Loksabha Election: સાણંદની રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શણગારેલી ટ્રકમાં સવાર થયા

પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ-શો અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે અમદાવાદમાં આજે અમિત શાહે રોડ-શો કરી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જેમાં પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ-શો કરશે. તેમાં સાણંદથી રોડ શોની શરૂઆત કરી છે. તથા બપોર બાદ સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો કરશે. તેમજ સાંજે વેજલપુરમાં રોડ શો કરશે. સાણંદમાં પહેલી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું છે, પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ પહોંચ્યા છે. કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે. ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભો પહેરી આવ્યા છે. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવી રહ્યું છે. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહનારેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે પહોંચી રહી છે. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી છે.રોડ શો બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે રોડ શો બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. અમિત શાહ અંદાજે 14 કિમીનો રોડ શો કરશે. જેમાં 5 લાખ લોકોને પ્રત્યક્ષ મુલાકાત કરી શકે એ રીતે ભાજપે આયોજન કર્યું છે. આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે મુખ્યમંત્રીથી લઈ સાંસદ અને પ્રભારી મયંક નાયકથી લઈ ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે અમિત શાહ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે. સાણંદ રોડ શો રૂટ: સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન. તેમજ સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી અમિતભાઈ શાહના રોડ શોની શરૂઆત થશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવારે 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે.

Loksabha Election: સાણંદની રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી શણગારેલી ટ્રકમાં સવાર થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ-શો 
  • અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે
  • 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે

અમદાવાદમાં આજે અમિત શાહે રોડ-શો કરી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. જેમાં પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ-શો કરશે. તેમાં સાણંદથી રોડ શોની શરૂઆત કરી છે. તથા બપોર બાદ સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો કરશે. તેમજ સાંજે વેજલપુરમાં રોડ શો કરશે. સાણંદમાં પહેલી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું છે, પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ પહોંચ્યા છે. 

કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો 

કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે. ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભો પહેરી આવ્યા છે. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવી રહ્યું છે. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહનારેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે પહોંચી રહી છે. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી છે.

રોડ શો બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

રોડ શો બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. અમિત શાહ અંદાજે 14 કિમીનો રોડ શો કરશે. જેમાં 5 લાખ લોકોને પ્રત્યક્ષ મુલાકાત કરી શકે એ રીતે ભાજપે આયોજન કર્યું છે. આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે મુખ્યમંત્રીથી લઈ સાંસદ અને પ્રભારી મયંક નાયકથી લઈ ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે

અમિત શાહ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે. સાણંદ રોડ શો રૂટ: સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન. તેમજ સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી અમિતભાઈ શાહના રોડ શોની શરૂઆત થશે.

19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવારે 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે.