વિવાદને કારણે રૂપાલાને રાજકોટથી બદલીને આ બેઠક પર મૂકાય તેવી શક્યતા, ભાજપનું ટેન્શન વધ્યું

Lok Sabha Elections 2024: વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બદલવામાં આવે તેવી વારંવાર ચર્ચાઓ ફરી ફરીને કેન્દ્રમાં આવી રહી છે. બીજી વાર પસંદગી પામેલા વડોદરા ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે ત્યારે બીજી તરફ હવે ભાજપના એક દિગ્ગજ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો અન્ય મત વિસ્તારની બેઠક પર વિરોધ થતાં તેમને ત્યાંથી ખસેડીને વડોદરાની ભાજપની સેફ બેઠક પર ગોઠવી દેવાય અને શહેરના માટે ફરી એકવાર સ્કાયલેબ મૂકી દેવાય તેવી ચર્ચા રાજકીય મોરચે ચાલી રહી છે.આ વખતે વડોદરાની જનતાનો મિજાજ અલગવડોદરા ભાજપના ઇતિહાસમાં કાર્યકર્તાઓ અને શહેરીજનોએ હંમેશા ભાજપ પક્ષે જે ઉમેદવાર, પછી તે લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, જેને ટિકિટ આપી તેને ખુશી ખુશી વધાવીને જીતાડ્યા છે. પરંતુ આ વખતે પાર્ટીનો માહોલ અને વડોદરાની જનતાનો મિજાજ કદાચ અલગ લાગી રહ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં નારી શક્તિની તાકાત બતાવતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનનો જાહેરમાં વિરોધ કર્યો હતો. આ પછી મુઠ્ઠીભર તત્વોએ પણ વિરોધ કર્યો હતો.રંજનબેન ભટ્ટે કંટાળીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરીઆખરે આક્ષેપ પ્રતિ આક્ષેપથી કંટાળીને રંજનબેન ભટ્ટે પોતે ઉમેદવારી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ પક્ષે રંજનબેનથી મજબૂત અને અનુભવી ઉમેદવારની પસંદગી કરવી જરૂરી બની હતી. પરંતુ તેના બદલે પાર્ટીએ જેણે કદી કોઈ ચૂંટણી લડી નથી અને ખાસ અનુભવ નથી તેવા ડૉ. હેમાંગ જોશીની પસંદગી પર કળશ ઢોળ્યો હતો. આ સાથે જ આ નામ ગણ્યા ગાંઠિયા લોકો, જેમણે હેમાંગને ઉમેદવાર જાહેર કરાવવામાં શતરંજ રમી હતી, તેના સિવાય સૌના માટે એક આશ્ચર્યજનક બાબત કહેવાઇ રહી છે. નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરુ થયોબીજી તરફ હવે ભાજપ માટે ડૉ. હેમાંગ જોશીના થઈ રહેલા આંતરિક વિરોધના પગલે અને બીજી તરફ ભાજપના અન્ય એક ઉમેદવાર જેનો તેમની બેઠક પર કરવામાં આવેલી પસંદગીમાં એક નિવેદનના કારણે વિરોધ શરૂ થયો છે તેમને ત્યાંથી હટાવીને ભાજપ માટે સેફ ગણાતી વડોદરા બેઠક પર ગોઠવી દેવામાં આવે તેવી ચર્ચાએ આજે સવારથી જોર પકડ્યું છે. હાલ પાર્ટી આ મામલે સ્પષ્ટ કશું કહી રહી નથી. પરંતુ એવો મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે કે, ડૉ.હેમાંગ જોશીને બદલવામાં આવશે નહીં. બેઠક બાદ પ્રચાર અંગેની રણનીતિ નક્કી થશેબીજી તરફ ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જે જ્યોતિ પ્રગટાવી હતી તે હજુ યથાવત છે કે કેમ? પાર્ટી કોઈ સ્કાયલેબને મૂકીને વડોદરાથી ચૂંટણી લડાવશે તેવી અલગ-અલગ ચર્ચાઓ હાલ રાજકીય બજારમાં જોર પકડી રહી છે. ભાજપના અગ્રણી ગોરધન ઝડફિયા રવિવારે ડેમેજ કંટ્રોલ કરવા વડોદરાની મુલાકાતે આવનાર છે તેઓએ તમામ વોર્ડના કોર્પોરેટરો અને વોર્ડના પ્રમુખ મહામંત્રી સાથે ઉમેદવાર માટે પરિચય બેઠક રાખવામાં આવી છે જે બાદ પ્રચાર અંગેની રણનીતિ નક્કી થશે.

