Ahmedabad News: લોન આપવાની ના પાડતા મહિલાએ બેંકમાં કરી તોડફોડ

અમદાવાદમાં ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડમહિલાના સાથીદારોએ બેંક મેનેજરને માર માર્યો ગીતા મંદિર બ્રાન્ચની ઘટના બેંકના CCTVમાં કેદ લોન લેવા માટે આજકાલ લોકો અવનવા હથકંડા અપનાવતા હોય છે. પરંતુ જો તેમ છતાં લોન ન મળે તો ઘણીવાર બેંકમાં માથાકૂટ કરતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, આજે અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને બેંક દ્વારા લોન આપવાની ના પાડવામાં આવી તો મહિલાએ પહેલા તો તોડફોડ કરી અને બાદમાં બેંકના મેનેજરને માર પણ મારવામાં આવ્યો. ઘટના છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની જ્યાં એક મહિલા ગ્રાહકે ખાનગી બેંકમાં તોડફોડ કરી હતી. મહિલાએ માત્ર અને માત્ર એટલા માટે બેંક ખાતે બખાળો કર્યો કારણ કે બેંકના મેનેજર દ્વારા તેનો સીબીલ સ્કોર ઓછો હોવાને કારણે તેને લોન આપવાની ના પાડી દીધી. મહિલા દ્વારા તોડફોડનો સમગ્ર ઘટનાક્રમ બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. સિવિલ સ્કોર ઓછો હોવાથી લોન માટે ના પાડતા મહિલા ગ્રાહક દ્વારા પહેલા તો બેંકમાં તોડફોડ કરવામાં આવી અને બાદમાં મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને બેંકમાં જ ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના બંધન બેંકની ગીતા મંદિર બ્રાંચના CCTVમાં કેદ થઈ ગઈ છે. જોકે, હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે. જોકે, સંદેશ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

Ahmedabad News: લોન આપવાની ના પાડતા મહિલાએ બેંકમાં કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ
  • મહિલાના સાથીદારોએ બેંક મેનેજરને માર માર્યો
  • ગીતા મંદિર બ્રાન્ચની ઘટના બેંકના CCTVમાં કેદ

લોન લેવા માટે આજકાલ લોકો અવનવા હથકંડા અપનાવતા હોય છે. પરંતુ જો તેમ છતાં લોન ન મળે તો ઘણીવાર બેંકમાં માથાકૂટ કરતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, આજે અમદાવાદથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને બેંક દ્વારા લોન આપવાની ના પાડવામાં આવી તો મહિલાએ પહેલા તો તોડફોડ કરી અને બાદમાં બેંકના મેનેજરને માર પણ મારવામાં આવ્યો.


ઘટના છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની જ્યાં એક મહિલા ગ્રાહકે ખાનગી બેંકમાં તોડફોડ કરી હતી. મહિલાએ માત્ર અને માત્ર એટલા માટે બેંક ખાતે બખાળો કર્યો કારણ કે બેંકના મેનેજર દ્વારા તેનો સીબીલ સ્કોર ઓછો હોવાને કારણે તેને લોન આપવાની ના પાડી દીધી. મહિલા દ્વારા તોડફોડનો સમગ્ર ઘટનાક્રમ બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

સિવિલ સ્કોર ઓછો હોવાથી લોન માટે ના પાડતા મહિલા ગ્રાહક દ્વારા પહેલા તો બેંકમાં તોડફોડ કરવામાં આવી અને બાદમાં મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને બેંકમાં જ ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના બંધન બેંકની ગીતા મંદિર બ્રાંચના CCTVમાં કેદ થઈ ગઈ છે. જોકે, હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે. જોકે, સંદેશ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.