Vaghodiya બેઠક પર પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે

વાઘોડિયા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશેમધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છેમધુ શ્રીવાસ્તવની પુત્ર પણ અપક્ષ ઉમેદવારી કરશે વાઘોડિયા બેઠક પરથી વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. આ વચ્ચે હવે ફરી આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ નિશ્ચિત છે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે અને આવતીકાલે નામાંકન ભરશે. જ્યાં ભાજપ કોંગ્રસ પછી અપક્ષ પણ ઉમેદવારી નોંધાવશે. નોંધનીય છેકે, અપક્ષ તરીકે લડનાર મધુ શ્રીવાસ્તવને અન્ય સમાજ અને ક્ષત્રિય સમાજ મતદાન કરે તો જીત પણ મળી શકે છે.વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ તરફ દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હારી ગયા હતા. ત્યારે ફરી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ ચૂંટણી લડશે તેવી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. આવતીકાલે તેઓ નામાંકન ભરતાની સાથે વાઘોડિયા બેઠક ફરી એકવાર રસપ્રદ જંગ જોવા મળશે. વડોદરા ગ્રામ્યની વાઘોડિયા વિધાનસભા બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા લગભગ 1.25 લાખને પર છે. સાથે સ્ત્રી મતદારોની સંખ્યા 1.18 લાખથી વધુ છે. આ બેઠક વડોદરા તાલુકાના અમુક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે

Vaghodiya બેઠક પર પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાઘોડિયા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે
  • મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે
  • મધુ શ્રીવાસ્તવની પુત્ર પણ અપક્ષ ઉમેદવારી કરશે
વાઘોડિયા બેઠક પરથી વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. આ વચ્ચે હવે ફરી આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ નિશ્ચિત છે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે અને આવતીકાલે નામાંકન ભરશે. જ્યાં ભાજપ કોંગ્રસ પછી અપક્ષ પણ ઉમેદવારી નોંધાવશે.

નોંધનીય છેકે, અપક્ષ તરીકે લડનાર મધુ શ્રીવાસ્તવને અન્ય સમાજ અને ક્ષત્રિય સમાજ મતદાન કરે તો જીત પણ મળી શકે છે.વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આ તરફ દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હારી ગયા હતા. ત્યારે ફરી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ ચૂંટણી લડશે તેવી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. આવતીકાલે તેઓ નામાંકન ભરતાની સાથે વાઘોડિયા બેઠક ફરી એકવાર રસપ્રદ જંગ જોવા મળશે.

વડોદરા ગ્રામ્યની વાઘોડિયા વિધાનસભા બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા લગભગ 1.25 લાખને પર છે. સાથે સ્ત્રી મતદારોની સંખ્યા 1.18 લાખથી વધુ છે. આ બેઠક વડોદરા તાલુકાના અમુક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે