વડોદરામાં સ્વાઈન ફલૂથી એક વૃદ્ધાનું મોત,બે દર્દીઓ સારવાર હેઠળ

વૃદ્ધાને તાવ, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં હતી તકલીફ ખાનગી હોસ્પિટલ બાદ વૃદ્ધાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા ગોત્રી હોસ્પિટલમાં ભરૂચ અને છોટાઉદેપુરના બે દર્દીઓ હાલ સારવાર હેઠળ શહેરમાં સ્વાઈન ફ્લૂને પગલે પ્રથમ મોત ગોત્રી હોસ્પિટલમાં નોંધાયું છે. 67 વર્ષનાં વૃદ્ધાને ગત રવિવારે દાખલ કરાયાં હતાં, તેમનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતું. જ્યારે વધુ બે દર્દીઓને સ્વાઈન ફ્લૂ માટે ગોત્રી હોસ્પિટલમાં શુક્રવારે દાખલ કરાયા છે. જેમાં છોટાઉદેપુરની 52 વર્ષની મહિલા અને ભરૂચના 32 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં પણ ગુરુવારે શિનોરની એક વર્ષની બાળકીને કોરોના અને સ્વાઈન ફ્લૂ બંને પોઝિટિવ આવતાં આઈસોલેશનમાં સારવાર હેઠળ રખાઈ છે. અકોટામાં રહેતા હતા વૃદ્ધ વડોદરાના અકોટામાં રહેતા મહિલા વૃદ્ધે આજે સ્વાઈનફલૂની બિમારીથી અંતિમ શ્વાસ લીધા હતા,તેઓ છેલ્લા એક અઠવાડીયા કરતા પણ વધુ સમયથી બિમાર હતા,તો પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો,તો તંત્ર દ્વારા પણ આસપાસના સ્થાનિકોના સ્વાસ્થ્યની તપાસ હાથધરી છે. ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે તફાવત ડૉ. કિશોર સમજાવે છે કે ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે. ડૉક્ટરની સલાહ લો જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.

વડોદરામાં સ્વાઈન ફલૂથી એક વૃદ્ધાનું મોત,બે દર્દીઓ સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૃદ્ધાને તાવ, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં હતી તકલીફ
  • ખાનગી હોસ્પિટલ બાદ વૃદ્ધાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા હતા
  • ગોત્રી હોસ્પિટલમાં ભરૂચ અને છોટાઉદેપુરના બે દર્દીઓ હાલ સારવાર હેઠળ

શહેરમાં સ્વાઈન ફ્લૂને પગલે પ્રથમ મોત ગોત્રી હોસ્પિટલમાં નોંધાયું છે. 67 વર્ષનાં વૃદ્ધાને ગત રવિવારે દાખલ કરાયાં હતાં, તેમનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતું. જ્યારે વધુ બે દર્દીઓને સ્વાઈન ફ્લૂ માટે ગોત્રી હોસ્પિટલમાં શુક્રવારે દાખલ કરાયા છે. જેમાં છોટાઉદેપુરની 52 વર્ષની મહિલા અને ભરૂચના 32 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં પણ ગુરુવારે શિનોરની એક વર્ષની બાળકીને કોરોના અને સ્વાઈન ફ્લૂ બંને પોઝિટિવ આવતાં આઈસોલેશનમાં સારવાર હેઠળ રખાઈ છે.

અકોટામાં રહેતા હતા વૃદ્ધ

વડોદરાના અકોટામાં રહેતા મહિલા વૃદ્ધે આજે સ્વાઈનફલૂની બિમારીથી અંતિમ શ્વાસ લીધા હતા,તેઓ છેલ્લા એક અઠવાડીયા કરતા પણ વધુ સમયથી બિમાર હતા,તો પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો,તો તંત્ર દ્વારા પણ આસપાસના સ્થાનિકોના સ્વાસ્થ્યની તપાસ હાથધરી છે.

ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે તફાવત

ડૉ. કિશોર સમજાવે છે કે ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.