RupalaVsKshtriya: યુદ્ધના નગારા વાગી ચૂક્યા, લડ્યા સિવાય છૂટકો નથી :ક્ષત્રિય સમાજ

ક્ષત્રિય કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલાનું નિવેદન‘આવતીકાલથી રામ રાજ્ય લાવવા કાર્યક્રમ થશે’ગામે ગામ 12.39 કલાકે મહા આરતી કરાશેઃ સુખદેવસિંહરાજકોટમાં આજે ક્ષત્રિયોના વિવાદો વચ્ચે આખરે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે. જેના સાથે જ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પણ વિરોધનો સૂર ઉગ્ર બની રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે, લડ્યા સિવાય છૂટકો નથી. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે આજે રાજકોટમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જે પછી ક્ષત્રિય સમાજે નિવેદન આપતાં કહ્યું કે, આવતીકાલથી રામ રાજ્ય લાવવા કાર્યક્રમ થશે. આંદોલનમાં ઉત્સાહ માટે કાર્યક્રમો કરવામાં આવશે અને તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવશે આ સાથે જ આવતીકાલથી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જેના અંગે ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે, ગામે ગામ 12.39 કલાકે મહા આરતી કરાશે. દરેક ગામોમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ દરેક સમાજના લોકોને જોડવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. પીટી જાડેજાએ પાર્ટ-2ની ચીમકી આપી જ્યારે બીજી તરફ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી. અમને એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો. જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ. સમાજ જે કહે તે અમે કરીશું. સમાજની એક જ માગ છે માફી નહિ. જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે. અમદાવાદ ગોતા ખાતે પહેલા મીટીંગ કરશે પછી પાર્ટ ટુ શરૂ થશે. 

RupalaVsKshtriya: યુદ્ધના નગારા વાગી ચૂક્યા, લડ્યા સિવાય છૂટકો નથી :ક્ષત્રિય સમાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલાનું નિવેદન
  • ‘આવતીકાલથી રામ રાજ્ય લાવવા કાર્યક્રમ થશે’
  • ગામે ગામ 12.39 કલાકે મહા આરતી કરાશેઃ સુખદેવસિંહ
રાજકોટમાં આજે ક્ષત્રિયોના વિવાદો વચ્ચે આખરે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે. જેના સાથે જ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પણ વિરોધનો સૂર ઉગ્ર બની રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય કોર કમિટીના સભ્ય સુખદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે, લડ્યા સિવાય છૂટકો નથી.

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે આજે રાજકોટમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જે પછી ક્ષત્રિય સમાજે નિવેદન આપતાં કહ્યું કે, આવતીકાલથી રામ રાજ્ય લાવવા કાર્યક્રમ થશે. આંદોલનમાં ઉત્સાહ માટે કાર્યક્રમો કરવામાં આવશે અને તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

દરેક ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવશે
આ સાથે જ આવતીકાલથી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જેના અંગે ક્ષત્રિય આગેવાને જણાવ્યું કે, ગામે ગામ 12.39 કલાકે મહા આરતી કરાશે. દરેક ગામોમાં શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ દરેક સમાજના લોકોને જોડવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

પીટી જાડેજાએ પાર્ટ-2ની ચીમકી આપી
જ્યારે બીજી તરફ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી. અમને એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો. જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ. સમાજ જે કહે તે અમે કરીશું. સમાજની એક જ માગ છે માફી નહિ. જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે. અમદાવાદ ગોતા ખાતે પહેલા મીટીંગ કરશે પછી પાર્ટ ટુ શરૂ થશે.