JEE Exam : બે અલગ-અલગ સેશનમાં 1.90 લાખથી વધુ વિધાર્થીઓ આપશે પરીક્ષા

IIT અને NIT સહિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ JEE એડવાન્સની પરીક્ષા દેશમાં 1 લાખ 90 હજારથી વધારે અને ગુજરાતના 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અમદાવાદ, સુરત, વડોદરા ગાંધીનગર સહિતના સેન્ટર પર પરીક્ષા લેવાશે દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષા યોજાઈ રહી છે. IIT અને NIT જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 1.90 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ગુજરાતના 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દિવસ દરમિયાન બે અલગ-અલગ સેશનમાં પરીક્ષા યોજાશે. વિધાર્થીઓ આપશે પરીક્ષા આજે દેશમાં JEE એડવાન્સની પરીક્ષા યોજાઈ છે. સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી અને બપોરે 2:30થી 5:30 વાગ્યા દરમિયાન બે અલગ-અલગ સેશનમાં JEEની પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યે કેન્દ્ર પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને 8:30 બાદ પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બોપલના TCS કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પહોંચ્યા હતા. JEEના પરિણામ બાદ વિદ્યાર્થીઓ દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત JEE એડવાન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓને એડમીટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ એપ્લિકેશન નંબરની સાથે જન્મ તારીખથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાનું હતું. 27 એપ્રિલથી 7 મે સુધી રજિસ્ટ્રેશન ચાલ્યું હતું. અગાઉ મેઇન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ સરળ સ્ટેપ્સ વડે ભવિષ્યમાં JEEનું ચેક કરો પરિણામ 1-JEE મેન પરીક્ષા 2024 નું પરિણામ જાહેર થયા બાદ તપાસવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે jeemain.nta.ac.in પર જાઓ 2-અહીં તમને JEE Main 2024 પરિણામ નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો. 3-આમ કરવાથી, એક નવું પેજ ખુલશે જેના પર તમારે તમારો JEE મેઈન એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ વગેરે દાખલ કરવાની રહેશે.

JEE Exam : બે અલગ-અલગ સેશનમાં 1.90 લાખથી વધુ વિધાર્થીઓ આપશે પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • IIT અને NIT સહિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ JEE એડવાન્સની પરીક્ષા
  • દેશમાં 1 લાખ 90 હજારથી વધારે અને ગુજરાતના 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • અમદાવાદ, સુરત, વડોદરા ગાંધીનગર સહિતના સેન્ટર પર પરીક્ષા લેવાશે

દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષા યોજાઈ રહી છે. IIT અને NIT જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 1.90 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ગુજરાતના 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દિવસ દરમિયાન બે અલગ-અલગ સેશનમાં પરીક્ષા યોજાશે.

વિધાર્થીઓ આપશે પરીક્ષા

આજે દેશમાં JEE એડવાન્સની પરીક્ષા યોજાઈ છે. સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી અને બપોરે 2:30થી 5:30 વાગ્યા દરમિયાન બે અલગ-અલગ સેશનમાં JEEની પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યે કેન્દ્ર પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને 8:30 બાદ પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બોપલના TCS કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પહોંચ્યા હતા. JEEના પરિણામ બાદ વિદ્યાર્થીઓ દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકશે.

પરીક્ષા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

JEE એડવાન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓને એડમીટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ એપ્લિકેશન નંબરની સાથે જન્મ તારીખથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાનું હતું. 27 એપ્રિલથી 7 મે સુધી રજિસ્ટ્રેશન ચાલ્યું હતું. અગાઉ મેઇન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ સરળ સ્ટેપ્સ વડે ભવિષ્યમાં JEEનું ચેક કરો પરિણામ

1-JEE મેન પરીક્ષા 2024 નું પરિણામ જાહેર થયા બાદ તપાસવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે jeemain.nta.ac.in પર જાઓ

2-અહીં તમને JEE Main 2024 પરિણામ નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.

3-આમ કરવાથી, એક નવું પેજ ખુલશે જેના પર તમારે તમારો JEE મેઈન એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ વગેરે દાખલ કરવાની રહેશે.