Vadodara News : સ્માર્ટ મીટરને લઈ વિવાદ યથાવત,ગ્રાહકને 54 હજારનું બિલ આવ્યું

વડોદરામાં સ્માર્ટ મીટરને લઇ વિવાદ યથાવત ગતરોજથી રિચાર્જની એપ્લિકેશન પણ થઈ બંધ નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટનો બનાવ વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ વિવાદ વધ્યો છે.નિઝામપુરાના અવનીશ એપોર્ટમેન્ટમાં એક ગ્રાહકને રૂપિયા 54 હજારનું બિલ આવતા ખળભળાટ મચી ગયો છે,સ્થાનિકોની માંગ છે કે,જુના મીટર પરત આપવામાં આવે તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,વધુ બિલને લઈ MGVCLની ઓફીસ જઈએ છે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી. 22 મે 2024ના રોજ ગ્રાહકને આવ્યું અધધ બિલ શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCLપર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ 9,24,254 રુપિયા બિલ આવ્યુ છે. હંગામી ધોરણે લેવાયો નિર્ણય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ દિવસ દિવસે વધવાને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે. MGVCLએ નિર્ણય લીધો છે કે ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરવામાં આવશે.જો કે હાલમાં સ્માર્ટ મીટર સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ લગાવામાં આવશે. આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપ બાદ આ નિણર્ય હંગામી ધોરણે લીધો છે. દાહોદમાં પણ મીટરનો વિરોધ ગોધરા શહેરમા અત્યાર સુધીમા 7000 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ સ્માર્ટ મીટરમાં પડતી મુશ્કેલીઓ અને ટેકનિકલ ખામીને લઈ રોજેરોજ વીજ ગ્રાહકોના ટોળેટોળા MGVCL કચેરી ખાતે દોડી આવે છે અને સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાવવા માટેની માંગ કરવામાં આવે છે,આ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ થઈ હતી. અધિકારીઓ અનુસાર, કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં 17 લાખ નવાં સ્માર્ટ મીટર લગાવાશે.  

Vadodara News : સ્માર્ટ મીટરને લઈ વિવાદ યથાવત,ગ્રાહકને 54 હજારનું બિલ આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં સ્માર્ટ મીટરને લઇ વિવાદ યથાવત
  • ગતરોજથી રિચાર્જની એપ્લિકેશન પણ થઈ બંધ
  • નિઝામપુરાના અવનીશ એપાર્ટમેન્ટનો બનાવ

વડોદરામાં સ્માર્ટ મીટરને લઈ વિવાદ વધ્યો છે.નિઝામપુરાના અવનીશ એપોર્ટમેન્ટમાં એક ગ્રાહકને રૂપિયા 54 હજારનું બિલ આવતા ખળભળાટ મચી ગયો છે,સ્થાનિકોની માંગ છે કે,જુના મીટર પરત આપવામાં આવે તો સ્થાનિકોનો આક્ષેપ છે કે,વધુ બિલને લઈ MGVCLની ઓફીસ જઈએ છે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી.

22 મે 2024ના રોજ ગ્રાહકને આવ્યું અધધ બિલ

શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCLપર મોટો આક્ષેપ કર્યો છે. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500થી બે હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ 9,24,254 રુપિયા બિલ આવ્યુ છે.

હંગામી ધોરણે લેવાયો નિર્ણય

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ દિવસ દિવસે વધવાને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે. MGVCLએ નિર્ણય લીધો છે કે ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરવામાં આવશે.જો કે હાલમાં સ્માર્ટ મીટર સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ લગાવામાં આવશે. આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપ બાદ આ નિણર્ય હંગામી ધોરણે લીધો છે.

દાહોદમાં પણ મીટરનો વિરોધ

ગોધરા શહેરમા અત્યાર સુધીમા 7000 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ સ્માર્ટ મીટરમાં પડતી મુશ્કેલીઓ અને ટેકનિકલ ખામીને લઈ રોજેરોજ વીજ ગ્રાહકોના ટોળેટોળા MGVCL કચેરી ખાતે દોડી આવે છે અને સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાવવા માટેની માંગ કરવામાં આવે છે,આ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ થઈ હતી. અધિકારીઓ અનુસાર, કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં 17 લાખ નવાં સ્માર્ટ મીટર લગાવાશે.