સાયલા-ચોટીલા હાઈવે પર 24 કલાકમાં બીજો ગોઝારો અકસ્માત, 2 ના મોત

કારે બે યુવકને અડફેટે લેતા બંને યુવકના મોત યુવકોને સારવાર મળે તે પહેલાં જ મોત બંને યુવક રોડ પરથી પસાર થતાં કારે લીધા અડફેટે રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સાયલા-ચોટીલા હાઈવે પર 24 કલાકમાં બીજો ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બપોરના સમયે સાયલા-ચોટીલા હાઇવેના ડોળીયા બાઉન્ડ્રી પાસે કારે ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી નજીક ફુલ સ્પીડમાં આવતી કારે બે યુવકોને અડફેટમાં લીધા છે અને જેના કારણે બંને યુવકોના સ્થળ પર જ મોત થયા છે. જે પછી બંને યુવાનોની લાશોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.મોડી રાત્રે પણ અકસ્માત થયો હતો જોકે નોંધનીય છેકે, 24 કલાકમાં હાઇવે પર ચાર જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. આ અગાઉ શનિવારે મોડી રાત્રે તેમાં કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા છે તથા 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો.

સાયલા-ચોટીલા હાઈવે પર 24 કલાકમાં બીજો ગોઝારો અકસ્માત, 2 ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કારે બે યુવકને અડફેટે લેતા બંને યુવકના મોત
  • યુવકોને સારવાર મળે તે પહેલાં જ મોત
  • બંને યુવક રોડ પરથી પસાર થતાં કારે લીધા અડફેટે

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સાયલા-ચોટીલા હાઈવે પર 24 કલાકમાં બીજો ગોઝારો અકસ્માત થયો છે. જેમાં બપોરના સમયે સાયલા-ચોટીલા હાઇવેના ડોળીયા બાઉન્ડ્રી પાસે કારે ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી નજીક ફુલ સ્પીડમાં આવતી કારે બે યુવકોને અડફેટમાં લીધા છે અને જેના કારણે બંને યુવકોના સ્થળ પર જ મોત થયા છે. જે પછી બંને યુવાનોની લાશોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મોડી રાત્રે પણ અકસ્માત થયો હતો

જોકે નોંધનીય છેકે, 24 કલાકમાં હાઇવે પર ચાર જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. આ અગાઉ શનિવારે મોડી રાત્રે તેમાં કાર પલ્ટી ખાઇ જતા 2 લોકોના મોત થયા છે તથા 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા.

રોડ પર પડેલ મૃત પશુને કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો.