Ahmedabad News: 43 જેટલી ઘરફોડ ચોરીઓનો માસ્ટર માઇન્ડ આખરે ઝડપાયો

નારણપુરા પોલીસ દ્વારા બે ઘરફોડ ચોરોની ધરપકડબંનેની ધરપકડ થતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા ત્રીજા આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળ અમદાવાદમા ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આખા શહેરમાં 43 જેટલા ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનો ખુલાસો થયો છે. આ રીઢા ઘરફોડ ચોર પોતાની ગેંગ બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. નારણપુરા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપી ધરપકડ કરી છે. નારણપુરા પોલીસ દ્વારા આરોપી વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજય ઠાકુરની ઘરફોડ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કુખ્યાત રીઢા ઘરફોડ ચોરે નારણપુરા વિસ્તારમાં આવેલી ફેન્ડ્સ કોલોનીમાં એક મકાનમાં ઘૂસીને સોના-ચાંદીનાં દાગીના સહિત રોકડ મળીને કુલ 24.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ઝોન-1 LCB અને નારાણપુર પોલીસ સયુંકત તપાસ કરીને CCTV ફૂટેજના આધારે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરીના દાગીના અને મોબાઈલ સહિત 15.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ વિજય ઉર્ફે સંદીપ મકવાણા દાણીલીમડાનો રહેવાસી છે અને પોતાની ઓળખ બદલીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. વર્ષ 1995 થી આરોપી વિજય ગુનાખોરીમાં જંપલાવ્યું હતું અને 29 વર્ષમાં આરોપી વિજયે 43 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે, નારણપુરા ઘરફોડ ચોરીની ધટનાની વાત કરીએ તો આરોપી વિજય અને ચતુરસિંગ બોપલમાં એક નોકરી દરમિયાન પરિચયમાં આવ્યા હતા. જ્યાં, આરોપી ચતુરસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે અને વિજય મકવાણા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આરોપી ચતુરસિંગ વિજયની ઘરફોડ ચોરીના કૃત્ય વિશે જાણતો હતો. જેથી પૈસાની જરૂરિયાત માટે ચતુર સિંગે વિજયને ઘરફોડ ચોરીની ટીપ આપી હતી. જોકે થોડા સમય પહેલા નારણપુરા ફ્રેન્ડ્સ કોલોની સામે આવેલી એક સોસાયટીમાં ચતુર સિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જ્યાં એક મકાન બંધ હોવાની ટીપ વિજયને આપી હતી. ત્યારબાદ, આરોપી વિજય અને તેના અન્ય સાથીદાર અતુલને લઈને ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ એક બીજાને વહેંચી દીધો હતો. આ મુદ્દામાલને આરોપીઓ વેચવા માટે નીકળતા જ પોલીસે બાતમીનાં આધારે ઝડપી લીધા હતા. નારણપુરા પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે, વોન્ટેડ આરોપી અતુલની શોધખોળ શરૂ કરી છે. ત્યારે, આરોપી વિજય સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad News: 43 જેટલી ઘરફોડ ચોરીઓનો માસ્ટર માઇન્ડ આખરે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નારણપુરા પોલીસ દ્વારા બે ઘરફોડ ચોરોની ધરપકડ
  • બંનેની ધરપકડ થતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા
  • ત્રીજા આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળ

અમદાવાદમા ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આખા શહેરમાં 43 જેટલા ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યો હોવાનો ખુલાસો થયો છે. આ રીઢા ઘરફોડ ચોર પોતાની ગેંગ બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. નારણપુરા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપી ધરપકડ કરી છે.

નારણપુરા પોલીસ દ્વારા આરોપી વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજય ઠાકુરની ઘરફોડ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કુખ્યાત રીઢા ઘરફોડ ચોરે નારણપુરા વિસ્તારમાં આવેલી ફેન્ડ્સ કોલોનીમાં એક મકાનમાં ઘૂસીને સોના-ચાંદીનાં દાગીના સહિત રોકડ મળીને કુલ 24.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ઝોન-1 LCB અને નારાણપુર પોલીસ સયુંકત તપાસ કરીને CCTV ફૂટેજના આધારે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરીના દાગીના અને મોબાઈલ સહિત 15.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


ઘરફોડ ચોરીનો માસ્ટર માઇન્ડ વિજય ઉર્ફે સંદીપ મકવાણા દાણીલીમડાનો રહેવાસી છે અને પોતાની ઓળખ બદલીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. વર્ષ 1995 થી આરોપી વિજય ગુનાખોરીમાં જંપલાવ્યું હતું અને 29 વર્ષમાં આરોપી વિજયે 43 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે, નારણપુરા ઘરફોડ ચોરીની ધટનાની વાત કરીએ તો આરોપી વિજય અને ચતુરસિંગ બોપલમાં એક નોકરી દરમિયાન પરિચયમાં આવ્યા હતા. જ્યાં, આરોપી ચતુરસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે અને વિજય મકવાણા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આરોપી ચતુરસિંગ વિજયની ઘરફોડ ચોરીના કૃત્ય વિશે જાણતો હતો. જેથી પૈસાની જરૂરિયાત માટે ચતુર સિંગે વિજયને ઘરફોડ ચોરીની ટીપ આપી હતી.


જોકે થોડા સમય પહેલા નારણપુરા ફ્રેન્ડ્સ કોલોની સામે આવેલી એક સોસાયટીમાં ચતુર સિંગ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જ્યાં એક મકાન બંધ હોવાની ટીપ વિજયને આપી હતી. ત્યારબાદ, આરોપી વિજય અને તેના અન્ય સાથીદાર અતુલને લઈને ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ એક બીજાને વહેંચી દીધો હતો. આ મુદ્દામાલને આરોપીઓ વેચવા માટે નીકળતા જ પોલીસે બાતમીનાં આધારે ઝડપી લીધા હતા.

નારણપુરા પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે, વોન્ટેડ આરોપી અતુલની શોધખોળ શરૂ કરી છે. ત્યારે, આરોપી વિજય સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.