Bhavnagar News : મધ્યસ્થ કાર્યાલય સામે રૂપાલાનું પૂતળા દહન કરાતા નોંધાઈ ફરિયાદ

15 થી 20 અજાણ્યા શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ મથકના ASIએ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે અજાણ્યા લોકોને શોધવા તજવીજ હાથધરી ભાવનગર શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નજીક રૂપાલાનું પૂતળું ક્ષત્રિય યુવકોએ સળગાવ્યું હતું,જે મામલે ભાવનગર પોલીસે આ મામલે 20 અજાણ્યા શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે,બીજી તરફ હજી એક પણ આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી જેના કારણે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે.ગઈકાલે કર્યુ હતુ પૂતળાદહનરાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. જ્યાં બીજી તરફ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે ભાવનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે વિરોધ કરી રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા.છેલ્લા થોડાં દિવસોથી ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે ક્ષત્રિય સમાજે વિરોધની રણનીતિ બદલીને ભાજપ કાર્યાલય સામે વિરોધ શરૂ કર્યો છે. જેના માટે ભાવનગરમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા અને તેમને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.સુરેન્દ્રનગરમાં પણ 30 માર્ચ 2024ના રોજ પૂતળાદહનની નોંધાઈ ફરિયાદ સુરેન્દ્રનગરના જુના હાઉસિંગ રોડ પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૃપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે મામલે બી-ડિવીઝન પોલીસ મથકે 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ શખ્સોને બી-ડિવીઝન પોલીસ મથકે બપોરે હાજર કરવામાં આવ્યા હતા.યુવરાજસિંહ જયુભા પરમાર, કૃષ્ણપાલસિંહ લગધીરસિંહ ઝાલા,ઓમદેવસિંહ ઝાલા, મહાવિરસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા,વિશ્વરાજસિંહ ઝાલા,હરદેવસિંહ પરમાર,મયુરસિંહ, હિતેન્દ્રસિંહ જાડેજા અને રાજભા ઝાલા સામે જાહેરનામાના ભંગ બદલ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. 2 એપ્રિલ 2024ના રોજ ભરૂચમાં પોલીસ સાથે ઘર્ષણ રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીને લઈ સમગ્ર વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભરુચના ક્ષત્રિય સમાજના લોકોએ પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરષોત્તમ રુપાલાનું પુતળુ બાળવા જતા રાજપુત સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

Bhavnagar News : મધ્યસ્થ કાર્યાલય સામે રૂપાલાનું પૂતળા દહન કરાતા નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 15 થી 20 અજાણ્યા શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • નિલમબાગ પોલીસ મથકના ASIએ નોંધાવી પોલીસ ફરિયાદ
  • પોલીસે અજાણ્યા લોકોને શોધવા તજવીજ હાથધરી

ભાવનગર શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નજીક રૂપાલાનું પૂતળું ક્ષત્રિય યુવકોએ સળગાવ્યું હતું,જે મામલે ભાવનગર પોલીસે આ મામલે 20 અજાણ્યા શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે,બીજી તરફ હજી એક પણ આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી જેના કારણે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે.

ગઈકાલે કર્યુ હતુ પૂતળાદહન

રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. જ્યાં બીજી તરફ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે ભાવનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય સામે ક્ષત્રિય સમાજે વિરોધ કરી રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા.છેલ્લા થોડાં દિવસોથી ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ હજી પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે ક્ષત્રિય સમાજે વિરોધની રણનીતિ બદલીને ભાજપ કાર્યાલય સામે વિરોધ શરૂ કર્યો છે. જેના માટે ભાવનગરમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા અને તેમને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.


સુરેન્દ્રનગરમાં પણ 30 માર્ચ 2024ના રોજ પૂતળાદહનની નોંધાઈ ફરિયાદ

સુરેન્દ્રનગરના જુના હાઉસિંગ રોડ પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૃપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે મામલે બી-ડિવીઝન પોલીસ મથકે 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ શખ્સોને બી-ડિવીઝન પોલીસ મથકે બપોરે હાજર કરવામાં આવ્યા હતા.યુવરાજસિંહ જયુભા પરમાર, કૃષ્ણપાલસિંહ લગધીરસિંહ ઝાલા,ઓમદેવસિંહ ઝાલા, મહાવિરસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા,વિશ્વરાજસિંહ ઝાલા,હરદેવસિંહ પરમાર,મયુરસિંહ, હિતેન્દ્રસિંહ જાડેજા અને રાજભા ઝાલા સામે જાહેરનામાના ભંગ બદલ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

2 એપ્રિલ 2024ના રોજ ભરૂચમાં પોલીસ સાથે ઘર્ષણ

રાજકોટની લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણીને લઈ સમગ્ર વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભરુચના ક્ષત્રિય સમાજના લોકોએ પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરષોત્તમ રુપાલાનું પુતળુ બાળવા જતા રાજપુત સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.