યાત્રાધામ ચાંદોદ પાસે નંદેરીયા ખાતે ગંગા સપ્તમીએ શ્રદ્ધાળુઓ ઊમટયાં

નંદીકેશ્વર ઉપજ્યોર્તિલિંગ મહાદેવની પૂજા-અર્ચના કરાઇગંગા સપ્તમીએ નર્મદા સ્નાનનું પુરાણો-ઉપનિષદોમાં વર્ણવાયેલું મહત્વ ચાંદોદ ખાતે ગંગા સપ્તમીએ લોકો સ્નાન કરવા ઊમટયા હતા. યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરીયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાવંત તિથિએ ગંગા-નર્મદા ના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી  ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળો છે નર્મદા તટે મહાદેવજી અને દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાં ચાંદોદ પાસેના નંદેરીયા ગામે નંદીની આરાધના થી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદીકેશ્વર ઉપ જ્યોતિર્લિગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે વિદ્યામાન છે.  ત્યારે આ નંદીકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે સ્વયં માં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિ વર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારી ને પોતાનામાં લદાયેલા પાપો માંથી મુક્તિ મેળવે છે  ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પર પાંચમાંથી શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદીકેશ્વર મહાદેવજીના દર્શનનો કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા ગુજરાત સહિત દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરીયા પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી

યાત્રાધામ ચાંદોદ પાસે નંદેરીયા ખાતે ગંગા સપ્તમીએ શ્રદ્ધાળુઓ ઊમટયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નંદીકેશ્વર ઉપજ્યોર્તિલિંગ મહાદેવની પૂજા-અર્ચના કરાઇ
  • ગંગા સપ્તમીએ નર્મદા સ્નાનનું પુરાણો-ઉપનિષદોમાં વર્ણવાયેલું મહત્વ
  • ચાંદોદ ખાતે ગંગા સપ્તમીએ લોકો સ્નાન કરવા ઊમટયા હતા.

યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરીયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની મહિમાવંત તિથિએ ગંગા-નર્મદા ના બેવડા સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી

 ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ભારત દેશમાં અનેક તીર્થ સ્થળો છે નર્મદા તટે મહાદેવજી અને દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાં ચાંદોદ પાસેના નંદેરીયા ગામે નંદીની આરાધના થી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદીકેશ્વર ઉપ જ્યોતિર્લિગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે વિદ્યામાન છે.

 ત્યારે આ નંદીકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે સ્વયં માં

ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિ વર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારી ને પોતાનામાં લદાયેલા પાપો માંથી મુક્તિ મેળવે છે

 ત્યારે આજે વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાતમના દિને ગુજરાત સહિત પર પાંચમાંથી શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્થાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદીકેશ્વર મહાદેવજીના દર્શનનો કરી શ્રદ્ધાળુઓ કૃતાર્થ થયા હતા ગુજરાત સહિત દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો માટે પરમ પૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી મહારાજ સહિત નંદેરીયા પંચાયત અને ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ હતી