Surat News : મૌલાનાની ધરપકડ મુદ્દે તપાસ તેજ,મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં

પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો આરોપી મોલાના સુહેલ ની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતાહિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મૌલાના 24-મે સુધી રિમાન્ડ પર છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ કેટલાંક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો. પાકિસ્તાનના ડોગર અને યૂ-ટ્યૂબર સાથે સંપર્કમાં રહેતો હતો. દેશ વિરોધી કૃત્ય કરતો રઝા 24 મે સુધી પોલીસના રિમાન્ડ પર છે. પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો આરોપી મૌલાના સોહેલની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા. યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતા. મહારાષ્ટ્રનો આરોપી રઝા FY BSC સુધી ભણ્યો છે. સુરતમાં જે લોકો કટ્ટરવાદી હતા, તેઓનું બ્રેનવોશ કરવાનો પ્રયાસ કરતા હતા. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે આરોપી રઝા ઉશ્કેરતો હતો. 

Surat News : મૌલાનાની ધરપકડ મુદ્દે તપાસ તેજ,મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો
  • આરોપી મોલાના સુહેલ ની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા
  • યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતા

હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મૌલાના 24-મે સુધી રિમાન્ડ પર છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ કેટલાંક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે.


મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો


મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો. પાકિસ્તાનના ડોગર અને યૂ-ટ્યૂબર સાથે સંપર્કમાં રહેતો હતો. દેશ વિરોધી કૃત્ય કરતો રઝા 24 મે સુધી પોલીસના રિમાન્ડ પર છે.


પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો


આરોપી મૌલાના સોહેલની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા. યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતા. મહારાષ્ટ્રનો આરોપી રઝા FY BSC સુધી ભણ્યો છે. સુરતમાં જે લોકો કટ્ટરવાદી હતા, તેઓનું બ્રેનવોશ કરવાનો પ્રયાસ કરતા હતા. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે આરોપી રઝા ઉશ્કેરતો હતો.