વિવાદને કારણે રૂપાલાને રાજકોટથી બદલીને આ બેઠક પર મૂકાય તેવી શક્યતા, ભાજપનું ટેન્શન વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બદલવામાં આવે તેવી વારંવાર ચર્ચાઓ ફરી ફરીને કેન્દ્રમાં આવી રહી છે. બીજી વાર પસંદગી પામેલા વડોદરા ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે ત્યારે બીજી તરફ હવે ભાજપના એક દિગ્ગજ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો અન્ય મત વિસ્તારની બેઠક પર વિરોધ થતાં તેમને ત્યાંથી ખસેડીને વડોદરાની ભાજપની સેફ બેઠક પર ગોઠવી દેવાય અને શહેરના માટે ફરી એકવાર સ્કાયલેબ મૂકી દેવાય તેવી ચર્ચા રાજકીય મોરચે ચાલી રહી છે.

આ વખતે વડોદરાની જનતાનો મિજાજ અલગ

વડોદરા ભાજપના ઇતિહાસમાં કાર્યકર્તાઓ અને શહેરીજનોએ હંમેશા ભાજપ પક્ષે જે ઉમેદવાર, પછી તે લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, જેને ટિકિટ આપી તેને ખુશી ખુશી વધાવીને જીતાડ્યા છે. પરંતુ આ વખતે પાર્ટીનો માહોલ અને વડોદરાની જનતાનો મિજાજ કદાચ અલગ લાગી રહ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં નારી શક્તિની તાકાત બતાવતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનનો જાહેરમાં વિરોધ કર્યો હતો. આ પછી મુઠ્ઠીભર તત્વોએ પણ વિરોધ કર્યો હતો.

રંજનબેન ભટ્ટે કંટાળીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી

આખરે આક્ષેપ પ્રતિ આક્ષેપથી કંટાળીને રંજનબેન ભટ્ટે પોતે ઉમેદવારી નહીં કરે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ પક્ષે રંજનબેનથી મજબૂત અને અનુભવી ઉમેદવારની પસંદગી કરવી જરૂરી બની હતી. પરંતુ તેના બદલે પાર્ટીએ જેણે કદી કોઈ ચૂંટણી લડી નથી અને ખાસ અનુભવ નથી તેવા ડૉ. હેમાંગ જોશીની પસંદગી પર કળશ ઢોળ્યો હતો. આ સાથે જ આ નામ ગણ્યા ગાંઠિયા લોકો, જેમણે હેમાંગને ઉમેદવાર જાહેર કરાવવામાં શતરંજ રમી હતી, તેના સિવાય સૌના માટે એક આશ્ચર્યજનક બાબત કહેવાઇ રહી છે. 

નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરુ થયો

બીજી તરફ હવે ભાજપ માટે ડૉ. હેમાંગ જોશીના થઈ રહેલા આંતરિક વિરોધના પગલે અને બીજી તરફ ભાજપના અન્ય એક ઉમેદવાર જેનો તેમની બેઠક પર કરવામાં આવેલી પસંદગીમાં એક નિવેદનના કારણે વિરોધ શરૂ થયો છે તેમને ત્યાંથી હટાવીને ભાજપ માટે સેફ ગણાતી વડોદરા બેઠક પર ગોઠવી દેવામાં આવે તેવી ચર્ચાએ આજે સવારથી જોર પકડ્યું છે. હાલ પાર્ટી આ મામલે સ્પષ્ટ કશું કહી રહી નથી. પરંતુ એવો મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે કે, ડૉ.હેમાંગ જોશીને બદલવામાં આવશે નહીં. 

બેઠક બાદ પ્રચાર અંગેની રણનીતિ નક્કી થશે

બીજી તરફ ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જે જ્યોતિ પ્રગટાવી હતી તે હજુ યથાવત છે કે કેમ? પાર્ટી કોઈ સ્કાયલેબને મૂકીને વડોદરાથી ચૂંટણી લડાવશે તેવી અલગ-અલગ ચર્ચાઓ હાલ રાજકીય બજારમાં જોર પકડી રહી છે. ભાજપના અગ્રણી ગોરધન ઝડફિયા રવિવારે ડેમેજ કંટ્રોલ કરવા વડોદરાની મુલાકાતે આવનાર છે તેઓએ તમામ વોર્ડના કોર્પોરેટરો અને વોર્ડના પ્રમુખ મહામંત્રી સાથે ઉમેદવાર માટે પરિચય બેઠક રાખવામાં આવી છે જે બાદ પ્રચાર અંગેની રણનીતિ નક્કી થશે.