Narmada: પેટ્રોલ પંપ પર લાગી અચાનક આગ, બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત, અફરાતફરીનો માહોલ

જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટનાઆગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાઈપ બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન બની આ ઘટના રાજપીપળાના કેવડીયા માર્ગ પર આવતા જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટના બની છે. પેટ્રોલ પંપ પર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત પંપ ઉપર મેઈન્ટેનન્સની કામગીરી ચાલતી હતી અને અચાનક આગ લાગતા તેમાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાઈપ બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આગની ઘટના બની હતી. જો કે મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 3 દિવસ પહેલા નિકોલમાં આગ લાગતા બેના થયા હતા મોત નિકોલના અરીહંત એસ્ટેટમાં 3 દિવસ પહેલા આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે કામદારોના મોત થયા હતા. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. ત્યારે પ્રાથમિક રીતે બોઈલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.

Narmada: પેટ્રોલ પંપ પર લાગી અચાનક આગ, બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત, અફરાતફરીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટના
  • આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો
  • અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાઈપ બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન બની આ ઘટના

રાજપીપળાના કેવડીયા માર્ગ પર આવતા જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગની ઘટના બની છે. પેટ્રોલ પંપ પર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

આગ લાગતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત

પંપ ઉપર મેઈન્ટેનન્સની કામગીરી ચાલતી હતી અને અચાનક આગ લાગતા તેમાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાઈપ બદલવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આગની ઘટના બની હતી. જો કે મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

3 દિવસ પહેલા નિકોલમાં આગ લાગતા બેના થયા હતા મોત

નિકોલના અરીહંત એસ્ટેટમાં 3 દિવસ પહેલા આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે કામદારોના મોત થયા હતા. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. ત્યારે પ્રાથમિક રીતે બોઈલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.