Modasa નકલી સિંચાઈ કચેરી ઝડપાયાના એક માસ બાદ માત્ર તપાસ ચાલી રહી

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને એક કમિટી રચાઈ હતીરહેણાંક વિસ્તારમાંથી વિવિધ દસ્તાવેજો, કોમ્પ્યૂટર સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ હતી  પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટિ રચી તપાસ શરૂ કરવામાં આવી હતી મોડાસા શહેરના રહેણાંક વિસ્તારમાંથી ગત 22મે ના રોજ સિંચાઈ કચેરીનુ લગતું સાહિત્ય,કોમ્પ્યુટર સહિતના અનેક દસ્તાવેજો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ જગ્યાએ કથિત નકલી કચેરી ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટિ રચી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે તપાસ શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી જવા છતાં કંઈ બહાર આવી શક્યુ નથી અને અધિકારીઓ માત્ર તપાસ ચાલુ છે તેવું રટણ કરી રહ્યા છે. મોડાસા શહેરના તિરૂપતિ રાજ બંગ્લોઝમાં સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલ અધિકારીના રહેણાંક જગ્યાએથી કથિત નકલી કચેરી મળી આવી હતી. રહેણાંક મકાનમાં સિંચાઈ કચેરીની જેમ જ કામ થતુ હોવાના આક્ષેપો થયા હતા અને ભાજપ સમર્પિત બાયડના ધારાસભ્યએ જ સમગ્ર ભાંડો ફોડયો હતો. કથિત નકલી કચેરીમાંથી ગ્રામ પંચાયતોના તળાવો ઉંડા કરવાના ઠરાવો તેમજ સરકારના મંજૂરી પત્રો પણ મળી આવ્યા હતા. ત્યાંથી કોમ્પ્યુટર,પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો અને સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટિની રચના કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ કમિટિમાં,નાયબ કાર્યપાલક ઈજનેર,વિભાગીય હિસાબી કર્મચારી અને કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારીનો સમાવેશ કરી તપાસ શરૂ કરાઈ હતી પરંતુ આજે કથિત નકલી કચેરી ઝડપાયાને એક મહિનો થશે. તેમ છતાંય તપાસ પુરી થઈ નથી અને તપાસ અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે. ત્યારે એવી તો કેવી તપાસ ચાલી રહી છે કે જેનો એક મહિના બાદ પણ અંત આવ્યો નથી તેવા સવાલો થઈ રહ્યા છે.

Modasa નકલી સિંચાઈ કચેરી ઝડપાયાના એક માસ બાદ માત્ર તપાસ ચાલી રહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને એક કમિટી રચાઈ હતી
  • રહેણાંક વિસ્તારમાંથી વિવિધ દસ્તાવેજો, કોમ્પ્યૂટર સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ હતી
  •  પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટિ રચી તપાસ શરૂ કરવામાં આવી હતી

મોડાસા શહેરના રહેણાંક વિસ્તારમાંથી ગત 22મે ના રોજ સિંચાઈ કચેરીનુ લગતું સાહિત્ય,કોમ્પ્યુટર સહિતના અનેક દસ્તાવેજો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

આ જગ્યાએ કથિત નકલી કચેરી ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પ્રકારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટિ રચી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે તપાસ શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી જવા છતાં કંઈ બહાર આવી શક્યુ નથી અને અધિકારીઓ માત્ર તપાસ ચાલુ છે તેવું રટણ કરી રહ્યા છે.

મોડાસા શહેરના તિરૂપતિ રાજ બંગ્લોઝમાં સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલ અધિકારીના રહેણાંક જગ્યાએથી કથિત નકલી કચેરી મળી આવી હતી. રહેણાંક મકાનમાં સિંચાઈ કચેરીની જેમ જ કામ થતુ હોવાના આક્ષેપો થયા હતા અને ભાજપ સમર્પિત બાયડના ધારાસભ્યએ જ સમગ્ર ભાંડો ફોડયો હતો.

કથિત નકલી કચેરીમાંથી ગ્રામ પંચાયતોના તળાવો ઉંડા કરવાના ઠરાવો તેમજ સરકારના મંજૂરી પત્રો પણ મળી આવ્યા હતા. ત્યાંથી કોમ્પ્યુટર,પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો અને સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટિની રચના કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ કમિટિમાં,નાયબ કાર્યપાલક ઈજનેર,વિભાગીય હિસાબી કર્મચારી અને કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારીનો સમાવેશ કરી તપાસ શરૂ કરાઈ હતી પરંતુ આજે કથિત નકલી કચેરી ઝડપાયાને એક મહિનો થશે. તેમ છતાંય તપાસ પુરી થઈ નથી અને તપાસ અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે. ત્યારે એવી તો કેવી તપાસ ચાલી રહી છે કે જેનો એક મહિના બાદ પણ અંત આવ્યો નથી તેવા સવાલો થઈ રહ્યા છે.