Devbhumi Dwarka News: શનિ જયંતી નિમિત્તે હાથલા શનિમંદિર ખાતે ઉમટી પડ્યા ભક્તો

દેશભરના શનિમંદિરોમાં શનિ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇહાથલા ગામ શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે ભક્તોએ કર્યા નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પ્રતિમાના દર્શન આજરોજ શનિ જયંતી નિમિત્તે સમગ્ર દેશની સાથે સાથે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરએ ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, શનિ દેવના દર્શન માટે સમગ્ર જિલ્લા સહિત દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે. આજરોજ શનિવાર જયંતી હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ પુરા દેશ માંથી શનિભકતો ઉમટી પડયા હતા, અને શનિદેવના દર્શન માટે વહેલી સવાર થી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારત ભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવ ની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોઈ છે ત્યારે દૂર-દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહયા હતા. અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુ ઓ શની દેવ નીં કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. હાથલાના શનિદેવ મંદિર ના અવશેષો 1500 વર્ષથી પણ જુના છે.અહીં આવેલા ભક્તો શનિદેવતા ની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરતા હોઈ છે.આજરોજ શનિ જયંતી હોય અંદાજે 1 લાખ થી વધુ ભક્તો અહીં પહોચી રહ્યા છે અને વહેલી સવારે ત્રણ વાગ્યા થી જ લાંબી કતારો લાગી હતી. તો આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજન ની પણ વ્યવસ્થા અહી કરવામાં આવી હતી.

Devbhumi Dwarka News: શનિ જયંતી નિમિત્તે હાથલા શનિમંદિર ખાતે ઉમટી પડ્યા ભક્તો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરના શનિમંદિરોમાં શનિ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ
  • હાથલા ગામ શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે
  • ભક્તોએ કર્યા નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પ્રતિમાના દર્શન

આજરોજ શનિ જયંતી નિમિત્તે સમગ્ર દેશની સાથે સાથે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરએ ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, શનિ દેવના દર્શન માટે સમગ્ર જિલ્લા સહિત દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતીના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે.


આજરોજ શનિવાર જયંતી હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ પુરા દેશ માંથી શનિભકતો ઉમટી પડયા હતા, અને શનિદેવના દર્શન માટે વહેલી સવાર થી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારત ભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવ ની કૃપા પ્રાપ્ત કરવા પધારતા હોઈ છે ત્યારે દૂર-દૂરથી આવતા ભક્તો અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહયા હતા.


અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુ ઓ શની દેવ નીં કૃપા પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. હાથલાના શનિદેવ મંદિર ના અવશેષો 1500 વર્ષથી પણ જુના છે.અહીં આવેલા ભક્તો શનિદેવતા ની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરતા હોઈ છે.આજરોજ શનિ જયંતી હોય અંદાજે 1 લાખ થી વધુ ભક્તો અહીં પહોચી રહ્યા છે અને વહેલી સવારે ત્રણ વાગ્યા થી જ લાંબી કતારો લાગી હતી. તો આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજન ની પણ વ્યવસ્થા અહી કરવામાં આવી હતી.