નસવાડી તાલુકાના કરમદી ગામે ટાંકી હોવાછતાં પાણીનાં ધાંધિયા

વૉટરવકર્સની ટાંકી પાછળના વિસ્તારમાં પાણી નથી પહોંચતુંગ્રા. પંચાયતના સરપંચને લોકોની વારંવાર ફરિયાદ છતા પરિણામ શૂન્ય કરમદી ગામે નલ સે જલ યોજનાના શોભાના ગાંઠિયા જેવા નળ. નસવાડી તાલુકાના કરમદી ગામે વોટરવર્કસની ટાંકીમાં પાણી હોવા છતાં પાછલા ફ્ળિયાના 30 જેટલા મકાનોને પાણીની લાઈન તૂટી જવાના કારણે પાણી મળતું નથી. જયારે નલ સે જલમાં એક પણ ટીપું પાણી આવતું નથી. જયારે ગ્રામ પંચાયતના સરપંચને આ ફ્ળિયાના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં લાઈન રીપેર કરાતી નથી. ગ્રામ પંચાયતના અંધેર વહીવટના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. કરમદી ગામે 4 જેટલા ફ્ળિયા છે જેમાં પાછલા ફ્ળિયા ના 30 જેટલા મકાન પાણીની સમસ્યાથી ઝઝૂમે છે વોટરવર્કસ ની ટાંકીની નજીક આ ફ્ળિયું આવેલું છે ટાંકી ભરાય છે બીજા વિસ્તારો ની પાણીની લાઈનમાં પાણી જાય છે પરંતુ પાછલા ફ્ળિયાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હોય પાણી આવતું નથી. ફ્ળિયાના લોકોએ વારંવાર તલાટી અને સરપંચને લાઈન રીપેર કરવા રજૂઆત કરવા છતાં લાઈન રીપેર થતી નથી ગ્રામ પંચાયત સત્તાધીશો પાણી વેરો, ઘરવેરો ઉઘરાવે છે પરંતુ પ્રજાના મૂળભૂત અધિકાર પાણીની સુવિધા પુરી પાડવામાં બેદરકારી રાખે છે આ ફ્ળિયા ના લોકો હેંડપંપ સીંચી ને પાણી ભરવાનો પ્રયાસ કરે છે પરંતુ હેંડપંપ ના સ્તળ નીચા જતારહેતા અમુક વાર પાણી હેંડપંપ માં થી પાણી આવતું બંધ થઇ જાય છે જયારે ગ્રામ જનો નો આક્ષેપ છે કે સરકારે સુવિધા ઉભી કરી આપી છે પરંતુ પંચાયત ની બેદરકારી ના કારણે અમારે દુઃખ ભોગવવું પડે છે. સંજયભાઈ પરોત્તમ ભાઈ ના જણાવ્યા મુજબ અમારા ઘરે ઘરે નલ સે જલ યોજનામાં નળ મુકવામાં આવ્યા પરંતુ આ નળો માં પાણી આવ્યું નથી

નસવાડી તાલુકાના કરમદી ગામે ટાંકી હોવાછતાં પાણીનાં ધાંધિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૉટરવકર્સની ટાંકી પાછળના વિસ્તારમાં પાણી નથી પહોંચતું
  • ગ્રા. પંચાયતના સરપંચને લોકોની વારંવાર ફરિયાદ છતા પરિણામ શૂન્ય
  • કરમદી ગામે નલ સે જલ યોજનાના શોભાના ગાંઠિયા જેવા નળ.

નસવાડી તાલુકાના કરમદી ગામે વોટરવર્કસની ટાંકીમાં પાણી હોવા છતાં પાછલા ફ્ળિયાના 30 જેટલા મકાનોને પાણીની લાઈન તૂટી જવાના કારણે પાણી મળતું નથી. જયારે નલ સે જલમાં એક પણ ટીપું પાણી આવતું નથી. જયારે ગ્રામ પંચાયતના સરપંચને આ ફ્ળિયાના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં લાઈન રીપેર કરાતી નથી. ગ્રામ પંચાયતના અંધેર વહીવટના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

કરમદી ગામે 4 જેટલા ફ્ળિયા છે જેમાં પાછલા ફ્ળિયા ના 30 જેટલા મકાન પાણીની સમસ્યાથી ઝઝૂમે છે વોટરવર્કસ ની ટાંકીની નજીક આ ફ્ળિયું આવેલું છે ટાંકી ભરાય છે બીજા વિસ્તારો ની પાણીની લાઈનમાં પાણી જાય છે પરંતુ પાછલા ફ્ળિયાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હોય પાણી આવતું નથી. ફ્ળિયાના લોકોએ વારંવાર તલાટી અને સરપંચને લાઈન રીપેર કરવા રજૂઆત કરવા છતાં લાઈન રીપેર થતી નથી ગ્રામ પંચાયત સત્તાધીશો પાણી વેરો, ઘરવેરો ઉઘરાવે છે પરંતુ પ્રજાના મૂળભૂત અધિકાર પાણીની સુવિધા પુરી પાડવામાં બેદરકારી રાખે છે આ ફ્ળિયા ના લોકો હેંડપંપ સીંચી ને પાણી ભરવાનો પ્રયાસ કરે છે પરંતુ હેંડપંપ ના સ્તળ નીચા જતારહેતા અમુક વાર પાણી હેંડપંપ માં થી પાણી આવતું બંધ થઇ જાય છે જયારે ગ્રામ જનો નો આક્ષેપ છે કે સરકારે સુવિધા ઉભી કરી આપી છે પરંતુ પંચાયત ની બેદરકારી ના કારણે અમારે દુઃખ ભોગવવું પડે છે. સંજયભાઈ પરોત્તમ ભાઈ ના જણાવ્યા મુજબ અમારા ઘરે ઘરે નલ સે જલ યોજનામાં નળ મુકવામાં આવ્યા પરંતુ આ નળો માં પાણી આવ્યું નથી