Gujarat News: RTE એડમિશન માટે આજથી બીજો રાઉન્ડ શરૂ થયો

આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2,35,389 ફૉર્મ ભરાયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરાશે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે RTE એડમિશન માટે આજથી બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 8 હજાર ખાલી બેઠકો માટે બીજો રાઉન્ડ શરૂ થતા જે બાળકોને શાળામાં પ્રવેશ નથી મળ્યો તે ફરી સ્કૂલની પસંદગી કરી શકશે. તેમાં 8 મે સુધી સ્કૂલની પુનઃપસંગીનો સમય અપાયો છે. તેમજ આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2,35,389 ફૉર્મ ભરાયા છે. 8,563 બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાઈ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી 8,563 બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ નહોતો ફાળવાયો તેવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. બીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત શુક્રવારથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે. RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રથમ રાઉન્ડના અંતે 5,191 બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ 39,979 વિદ્યાર્થીઓ પૈકી 36,607 વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા હતા. જ્યારે 3,372 બેઠકો ખાલી પડી હતી. આમ, પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરાશે અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 3 મે, 2024થી 8 મે, 2024 સુધીમાં RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

Gujarat News: RTE એડમિશન માટે આજથી બીજો રાઉન્ડ શરૂ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2,35,389 ફૉર્મ ભરાયા
  • એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરાશે
  • પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે

RTE એડમિશન માટે આજથી બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 8 હજાર ખાલી બેઠકો માટે બીજો રાઉન્ડ શરૂ થતા જે બાળકોને શાળામાં પ્રવેશ નથી મળ્યો તે ફરી સ્કૂલની પસંદગી કરી શકશે. તેમાં 8 મે સુધી સ્કૂલની પુનઃપસંગીનો સમય અપાયો છે. તેમજ આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2,35,389 ફૉર્મ ભરાયા છે.

8,563 બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાઈ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી 8,563 બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ નહોતો ફાળવાયો તેવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. બીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત શુક્રવારથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે. RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે

પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રથમ રાઉન્ડના અંતે 5,191 બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ 39,979 વિદ્યાર્થીઓ પૈકી 36,607 વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા હતા. જ્યારે 3,372 બેઠકો ખાલી પડી હતી. આમ, પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે.

એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરાશે

અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 3 મે, 2024થી 8 મે, 2024 સુધીમાં RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.