OMG..! ફળોના રાજાની વધી ડિમાન્ડ, કેરીના ભાવ પહોંચ્યા આસમાને

જૂનાગઢમાં કેરીના એક બોક્સના 2000 ભાવ બોલાયાઆજે 471 ક્વિન્ટલ કેરીની આવક એક મણનો ઊંચો ભાવ 4000 રૂપિયા બોલાયો ગુજરાતીમાં એક કહેવત છે કે, ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરીસિંહ બંને પ્રખ્યાત છે. હાલ કેરીની સીઝન જોરશોરથી ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે. ત્યારે આજે કેસર કેરીના ભાવમાં વધારો નોંધાયો છે.મળતી માહિતી મુજબ, જુનાગઢના ગીર પંથકની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. ઉનાળાની સિઝનની સાથો સાથ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની ફક્ત 471 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ગઈકાલે ફક્ત 154 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી પરંતુ એક બોક્સ નો ભાવ 1400 ની આજુબાજુ નોંધાયો હતો પરંતુ આજે એક બોક્સ નો ભાવ રૂપિયા 2,000 પહોંચ્યો છે.જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માર્કેટ 471 ક્વિન્ટલ કેરીની આવક નોંધાય હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ 4000 જ્યારે એક મણ કેરીનો નીચો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે પરંતુ આજે ફક્ત 471 ક્વિન્ટલ કેરી ની જ આવક નોંધાઈ છે. આવનારા સમયમાં જો કેરી ની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.

OMG..! ફળોના રાજાની વધી ડિમાન્ડ, કેરીના ભાવ પહોંચ્યા આસમાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં કેરીના એક બોક્સના 2000 ભાવ બોલાયા
  • આજે 471 ક્વિન્ટલ કેરીની આવક
  • એક મણનો ઊંચો ભાવ 4000 રૂપિયા બોલાયો

ગુજરાતીમાં એક કહેવત છે કે, ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરીસિંહ બંને પ્રખ્યાત છે. હાલ કેરીની સીઝન જોરશોરથી ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે. ત્યારે આજે કેસર કેરીના ભાવમાં વધારો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, જુનાગઢના ગીર પંથકની કેસર કેરીની આવકમાં વધારો નોંધાયો છે. ઉનાળાની સિઝનની સાથો સાથ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની ફક્ત 471 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ગઈકાલે ફક્ત 154 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી પરંતુ એક બોક્સ નો ભાવ 1400 ની આજુબાજુ નોંધાયો હતો પરંતુ આજે એક બોક્સ નો ભાવ રૂપિયા 2,000 પહોંચ્યો છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માર્કેટ 471 ક્વિન્ટલ કેરીની આવક નોંધાય હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ 4000 જ્યારે એક મણ કેરીનો નીચો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે પરંતુ આજે ફક્ત 471 ક્વિન્ટલ કેરી ની જ આવક નોંધાઈ છે. આવનારા સમયમાં જો કેરી ની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.