Ahmedabad News: ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન રામ ભરોસે, સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા

4 આતંકીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક આતંકી ઝડપાયા છતા રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ કાલુપુર રેલવે સ્ટેશનમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન રામ ભરોસે છે. જેમાં ગઇકાલે 4 આતંકીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે. તેમાં આતંકી ઝડપાયા છતા રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા જોવા મળ્યા છે. આતંકવાદી ઝડપાયા બાદ સુરક્ષા વધારવાની જરૂર આતંકવાદી ઝડપાયા બાદ સુરક્ષા વધારવાની જરૂર છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનના ગેટ પર કોઈ તપાસ થતી નથી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોની અવરજવર રહે છે. ગઈકાલે જ અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા છે. તેમજ આતંકીઓના નિશાના પર યહૂદીઓ હોવાનો ખુલાસો થયો છે. તેમાં ખ્રિસ્તીઓ, બીજેપી, RSSના સભ્યો પર હુમલાનો પ્લાન હતો. કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. જેમાં ભીડભાળ હોય તેવા સ્થળને આંતકવાદી ટાર્ગેટ કરતા હોય છે.કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષકર્મીઓની ગેરહાજરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષકર્મીઓની ગેરહાજરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જેમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા લાગ્યા છે. તેમજ એરપોર્ટ પર મળેલા આતંકવાદી બાદ સુરક્ષા અન્ય સ્થળની વધારવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન તોડી પાડ્યા બાદ નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો એક એલિવેટેડ રોડ નેટવર્ક બનાવાશે. વર્ષ 2024 અને 2060 ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે. 16 માળનું બિલ્ડિંગ બનાવાશે.  મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં બે બેઝમેન્ટ બનશે. પહેલા છ માળ પર પાર્કીંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસ બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધા માટે હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે. સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે. જે આખું 35 એકર જમીનની જગ્યામાં બનવાનું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ સર્વે પ્રિ કન્સ્ટ્રક્શન અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું છે.

Ahmedabad News: ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન રામ ભરોસે, સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 આતંકીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક
  • આતંકી ઝડપાયા છતા રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ
  • કાલુપુર રેલવે સ્ટેશનમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા

અમદાવાદનું ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશન રામ ભરોસે છે. જેમાં ગઇકાલે 4 આતંકીઓ ઝડપાયા બાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે. તેમાં આતંકી ઝડપાયા છતા રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા જોવા મળ્યા છે.

આતંકવાદી ઝડપાયા બાદ સુરક્ષા વધારવાની જરૂર

આતંકવાદી ઝડપાયા બાદ સુરક્ષા વધારવાની જરૂર છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનના ગેટ પર કોઈ તપાસ થતી નથી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોની અવરજવર રહે છે. ગઈકાલે જ અમદાવાદ એરપોર્ટથી 4 આતંકી ઝડપાયા છે. તેમજ આતંકીઓના નિશાના પર યહૂદીઓ હોવાનો ખુલાસો થયો છે. તેમાં ખ્રિસ્તીઓ, બીજેપી, RSSના સભ્યો પર હુમલાનો પ્લાન હતો. કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. જેમાં ભીડભાળ હોય તેવા સ્થળને આંતકવાદી ટાર્ગેટ કરતા હોય છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષકર્મીઓની ગેરહાજરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા

કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષકર્મીઓની ગેરહાજરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જેમાં સુરક્ષાકર્મીઓની ઓફિસમાં તાળા લાગ્યા છે. તેમજ એરપોર્ટ પર મળેલા આતંકવાદી બાદ સુરક્ષા અન્ય સ્થળની વધારવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન તોડી પાડ્યા બાદ નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો એક એલિવેટેડ રોડ નેટવર્ક બનાવાશે. વર્ષ 2024 અને 2060 ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે. 16 માળનું બિલ્ડિંગ બનાવાશે.

 મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે

આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં બે બેઝમેન્ટ બનશે. પહેલા છ માળ પર પાર્કીંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસ બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધા માટે હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે.

સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે. જે આખું 35 એકર જમીનની જગ્યામાં બનવાનું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ સર્વે પ્રિ કન્સ્ટ્રક્શન અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર હાલમાં ટેમ્પરરી બેઝ પર એલિવેટેડ પાર્કિંગ બનાવ્યું છે.