Mehsana rain: કડીમાં મેઘરાજા મન મુકીને વરસ્યાં,વાહન ચાલકો માટે અંડર પાસ બંધ

કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાકડી-થોળ રોડ પર અંડર પાસમાં પાણી ભરાયાં મહેસાણાના ગ્રામ્ય વિસ્તારો  મેઘરાજા મન મુકીને વરસ્યા છે. કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કડી - થોળ રોડ પર અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પાણી થઇ ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારી અને સ્થાનિકોને હાલાકી ભોગવી રહ્યા છે.કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યાહવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા કડી - થોળ રોડ પર અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકો માટે અંડર પાસ બંધ કરાયો છે. કરણનગર રોડ, ભાગ્યોદય રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારી અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.કલોલના પૂર્વ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યોગાંધીનગરમાં આવેલા કલોલના પૂર્વ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો હતો. ભુવામાં ગાય ખાબકતા જેસીબીથી બહાર કઢાઈ હતી. મોટા ભુવામાં રાત્રિના સમયે રાહદારીઓને જોખમ હોવા છતા તંત્રની આંખ આડે કાન હોય તેવું લાગી રહ્યું છે. રસ્તામાં પડેલો આ ભૂવો વાહનચાલક કે રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટના બને તો જવાબદાર કોણ તેવી સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગની શું છે આગાહી? ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના ચારેય ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આાગાહી છે તેની પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

Mehsana rain: કડીમાં મેઘરાજા મન મુકીને વરસ્યાં,વાહન ચાલકો માટે અંડર પાસ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • કડી-થોળ રોડ પર અંડર પાસમાં પાણી ભરાયાં 

મહેસાણાના ગ્રામ્ય વિસ્તારો  મેઘરાજા મન મુકીને વરસ્યા છે. કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કડી - થોળ રોડ પર અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પાણી થઇ ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારી અને સ્થાનિકોને હાલાકી ભોગવી રહ્યા છે.

કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા

હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં કડી શહેરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા કડી - થોળ રોડ પર અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકો માટે અંડર પાસ બંધ કરાયો છે. કરણનગર રોડ, ભાગ્યોદય રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો, રાહદારી અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કલોલના પૂર્વ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો

ગાંધીનગરમાં આવેલા કલોલના પૂર્વ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો હતો. ભુવામાં ગાય ખાબકતા જેસીબીથી બહાર કઢાઈ હતી. મોટા ભુવામાં રાત્રિના સમયે રાહદારીઓને જોખમ હોવા છતા તંત્રની આંખ આડે કાન હોય તેવું લાગી રહ્યું છે. રસ્તામાં પડેલો આ ભૂવો વાહનચાલક કે રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટના બને તો જવાબદાર કોણ તેવી સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગની શું છે આગાહી?

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના ચારેય ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આાગાહી છે તેની પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.