AMC દ્રારા Ahmedabadના તમામ ગેમીંગ ઝોનની તપાસ કરી રાજયસરકારને સોપાશે રીપોર્ટ

AMC દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવાઇ ત્રણ ટીમ દ્વારા 6 સભ્યો કરશે તપાસ AMC દ્વારા અમદાવાદના 12 સ્થળ ડિટેક્ટ કરાયા શહેરના તમામ ગેમિંગ ઝોનમાં તાત્કાલિક બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. ફાયર,એસ્ટેટ અને ઈલેક્ટ્રિક વિભાગની ટીમો દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરશે તે બાદ જ ગેમિંગ ઝોન ખોલવાની સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે સિંધુ ભવન પર આવેલ ફન બ્લાસ્ટમાં તપાસ કરવામાં આવી હતી.એએમસી દ્રારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં 6 સભ્યો તપાસ કરશે અને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.ટોરેન્ટના અધિકારી,પોલીસ અધિકારી,રિવેન્યુ અધિકારી પણ જોડાશે તપાસમાં તો જો કોઇ ક્ષતિ જણાશે તો તરત જ ગેમ ઝોનને કરશે સીલ. AMC સફાળુ જાગ્યું રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ અમદાવાદ ફાયરબ્રિગેડ સફાળું જાગી ગયું છે. સિંધુ ભવનમાં આવેલા ફન બ્લાસ્ટમાં ફાયર વિભાગના ડીવાયએમસી વિપુલ ઠક્કર, ચીફ ફાયર ઓફિસર તથા ફાયર મેન દ્વારા ચેકિંગ હાથધરવામાં આવ્યું હતુ. જેમાં તમામ ફાયર સેફ્ટી નોમ્સની ચકાસણી કર્યા બાદ સંચાલકો જોડે સ્થળ પર રહી ઈલેક્ટ્રિક વિભાગના અધિકારીઓએને પણ બોલાવી તપાસ કરાવી હતી. એટલુ જ નહીં ફાયર સેફ્ટી તથા ફાયર એનઓસીની ચકાસણી પણ કરી હતી. કોર્પોરેશન દ્વારા ચેકીંગ હાથ ધરાયું તેમજ આગ લાગે ત્યારે ઈમરજન્સી એક્ઝીટ કેટલા છે તેમજ લોકોને ઝડપી બહાર કેવી રીતે કાઢી શકાય તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.અમદાવાદમાં ગોતામાં ફન બ્લાસ્ટમાં પહેલા એક વખત આગ લાગી ચૂકી હતી. તેમજ તાજેતરમાં જ ટીઆરપી મોલમાં આગ લાગી હતી. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતર્કતા રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં 6 ગેમઝોન પાસે ફાયર NOC નહી રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવ્યું છે,ચીફ ફાયર ઓફીસ દ્રારા તમામ અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર 16 ગેમઝોન આવેલા છે તે તમામ ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે,તો તપાસ દરમિયાન કઈ પણ ખામી નિકળશે તો તાત્કાલિક તે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ગેમઝોન પાસે ફાયરની NOC નથી.

AMC દ્રારા Ahmedabadના તમામ ગેમીંગ ઝોનની તપાસ કરી રાજયસરકારને સોપાશે રીપોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMC દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવાઇ
  • ત્રણ ટીમ દ્વારા 6 સભ્યો કરશે તપાસ
  • AMC દ્વારા અમદાવાદના 12 સ્થળ ડિટેક્ટ કરાયા

શહેરના તમામ ગેમિંગ ઝોનમાં તાત્કાલિક બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. ફાયર,એસ્ટેટ અને ઈલેક્ટ્રિક વિભાગની ટીમો દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરશે તે બાદ જ ગેમિંગ ઝોન ખોલવાની સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે સિંધુ ભવન પર આવેલ ફન બ્લાસ્ટમાં તપાસ કરવામાં આવી હતી.એએમસી દ્રારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં 6 સભ્યો તપાસ કરશે અને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.ટોરેન્ટના અધિકારી,પોલીસ અધિકારી,રિવેન્યુ અધિકારી પણ જોડાશે તપાસમાં તો જો કોઇ ક્ષતિ જણાશે તો તરત જ ગેમ ઝોનને કરશે સીલ.

AMC સફાળુ જાગ્યું

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ અમદાવાદ ફાયરબ્રિગેડ સફાળું જાગી ગયું છે. સિંધુ ભવનમાં આવેલા ફન બ્લાસ્ટમાં ફાયર વિભાગના ડીવાયએમસી વિપુલ ઠક્કર, ચીફ ફાયર ઓફિસર તથા ફાયર મેન દ્વારા ચેકિંગ હાથધરવામાં આવ્યું હતુ. જેમાં તમામ ફાયર સેફ્ટી નોમ્સની ચકાસણી કર્યા બાદ સંચાલકો જોડે સ્થળ પર રહી ઈલેક્ટ્રિક વિભાગના અધિકારીઓએને પણ બોલાવી તપાસ કરાવી હતી. એટલુ જ નહીં ફાયર સેફ્ટી તથા ફાયર એનઓસીની ચકાસણી પણ કરી હતી.

કોર્પોરેશન દ્વારા ચેકીંગ હાથ ધરાયું

તેમજ આગ લાગે ત્યારે ઈમરજન્સી એક્ઝીટ કેટલા છે તેમજ લોકોને ઝડપી બહાર કેવી રીતે કાઢી શકાય તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.અમદાવાદમાં ગોતામાં ફન બ્લાસ્ટમાં પહેલા એક વખત આગ લાગી ચૂકી હતી. તેમજ તાજેતરમાં જ ટીઆરપી મોલમાં આગ લાગી હતી. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતર્કતા રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતમાં 6 ગેમઝોન પાસે ફાયર NOC નહી

રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવ્યું છે,ચીફ ફાયર ઓફીસ દ્રારા તમામ અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર 16 ગેમઝોન આવેલા છે તે તમામ ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે,તો તપાસ દરમિયાન કઈ પણ ખામી નિકળશે તો તાત્કાલિક તે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ગેમઝોન પાસે ફાયરની NOC નથી.