Gujarat Weather: રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી આગાહી

4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ આવશે પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે. તેમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ આવશે. તેમજ વડોદરા, આણંદ, ભરૂચ, નડીયાદમાં વરસાદની આગાહી કરાઇ છે. આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તેમજ ભાવનગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. મે મહિનો પૂરો થતા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવ્યું છે. રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો છે. 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. તો ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે.

Gujarat Weather: રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની આગાહી
  • અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ આવશે
  • પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે. તેમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ આવશે. તેમજ વડોદરા, આણંદ, ભરૂચ, નડીયાદમાં વરસાદની આગાહી કરાઇ છે.

આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે

આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તેમજ ભાવનગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. મે મહિનો પૂરો થતા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવ્યું છે. રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો છે. 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. તો ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે.