Rajkot Game Zone fire Tragedy: અગ્નિકાંડ મામલે સરકારે કરી SITની રચના

રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગતાં 24 લોકોના મોતઆવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી: સીએમ પટેલ મૃતકના પરિજનોને 4 લાખ અને ઇજાગ્રસ્ત ને 50 હજારની સહાયરાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઈ ચૂક્યા છે અને મોતનો આંકડો હજુ વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે તમામ મૃતકો ભડથું થઈ ગયા હતા. તેમની ઓળખ પણ કરવી આશક્ય બની ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. તો હવે આ કરુણાંતિકાને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આગી ગઈ છે.મૃતકોના પરિજનો માટે સહાયની જાહેરાત  રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરવાની જાહેરાત કરી છે. SITની રચના કરવાની જાહેરાતની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આ પ્રકારની ઘટના ફરીથી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તો સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે ઇજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.ગેમઝોનના બે સંચાલકોની અટકાયત તો, રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે જેમાંથી એક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો માલિક હતો જે હાલ ફરાર થઈ ગયો છે. તો પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે TRP ગેમ ઝોનનું માલિક યુવરાજ સિંહ સોલંકી હોવાનું સામે આવ્યું છે જે હાલ ફરાર છે. યુવરાજસિંહ સામે બેદરકારી અને મોતને લઈને કેસ દાખલ કરવામાં આવશે.24 લોકોના મોતનું પુષ્ટિ તો રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોતને ભેટેલા મોટાભાગના બાળકો હતા. તો, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આગ લાગી ત્યારે ગેમઝોનમાં 45 લોકો હાજર હતા. ગેમઝોનના રજિસ્ટરમાં કુલ 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

Rajkot Game Zone fire Tragedy: અગ્નિકાંડ મામલે સરકારે કરી SITની રચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગતાં 24 લોકોના મોત
  • આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી: સીએમ પટેલ
  • મૃતકના પરિજનોને 4 લાખ અને ઇજાગ્રસ્ત ને 50 હજારની સહાય

રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઈ ચૂક્યા છે અને મોતનો આંકડો હજુ વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે તમામ મૃતકો ભડથું થઈ ગયા હતા. તેમની ઓળખ પણ કરવી આશક્ય બની ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું. તો હવે આ કરુણાંતિકાને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આગી ગઈ છે.

મૃતકોના પરિજનો માટે સહાયની જાહેરાત 

રાજકોટ ગેમઝોન આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરવાની જાહેરાત કરી છે. SITની રચના કરવાની જાહેરાતની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આ પ્રકારની ઘટના ફરીથી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તો સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોના પરિજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે ઇજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ગેમઝોનના બે સંચાલકોની અટકાયત 

તો, રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે જેમાંથી એક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો માલિક હતો જે હાલ ફરાર થઈ ગયો છે. તો પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે TRP ગેમ ઝોનનું માલિક યુવરાજ સિંહ સોલંકી હોવાનું સામે આવ્યું છે જે હાલ ફરાર છે. યુવરાજસિંહ સામે બેદરકારી અને મોતને લઈને કેસ દાખલ કરવામાં આવશે.

24 લોકોના મોતનું પુષ્ટિ

તો રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોતને ભેટેલા મોટાભાગના બાળકો હતા. તો, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આગ લાગી ત્યારે ગેમઝોનમાં 45 લોકો હાજર હતા. ગેમઝોનના રજિસ્ટરમાં કુલ 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે.

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.