Chotila NEWS : ધોરણ11માં અભ્યાસ કરતી છાત્રાનોફોટો સોશિયલમીડિયામાં મૂકી બદનામ કર્યાની રાવ

તેરા હોના મેરે લિયે ખાસ હૈ, તું દૂર હી સહી મગર દિલકે પાસ હૈ..થાનના યુવક સામે IT એક્ટની કલમો સાથે છાત્રાના પિતાએ ફરિયાદ નોંધાવી ચોટીલા પોલીસ મથકે આઈટી એકટ મુજબ ફરિયાદ નોંધાવાઈ ચોટીલામાં રહેતા એક પરિવારની દિકરીની સાથે શાળામાં અભ્યાસ કરતા છાત્રે ઈન્સ્ટાગ્રામમાં દિકરીના ફોટા અને દિલની ઈમોજી સાથે સ્ટોરી અને સ્ટેટસ મુકયા હતા. આ બનાવની દિકરીના પિતાને જાણ થતા થાનના શખ્સ સામે ચોટીલા પોલીસ મથકે આઈટી એકટ મુજબ ફરિયાદ નોંધાવાઈ છે. હાલના સમયમાં ફેસબુક, વોટસએપ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવી એપ્લીકેશને માઝા મુકી છે. ખાસ કરીને યુવાનોમાં આ એપનું ઘેલુ લાગ્યુ છે. ત્યારે થાનના યુવાનને સાથે અભ્યાસ કરતી છાત્રાનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં મુકવો ભારે પડયો છે. બનાવની મળતી માહિતી મુજબ ચોટીલા શહેરમાં રહેતા એક પરિવારની દિકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની સાથે શાળામાં અભ્યાસ થાનનો નરેન્દ્ર ભુપતભાઈ ચાવડા કરતો હતો. ગત માર્ચ માસમાં નરેન્દ્રએ આ છાત્રાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં તેરા હોના મેરે લીયે ખાસ હૈ, તુ દુર હી સહી મગર દીલ કે પાસ હૈ, તેવુ લખાણ લખી દિલના ઈમોજી સાથે સ્ટોરી મુકી હતી. આ વાત છાત્રાના પિતાને ધ્યાને આવી હતી. પરંતુ બદનામીના ડરથી તેઓએ કોઈ પગલા લીધા ન હતા. જયારે તા. 17મી મેના રોજ ફરીવાર આ યુવાને છાત્રાના ફોટા સાથે હેપ્પી બર્થ ડે મારા જીવ, દિલ અને ઉદાસ ચહેરાનું ઈમોજી અને નીચે મીસ યુ લખીને સ્ટેટસ મુકયુ હતુ. આ વાત દિકરીના પિતાને ધ્યાને આવતા તેઓએ થાનના નરેન્દ્ર ભુપતભાઈ ચાવડા સામે ચોટીલા પોલીસ મથકે આઈટી એકટની કલમો સાથે છેડતીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ. સંગાડા ચલાવી રહ્યા છે.

Chotila NEWS : ધોરણ11માં અભ્યાસ કરતી છાત્રાનોફોટો સોશિયલમીડિયામાં મૂકી બદનામ કર્યાની રાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તેરા હોના મેરે લિયે ખાસ હૈ, તું દૂર હી સહી મગર દિલકે પાસ હૈ..
  • થાનના યુવક સામે IT એક્ટની કલમો સાથે છાત્રાના પિતાએ ફરિયાદ નોંધાવી
  • ચોટીલા પોલીસ મથકે આઈટી એકટ મુજબ ફરિયાદ નોંધાવાઈ

ચોટીલામાં રહેતા એક પરિવારની દિકરીની સાથે શાળામાં અભ્યાસ કરતા છાત્રે ઈન્સ્ટાગ્રામમાં દિકરીના ફોટા અને દિલની ઈમોજી સાથે સ્ટોરી અને સ્ટેટસ મુકયા હતા. આ બનાવની દિકરીના પિતાને જાણ થતા થાનના શખ્સ સામે ચોટીલા પોલીસ મથકે આઈટી એકટ મુજબ ફરિયાદ નોંધાવાઈ છે. હાલના સમયમાં ફેસબુક, વોટસએપ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવી એપ્લીકેશને માઝા મુકી છે. ખાસ કરીને યુવાનોમાં આ એપનું ઘેલુ લાગ્યુ છે. ત્યારે થાનના યુવાનને સાથે અભ્યાસ કરતી છાત્રાનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં મુકવો ભારે પડયો છે. બનાવની મળતી માહિતી મુજબ ચોટીલા શહેરમાં રહેતા એક પરિવારની દિકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની સાથે શાળામાં અભ્યાસ થાનનો નરેન્દ્ર ભુપતભાઈ ચાવડા કરતો હતો. ગત માર્ચ માસમાં નરેન્દ્રએ આ છાત્રાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં તેરા હોના મેરે લીયે ખાસ હૈ, તુ દુર હી સહી મગર દીલ કે પાસ હૈ, તેવુ લખાણ લખી દિલના ઈમોજી સાથે સ્ટોરી મુકી હતી. આ વાત છાત્રાના પિતાને ધ્યાને આવી હતી. પરંતુ બદનામીના ડરથી તેઓએ કોઈ પગલા લીધા ન હતા. જયારે તા. 17મી મેના રોજ ફરીવાર આ યુવાને છાત્રાના ફોટા સાથે હેપ્પી બર્થ ડે મારા જીવ, દિલ અને ઉદાસ ચહેરાનું ઈમોજી અને નીચે મીસ યુ લખીને સ્ટેટસ મુકયુ હતુ. આ વાત દિકરીના પિતાને ધ્યાને આવતા તેઓએ થાનના નરેન્દ્ર ભુપતભાઈ ચાવડા સામે ચોટીલા પોલીસ મથકે આઈટી એકટની કલમો સાથે છેડતીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ. સંગાડા ચલાવી રહ્યા છે.