Himatnagarના Gamdi ગામે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસની ગાડી સળગાવી જુઓ Video

પોલીસે ટીયર ગેસના 20 સેલ છોડયા રેન્જ IG સહિતના પોલીસ કાફલાએ મામલો પાડયો શાંત ગામડી ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કર્યો હતો. અકસ્માતમાં રાહદારીનું મોત થતા ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી.સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર પુરપાટ ઝડપે જતા વાહને ગામના વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસનુ વાહન સળગાવ્યું આ ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો.આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ બાનમાં લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ડીવાયએસપીની ગાડીને આગ લગાડવામાં આવી હતી.તો પોલીસે પણ ગ્રામજનોને દૂર કરવા ટીયરગેસના સેલ છોડયા હતા. પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા પથ્થરમારો થતા પોલીસ પણ થોડી વાર માટે સ્તબધ થઈ ગઈ હતી,તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર મામલે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપવા માટેની કામગીરી હાથધરી છે,આ ઘટના બનતા રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનોને દુખે છે પેટ કુટે છે માથુ સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું છે. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી છે અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Himatnagarના Gamdi ગામે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસની ગાડી સળગાવી જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે ટીયર ગેસના 20 સેલ છોડયા
  • રેન્જ IG સહિતના પોલીસ કાફલાએ મામલો પાડયો શાંત
  • ગામડી ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કર્યો હતો. અકસ્માતમાં રાહદારીનું મોત થતા ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી.સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર પુરપાટ ઝડપે જતા વાહને ગામના વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

પોલીસનુ વાહન સળગાવ્યું

આ ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો.આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ બાનમાં લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ડીવાયએસપીની ગાડીને આગ લગાડવામાં આવી હતી.તો પોલીસે પણ ગ્રામજનોને દૂર કરવા ટીયરગેસના સેલ છોડયા હતા.


પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા

પથ્થરમારો થતા પોલીસ પણ થોડી વાર માટે સ્તબધ થઈ ગઈ હતી,તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,સમગ્ર મામલે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપવા માટેની કામગીરી હાથધરી છે,આ ઘટના બનતા રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


ગ્રામજનોને દુખે છે પેટ કુટે છે માથુ

સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું છે. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી છે અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.