Mehsana News : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા ભરપૂર વખાણ

ભાજપનું બુથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ : કિરીટ પટેલ કોંગ્રેસના કાર્યકર્તાઓને ધારાસભ્ય કિરીટ પટેલની અપીલ કોગ્રેસના કાર્યક્રતાઓ બુથ લેવલની જવાબદારી સારી રીતે નિભાવજો: કિરીટ પટેલ ગુજરાત કોગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના વખાણ કર્યા હતા.તેમનું કહેવુ છે કે ભાજપનું બુથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ છે,અગાઉ ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યા ત્યારે 1500 જણા હતા આજે 10 હજાર જેટલાં લોકો છો.ભાજપ ભલે રોડ પર ના દેખાતી હોય ભલે મંડપમાં ના દેખાતી હોય પણ તેમનું બુથ મેનેજમેન્ટ ખુબ પાવર ફૂલ છે,અગાઉ પણ કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી.લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ વખાણ શું સૂચવે છે તે તો અગામી સમય જ બતાવશે. કિરીટ પટેલે શું કહ્યું કોગ્રેસના ઉમેદવારોને કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ઉમેદવારી પત્ર ભર્યા બાદ જન આશીર્વાદ સંમેલન યોજાયું હતુ જેમાં કિરીટ પટેલે કોગ્રેસના ઉમેદવારોને સલાહ આપી હતી અને કીધુ કે,તમે તમારા ગામની ચિંતા કરજો બાજુ વાળા ગામની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી,બીજાના ખેતરની ખબર રાખશો તો આપણું ખેતર પણ જતુ રહેશે,મોટી સંખ્યામાં ભેગા થયા એ જોઈ ફુલાવવાની જરૂર નથી,વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરાવીએ એ આપણી ખરી મહેનત છે. કિરીટ પટેલ સમયે પાટીદાર આંદોલન વખતે થયો હતો કેસ પાટીદાર આંદોલન સમયે વર્ષ 2015ના ઓગસ્ટ મહિનામાં પાટણની એમ.કે. સ્કૂલમાં થયેલી તોડફોડના કેસમાં પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 2018માં બી સમરી ભરવામાં આવી હતી. જે નામંજૂર કરી પાટણ કોર્ટ દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલ, શૈલેષ પટેલ, દિલીપ પટેલ અને નિકુંજ પટેલ સામેની ફરિયાદ અંગે પ્રોસેસ ઈસ્યુ કરવાનો આદેશ કરીને આ કેસને ક્રિમિનલ કેસ તરીકે રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો હતો. આથી આ કેસ પાટણની કોર્ટમાં ક્રિમિનલ કેસ તરીકે ચાલશે. આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, કોર્ટના આ હુકમને અમે ઉપલી કોર્ટમાં પડકારીશું અને કાયદાકીય લડત આપીશું. ગુજરાતમાં કોગ્રેસના 13 ધારાસભ્યો 182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે જે સમ ખાવા પુરતા 13 ધારાસભ્યો બચ્યા છે. તેને પણ તમે જાણી લો. અમે આપને કોંગ્રેસના બચેલા ધારાસભ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કે, ન જાણે બચેલા 13માંથી કોણ ખરી પડે?હવે કોંગ્રેસ પાસે જે ધારાસભ્યો છે તેમાં, વાવથી ગેનીબહેન ઠાકોર, દાંતાથી કાંતિ ખરાડી, વડગામથી જીજ્ઞેશ મેવાણી, કાંકરેજથી અમૃતજી ઠાકોર, ચાણસ્માથી દિનેશ ઠાકોર, પાટણથી કિરીટ પટેલ, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સોમનાથથી વિમલ ચુડાસમા, આંકલાવથી અમિત ચાવડા, લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ અને વાંસદાથી અનંત પટેલનો સમાવેશ થાય છે.

Mehsana News : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા ભરપૂર વખાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપનું બુથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ : કિરીટ પટેલ
  • કોંગ્રેસના કાર્યકર્તાઓને ધારાસભ્ય કિરીટ પટેલની અપીલ
  • કોગ્રેસના કાર્યક્રતાઓ બુથ લેવલની જવાબદારી સારી રીતે નિભાવજો: કિરીટ પટેલ

ગુજરાત કોગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના વખાણ કર્યા હતા.તેમનું કહેવુ છે કે ભાજપનું બુથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ છે,અગાઉ ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યા ત્યારે 1500 જણા હતા આજે 10 હજાર જેટલાં લોકો છો.ભાજપ ભલે રોડ પર ના દેખાતી હોય ભલે મંડપમાં ના દેખાતી હોય પણ તેમનું બુથ મેનેજમેન્ટ ખુબ પાવર ફૂલ છે,અગાઉ પણ કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી.લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ વખાણ શું સૂચવે છે તે તો અગામી સમય જ બતાવશે.

કિરીટ પટેલે શું કહ્યું કોગ્રેસના ઉમેદવારોને

કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ઉમેદવારી પત્ર ભર્યા બાદ જન આશીર્વાદ સંમેલન યોજાયું હતુ જેમાં કિરીટ પટેલે કોગ્રેસના ઉમેદવારોને સલાહ આપી હતી અને કીધુ કે,તમે તમારા ગામની ચિંતા કરજો બાજુ વાળા ગામની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી,બીજાના ખેતરની ખબર રાખશો તો આપણું ખેતર પણ જતુ રહેશે,મોટી સંખ્યામાં ભેગા થયા એ જોઈ ફુલાવવાની જરૂર નથી,વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરાવીએ એ આપણી ખરી મહેનત છે.

કિરીટ પટેલ સમયે પાટીદાર આંદોલન વખતે થયો હતો કેસ

પાટીદાર આંદોલન સમયે વર્ષ 2015ના ઓગસ્ટ મહિનામાં પાટણની એમ.કે. સ્કૂલમાં થયેલી તોડફોડના કેસમાં પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 2018માં બી સમરી ભરવામાં આવી હતી. જે નામંજૂર કરી પાટણ કોર્ટ દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલ, શૈલેષ પટેલ, દિલીપ પટેલ અને નિકુંજ પટેલ સામેની ફરિયાદ અંગે પ્રોસેસ ઈસ્યુ કરવાનો આદેશ કરીને આ કેસને ક્રિમિનલ કેસ તરીકે રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો હતો. આથી આ કેસ પાટણની કોર્ટમાં ક્રિમિનલ કેસ તરીકે ચાલશે. આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, કોર્ટના આ હુકમને અમે ઉપલી કોર્ટમાં પડકારીશું અને કાયદાકીય લડત આપીશું.

ગુજરાતમાં કોગ્રેસના 13 ધારાસભ્યો

182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે જે સમ ખાવા પુરતા 13 ધારાસભ્યો બચ્યા છે. તેને પણ તમે જાણી લો. અમે આપને કોંગ્રેસના બચેલા ધારાસભ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કે, ન જાણે બચેલા 13માંથી કોણ ખરી પડે?હવે કોંગ્રેસ પાસે જે ધારાસભ્યો છે તેમાં, વાવથી ગેનીબહેન ઠાકોર, દાંતાથી કાંતિ ખરાડી, વડગામથી જીજ્ઞેશ મેવાણી, કાંકરેજથી અમૃતજી ઠાકોર, ચાણસ્માથી દિનેશ ઠાકોર, પાટણથી કિરીટ પટેલ, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સોમનાથથી વિમલ ચુડાસમા, આંકલાવથી અમિત ચાવડા, લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ અને વાંસદાથી અનંત પટેલનો સમાવેશ થાય છે.