Aravalli News: મોડાસાની કથિત નકલી કચેરીમાંથી મળેલ સાહિત્ય તપાસ માટે મોકલાયા

મોડાસા નકલી કચેરીમાંથી મળી આવેલ સાહિત્ય તપાસ અર્થે લઈ જવાયુંડે.ડીડીઓની ટીમ દ્વારા કોમ્પ્યુટર સહિત સિક્કા તપાસ અર્થે લઈ જવાયા સ્થળ પરથી મળી આવેલ મેજરમેન્ટ બુક,બિલો અને લેટરપેડ પણ તપાસ અર્થે લઈ જવાયા ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે અને નકલી ટોલ નાકું, નકલી ડોક્યુમેન્ટ બાદ હવે નકલી સરકારી કચેરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે કે મોડાસા ખાતે આવેલ સિંચાઇ કચેરી નકલી છે. મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં નકલીનો સૌથી મોટો ખેલ સામે આવ્યો છે. મોડાસામાં સિંચાઇની નકલી કચેરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરી હોવાના આરોપ લગાવ્યા છે. તિરુપતિ રાજ બંગ્લોઝમાં ચાલતી કચેરી નકલી કચેરી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. નકલી કચેરી ખાનગી જગ્યાએ આવેલી છે જ્યાંથી ખોટા બિલો અને સિક્કા મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે જેમાં વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તો, મોડાસામાં નકલી સિંચાઈ કચેરી મામલો તપાસના ચક્રો તેજ થઈ ગયા છે. ડેપ્યુટી DDO દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દસ્તાવેજો ભરેલી વધુ એક તિજોરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તો ડેપ્યુટી DDO સાથે એક PI, એક PSI પણ તપાસમાં જોડાયા છે. તો, તપાસ દરમિયાન મોડાસા નકલી કચેરીમાંથી મળી આવેલ સાહિત્યને તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. ડેપ્યુટી DDOની ટીમ દ્વારા કોમ્પ્યુટર સહિત સિક્કા પણ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. સ્થળ પરથી મળી આવેલ મેજરમેન્ટ બુક, બિલો અને લેટરપેડ પણ તપાસ અર્થે લઈ મોકલવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર માટે કૌભાંડીઓએ આખી નકલી કચેરી ખોલી દીધી હોવાનો ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ધવલસિંહ ધવલસિંહ ઝાલાના આક્ષેપ બાદ નકલી કચેરીને લઈને તપાસ તેજ થઈ ગઈ છે. ભાડાના મકાનમાં ચાલતી કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તો કથિત નકલી કચેરી ખાતેથી દસ્તાવેજોથી ભરેલી વધુ એક તિજોરી મળી આવી છે. તો સાથે સાથે, સિક્કા અને મેઝરમેન્ટ બુક પણ મળી આવી છે. પોતાના આરોપોને લેન ધવલસિંહ ઝાલાએ કહ્યું છે કે મને શંકા છે કે આ સાચું છે કે ખોટું છે. મને બે વર્ષથી આ અંગેની શંકા હતી. નકલી કચેરી ખાતેથી ત્રણ ખાના ભરેલા સિક્કાઓ મળી આવ્યા છે. અનેક તિજોરીઓમાં કાગળો પણ છે. મે સ્થળ પર આવીને જોયું તો હું પણ ચોંકી ગયો હતો. નિખાલસતા અને નિષ્પક્ષતાથી તપાસ કરવાની જરૂર છે.

Aravalli News: મોડાસાની કથિત નકલી કચેરીમાંથી મળેલ સાહિત્ય તપાસ માટે મોકલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોડાસા નકલી કચેરીમાંથી મળી આવેલ સાહિત્ય તપાસ અર્થે લઈ જવાયું
  • ડે.ડીડીઓની ટીમ દ્વારા કોમ્પ્યુટર સહિત સિક્કા તપાસ અર્થે લઈ જવાયા
  • સ્થળ પરથી મળી આવેલ મેજરમેન્ટ બુક,બિલો અને લેટરપેડ પણ તપાસ અર્થે લઈ જવાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે અને નકલી ટોલ નાકું, નકલી ડોક્યુમેન્ટ બાદ હવે નકલી સરકારી કચેરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે કે મોડાસા ખાતે આવેલ સિંચાઇ કચેરી નકલી છે.

મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં નકલીનો સૌથી મોટો ખેલ સામે આવ્યો છે. મોડાસામાં સિંચાઇની નકલી કચેરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરી હોવાના આરોપ લગાવ્યા છે. તિરુપતિ રાજ બંગ્લોઝમાં ચાલતી કચેરી નકલી કચેરી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. નકલી કચેરી ખાનગી જગ્યાએ આવેલી છે જ્યાંથી ખોટા બિલો અને સિક્કા મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે જેમાં વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

તો, મોડાસામાં નકલી સિંચાઈ કચેરી મામલો તપાસના ચક્રો તેજ થઈ ગયા છે. ડેપ્યુટી DDO દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દસ્તાવેજો ભરેલી વધુ એક તિજોરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તો ડેપ્યુટી DDO સાથે એક PI, એક PSI પણ તપાસમાં જોડાયા છે.

તો, તપાસ દરમિયાન મોડાસા નકલી કચેરીમાંથી મળી આવેલ સાહિત્યને તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. ડેપ્યુટી DDOની ટીમ દ્વારા કોમ્પ્યુટર સહિત સિક્કા પણ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. સ્થળ પરથી મળી આવેલ મેજરમેન્ટ બુક, બિલો અને લેટરપેડ પણ તપાસ અર્થે લઈ મોકલવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર માટે કૌભાંડીઓએ આખી નકલી કચેરી ખોલી દીધી હોવાનો ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ધવલસિંહ ધવલસિંહ ઝાલાના આક્ષેપ બાદ નકલી કચેરીને લઈને તપાસ તેજ થઈ ગઈ છે. ભાડાના મકાનમાં ચાલતી કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તો કથિત નકલી કચેરી ખાતેથી દસ્તાવેજોથી ભરેલી વધુ એક તિજોરી મળી આવી છે. તો સાથે સાથે, સિક્કા અને મેઝરમેન્ટ બુક પણ મળી આવી છે.

પોતાના આરોપોને લેન ધવલસિંહ ઝાલાએ કહ્યું છે કે મને શંકા છે કે આ સાચું છે કે ખોટું છે. મને બે વર્ષથી આ અંગેની શંકા હતી. નકલી કચેરી ખાતેથી ત્રણ ખાના ભરેલા સિક્કાઓ મળી આવ્યા છે. અનેક તિજોરીઓમાં કાગળો પણ છે. મે સ્થળ પર આવીને જોયું તો હું પણ ચોંકી ગયો હતો. નિખાલસતા અને નિષ્પક્ષતાથી તપાસ કરવાની જરૂર છે.