર 26 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો,હજારો કાર્યકર્તા અને મોટા નેતાઓની હાજરીમાં આ રોડ શો ની શરૂઆત કરવામાં આવી હતી,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે.

ગામે-ગામ પ્રચારની શરૂઆત

ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.આગામી દિવસમાં કાર્યકરો સાથે જીલ્લાના દરેક મતદારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.13 જેટલા માઇનસ બુથોને પ્લસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.


પાટીલે 18 એપ્રિલ 2024ના રોજ પણ યોજયો હતો રોડ-શો

નવસારી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી. આર. પાટીલ શુક્રવારે ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ગુરુવારે તેમણે નવસારીમાં વિશાળ રોડ શોનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો સાથે આ રોડ શોએ નવસારીમાં જાણે ઉત્સવનું વાતાવરણ સર્જ્યુ હતું.


2009થી નવસારી સીટ લોકસભામાં આવે છે

નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. ભાજપે જે તે સમયે સી.આર.પાટીલને ટિકિટ આપી હતી. ત્યારથી અત્યાર સુધી આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે. સી.આર.પાટીલ નવસારી બેઠક પરથી ન માત્ર સતત ત્રણ વખત જીત્યા પરંતુ 2019માં તેઓ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ મેળવનાર નેતા બન્યા હતા. તેમને 6,89,668 મતની લીડ મળી હતી. પાટીલ ચોથી વખત પણ નવસારીથી ચૂંટણી લડી રહ્યાં છે.