Jamnagarમાં તંત્રએ જર્જરિત 24 મકાનો તોડી પાડતા સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ

ડિમોલિશનનો સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ તંત્રનો આવાસ તોડી પાડવાનો આજેશ છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો મકાન ખાલી ના કરતા આજે તોડી પડાયા જામનગર શહેરમાં આવેલ જૂની સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના આવાસ જર્જરિત થતા વહીવટી તંત્ર દ્વારા આજે આ આવાસ યોજના હેઠળ આવતા 24 મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથધરી હતી.બીજી બાજુ આ જર્જરિત મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય જર્જરિત મકાન ધારકોને નોટિસ આપી અને મકાનનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવા સૂચના આપવામાં આવી છે. ન્યુ સાધના કોલોનીમાં તોડાયા મકાન જામનગરમાં ન્યુ સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના લગભગ મોટાભાગના ફ્લેટ ખૂબ જ જર્જરીત થઈ ગયા છે. અગાઉ એક એપાર્ટમેન્ટ ધસી પડવાની દુર્ઘટના પછી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ન્યુ સાધના કોલોનીના જર્જરીત ફ્લેટના રહેવાસીઓને મકાનો ખાલી કરવા નોટીસો આપી હતી,ત્યારપછી પણ રહેવાસીઓએ ફ્લેટ ખાલી કર્યા નથી. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા હાઉસીંગ બોર્ડના સ્ટાફે ન્યુ સાધના કોલોનીમાં જઈને હાલ જે બે બ્લોકના ફલેટ અત્યંત જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવું જોખમ હોય, તેવા 24 ફ્લેટમાં રહેતા લોકોને તાકીદે ખાલી કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી સૂચના આપવામાં આવી હતી અને આ મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાઓએ દેકારો બોલાવ્યો આ સમયે રહેવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓએ દેકારો બોલાવી તાબડતોળ કેવી રીતે ખાલી કરી શકીએ તેમ જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. રહેવાસીઓને અગાઉની નોટીસોમાં અન્યત્ર પોતાની રીતે સ્થળાંતરીત થઈ જવા જણાવ્યું હતું. હવે આ રહેવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી પણ કરી હતી, પરંતુ સત્તાવાળાઓએ જણાવ્યું કે હાલ અમારી પાસે અન્ય મકાન છે નહીં તેમ જવાબ આપ્યો હતો. આથી રહેવાસીઓ તાબડતોબ ફ્લેટ ખાલી કરી ક્યાં જવું તેવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બીજી તરફ આગામી દિવસોમાં અન્ય જર્જરિત આવાસ દૂર કરવામાં આવશે તેવું પણ તંત્ર દ્વારા આવાસ ધારકોને કહેવામાં આવ્યું છે. ચોમાસાને લઈ કાર્યવાહી આગામી ચોમાસામાં ભારે વરસાદ કે ભારે પવનના કારણે આ જર્જરીત મકાનોમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાય શકે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે રહેવાસીઓને વાસ્તવિક પરિસ્થિતિ સમજીને વહેલાસર ખાલી કરી આપવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે આમ તો ન્યુ સાધના કોલોનીની તમામ ઈમારતો ખખડી ગઈ છે, પણ હાલ તો જે બે એપાર્ટમેન્ટ અત્યંત જર્જરીત થયા છે તેને ખાલી કરવા અને તોડી પાડવા તંત્રએ કડક કવાયત હાથ ધરી છે. આ કાર્યવહી કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના એસ્ટેટ, ટી.પી.ઓ., ફાયર વિભાગ, તેમજ હાઉસિંગ બોર્ડ તેમજ પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યાં હતા.

Jamnagarમાં તંત્રએ જર્જરિત 24 મકાનો તોડી પાડતા સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડિમોલિશનનો સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ
  • તંત્રનો આવાસ તોડી પાડવાનો આજેશ
  • છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો મકાન ખાલી ના કરતા આજે તોડી પડાયા

જામનગર શહેરમાં આવેલ જૂની સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડના આવાસ જર્જરિત થતા વહીવટી તંત્ર દ્વારા આજે આ આવાસ યોજના હેઠળ આવતા 24 મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથધરી હતી.બીજી બાજુ આ જર્જરિત મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય જર્જરિત મકાન ધારકોને નોટિસ આપી અને મકાનનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવા સૂચના આપવામાં આવી છે.

ન્યુ સાધના કોલોનીમાં તોડાયા મકાન

જામનગરમાં ન્યુ સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના લગભગ મોટાભાગના ફ્લેટ ખૂબ જ જર્જરીત થઈ ગયા છે. અગાઉ એક એપાર્ટમેન્ટ ધસી પડવાની દુર્ઘટના પછી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ન્યુ સાધના કોલોનીના જર્જરીત ફ્લેટના રહેવાસીઓને મકાનો ખાલી કરવા નોટીસો આપી હતી,ત્યારપછી પણ રહેવાસીઓએ ફ્લેટ ખાલી કર્યા નથી. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા હાઉસીંગ બોર્ડના સ્ટાફે ન્યુ સાધના કોલોનીમાં જઈને હાલ જે બે બ્લોકના ફલેટ અત્યંત જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવું જોખમ હોય, તેવા 24 ફ્લેટમાં રહેતા લોકોને તાકીદે ખાલી કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી સૂચના આપવામાં આવી હતી અને આ મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મહિલાઓએ દેકારો બોલાવ્યો

આ સમયે રહેવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓએ દેકારો બોલાવી તાબડતોળ કેવી રીતે ખાલી કરી શકીએ તેમ જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. રહેવાસીઓને અગાઉની નોટીસોમાં અન્યત્ર પોતાની રીતે સ્થળાંતરીત થઈ જવા જણાવ્યું હતું. હવે આ રહેવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી પણ કરી હતી, પરંતુ સત્તાવાળાઓએ જણાવ્યું કે હાલ અમારી પાસે અન્ય મકાન છે નહીં તેમ જવાબ આપ્યો હતો. આથી રહેવાસીઓ તાબડતોબ ફ્લેટ ખાલી કરી ક્યાં જવું તેવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બીજી તરફ આગામી દિવસોમાં અન્ય જર્જરિત આવાસ દૂર કરવામાં આવશે તેવું પણ તંત્ર દ્વારા આવાસ ધારકોને કહેવામાં આવ્યું છે.


ચોમાસાને લઈ કાર્યવાહી

આગામી ચોમાસામાં ભારે વરસાદ કે ભારે પવનના કારણે આ જર્જરીત મકાનોમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાય શકે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે રહેવાસીઓને વાસ્તવિક પરિસ્થિતિ સમજીને વહેલાસર ખાલી કરી આપવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે આમ તો ન્યુ સાધના કોલોનીની તમામ ઈમારતો ખખડી ગઈ છે, પણ હાલ તો જે બે એપાર્ટમેન્ટ અત્યંત જર્જરીત થયા છે તેને ખાલી કરવા અને તોડી પાડવા તંત્રએ કડક કવાયત હાથ ધરી છે. આ કાર્યવહી કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના એસ્ટેટ, ટી.પી.ઓ., ફાયર વિભાગ, તેમજ હાઉસિંગ બોર્ડ તેમજ પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યાં હતા.