Banaskanthaના ધાનેરામાં ખેત તલાવડીમાં પગ લપસી જતા બન્ને સગા ભાઈના મોત

મોટાભાઈ હિતેન્દ્રસિંહ પોલીસ વિભાગમાં બજાવતા હતા ફરજ પાઇપ રીપેરીંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા ડૂબ્યા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ધાનેરાના ભાટિબ ગામે ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે,નાનો ભાઈ અવતારસિંહ ખેત તલાવડીમાં પાઇપ રીપેરીંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા ડૂબ્યો હતો,જો કે મોટો ભાઈ હિતેન્દ્રસિંહ નાના ભાઈને બચાવવા ઉતરતા મોટો ભાઈ પણ ખેત તલાવડીના પાણીમાં ગરકાવ થયો હતો. એક ભાઈ બીજા ભાઈને બચાવવા જતા બની ઘટના ખેતરમાં પાણીની પાઈપ લાઈન રીપેરીંગ કરવા માટે એક ભાઈ ઉતર્યો હતો,તો પગ લપસતા તે પાણીમાં ગરકાવ થયો સાથે સાથે તેને બચાવવા બીજો ભાઈ પણ પાણીમાં ઉતર્યો હતો,અને બન્ને જણા એક બીજાને બચાવી ના શકતા બન્નેના મોત થયા છે,મોટોભાઈ પોલીસમાં ફરજ બજાવે છે અને તે રજા લઈને ઘરે આવ્યા હતા અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છે,પોલીસે બન્નેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ ખાતે ખસેડયા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. ઓલપાડમાં પગ લપસી જતા એકનું મોત ઓલપાડ તાલુકાનાં સાંધિયેર ગામે મણીપુર ફળીયુ ખાતે રહેતા મુકેશભાઈ શીવાભાઈ રાઠોડએ સાંધિયેર ગામની સીમમાં આવેલ વાવ ફળિયાની સામે આવેલ નવા સમની પાછળ સેના ખાડી કીનારે ઢોર ને ખાવા માટે ઘાસ કાપવા માટે જતા તે સમયે આકસ્મિક રીતે પગ લપસી જતા ખાડીનાં ઉડા પાણીમાં ડુબી જવાથી મોત થયું છે. 4 દિવસ પહેલા પંચમહલમાં બની ઘટના ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ડૂબી જવાને કારણે ત્રણ બાળકીનાં કરૂણ મોત નિપજ્યાં હતા. આ ત્રણેય બાળકીઓ મંગળવારે બકરીઓને ચરાવવા માટે ગઇ હતી. આ ત્રણ પૈકી એકને તરસ લાગતા તે ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. પાણી પીવા જતા તેનો પગ લપસતાં તે ખાડામાં પડી ગઇ હતી. આ એક બાળકીને બચાવવા માટે જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી. જે બાગ આ ત્રણેય બાળકીઓના ડૂબી જવાને કારણે મોત નિપજ્યા છે.

Banaskanthaના ધાનેરામાં ખેત તલાવડીમાં પગ લપસી જતા બન્ને સગા ભાઈના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાભાઈ હિતેન્દ્રસિંહ પોલીસ વિભાગમાં બજાવતા હતા ફરજ
  • પાઇપ રીપેરીંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા ડૂબ્યા
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ધાનેરાના ભાટિબ ગામે ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે,નાનો ભાઈ અવતારસિંહ ખેત તલાવડીમાં પાઇપ રીપેરીંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા ડૂબ્યો હતો,જો કે મોટો ભાઈ હિતેન્દ્રસિંહ નાના ભાઈને બચાવવા ઉતરતા મોટો ભાઈ પણ ખેત તલાવડીના પાણીમાં ગરકાવ થયો હતો.

એક ભાઈ બીજા ભાઈને બચાવવા જતા બની ઘટના

ખેતરમાં પાણીની પાઈપ લાઈન રીપેરીંગ કરવા માટે એક ભાઈ ઉતર્યો હતો,તો પગ લપસતા તે પાણીમાં ગરકાવ થયો સાથે સાથે તેને બચાવવા બીજો ભાઈ પણ પાણીમાં ઉતર્યો હતો,અને બન્ને જણા એક બીજાને બચાવી ના શકતા બન્નેના મોત થયા છે,મોટોભાઈ પોલીસમાં ફરજ બજાવે છે અને તે રજા લઈને ઘરે આવ્યા હતા અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છે,પોલીસે બન્નેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ ખાતે ખસેડયા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

ઓલપાડમાં પગ લપસી જતા એકનું મોત

ઓલપાડ તાલુકાનાં સાંધિયેર ગામે મણીપુર ફળીયુ ખાતે રહેતા મુકેશભાઈ શીવાભાઈ રાઠોડએ સાંધિયેર ગામની સીમમાં આવેલ વાવ ફળિયાની સામે આવેલ નવા સમની પાછળ સેના ખાડી કીનારે ઢોર ને ખાવા માટે ઘાસ કાપવા માટે જતા તે સમયે આકસ્મિક રીતે પગ લપસી જતા ખાડીનાં ઉડા પાણીમાં ડુબી જવાથી મોત થયું છે.

4 દિવસ પહેલા પંચમહલમાં બની ઘટના

ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ડૂબી જવાને કારણે ત્રણ બાળકીનાં કરૂણ મોત નિપજ્યાં હતા. આ ત્રણેય બાળકીઓ મંગળવારે બકરીઓને ચરાવવા માટે ગઇ હતી. આ ત્રણ પૈકી એકને તરસ લાગતા તે ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. પાણી પીવા જતા તેનો પગ લપસતાં તે ખાડામાં પડી ગઇ હતી. આ એક બાળકીને બચાવવા માટે જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી. જે બાગ આ ત્રણેય બાળકીઓના ડૂબી જવાને કારણે મોત નિપજ્યા છે.