ધારી પોલીસ મથકમાં 4 શખ્સોએ બઘડાટી બોલાવી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી

પ્રોહિબિશનનો ગુનો પોલીસે નોંધતા મામલો બીચક્યો : ફોજદારની ચેમ્બરની બહાર જ બનાવ બન્યો, : પોલીસે ચારેય સામે પગલા લઈ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી અમરેલી, : ધારીમાં સબંધી પર પ્રોહિબિશનનો ગુન્હો નોંધવાનાને લઇને એક જ પરિવારની મહિલાઓ સહિત ચાર શખ્સો ઘૂસી આવ્યા હતા અને પીઆઈ ની ચેમ્બર બહાર જ બઘડાટી બોલાવી હતી. અને હાજર પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.જિલ્લામાં પોલીસનો ખોફ રહ્યો નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. કારણ કે રાજુલા પંથકમાં ગત દિવસોમાં પોલીસ પર તડીપાર ના આરોપી દ્વારા હુમલા બાદ આ નવા બનાવને લઈને પ્રાપ્ત માહિતી પ્રમાણે,ધારી પોલીસ મથક ખાતે એક પરિવારના 4 લોકો ઘૂસી આવ્યા હતા જેમાં ત્રણ પુરુષો અને એક મહિલાએ મળીને બઘડાટી બોલાવી હતી .તેમના સંબંધી પર ધારી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ને લઇને કેસ કરવામાં આવેલ હોય અને જે બાબતે મનદુઃખ રાખીને સૂર્યકાંતભાઈ અમૃતલાલ વિસાણી,નીસર્ગભાઈ સૂર્યકાંત ભાઈ વિસાણી,ધર્મેશભાઈ ભટ્ટી રહે.રાજકોટ,નિકિતબેન સુર્યકાંત ભાઈ વીસાણી રહે.ચિતલ રોડ,અમરેલી પીઆઈ ની ચેમ્બર બહાર જેમ ફાવે તેમ જોર જોરથી ગાળો બોલી તેમજ પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ મનુભાઈ માંગાની સાથે જપા જપી કરો અને જાહેરમાં ગાળો બોલી તેમજ ગાળો આપી કોન્સ્ટેબલ તેમજ અન્ય સ્ટાફ ની ફરજમાં કાયદેસર રૂકાવટ કરી અને સરકારી પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને હાની પંહોચડવા ની ધમકી પણ આપી હતી. આ બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ હતી જેને લઇને ધારી પોલીસ મથક ખાતે ચારેય શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિત ની અન્ય કલમો હેઠળ ગુન્હો દાખલ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારી પોલીસ મથકમાં 4 શખ્સોએ બઘડાટી બોલાવી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પ્રોહિબિશનનો ગુનો પોલીસે નોંધતા મામલો બીચક્યો : ફોજદારની ચેમ્બરની બહાર જ બનાવ બન્યો, : પોલીસે ચારેય સામે પગલા લઈ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી 

અમરેલી, : ધારીમાં સબંધી પર પ્રોહિબિશનનો ગુન્હો નોંધવાનાને લઇને એક જ પરિવારની મહિલાઓ સહિત ચાર શખ્સો ઘૂસી આવ્યા હતા અને પીઆઈ ની ચેમ્બર બહાર જ બઘડાટી બોલાવી હતી. અને હાજર પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.

જિલ્લામાં પોલીસનો ખોફ રહ્યો નથી તેવી ઘટનાઓ સામે આવી રહી છે. કારણ કે રાજુલા પંથકમાં ગત દિવસોમાં પોલીસ પર તડીપાર ના આરોપી દ્વારા હુમલા બાદ આ નવા બનાવને લઈને પ્રાપ્ત માહિતી પ્રમાણે,ધારી પોલીસ મથક ખાતે એક પરિવારના 4 લોકો ઘૂસી આવ્યા હતા જેમાં ત્રણ પુરુષો અને એક મહિલાએ મળીને બઘડાટી બોલાવી હતી .તેમના સંબંધી પર ધારી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ને લઇને કેસ કરવામાં આવેલ હોય અને જે બાબતે મનદુઃખ રાખીને સૂર્યકાંતભાઈ અમૃતલાલ વિસાણી,નીસર્ગભાઈ સૂર્યકાંત ભાઈ વિસાણી,ધર્મેશભાઈ ભટ્ટી રહે.રાજકોટ,નિકિતબેન સુર્યકાંત ભાઈ વીસાણી રહે.ચિતલ રોડ,અમરેલી પીઆઈ ની ચેમ્બર બહાર જેમ ફાવે તેમ જોર જોરથી ગાળો બોલી તેમજ પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ મનુભાઈ માંગાની સાથે જપા જપી કરો અને જાહેરમાં ગાળો બોલી તેમજ ગાળો આપી કોન્સ્ટેબલ તેમજ અન્ય સ્ટાફ ની ફરજમાં કાયદેસર રૂકાવટ કરી અને સરકારી પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓને હાની પંહોચડવા ની ધમકી પણ આપી હતી. આ બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ હતી જેને લઇને ધારી પોલીસ મથક ખાતે ચારેય શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિત ની અન્ય કલમો હેઠળ ગુન્હો દાખલ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.