Gujarat Rain: 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદથી અંધારપટ, 91 વીજ થાંભલાઓ ધરાશાયી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની પાવર સપ્લાય પર અસરો જોવા મળીસૌથી વધુ પોરબંદર અને ભુજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં આ વરસાદની અસર પાવર સપ્લાય પર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 251 ફીડરો બંધ થવાની સમસ્યા સામે આવી છે. ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસતા 91 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 10 જેટલા ટીસી પણ ડેમેજ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઈલેક્ટ્રીકસીટીનો પ્રવાહ પણ ખોરવાઈ ગયો છે અને 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદને પગલે અંધારપટ છવાઈ ગયો છે. સૌથી વધુ પોરબંદર અને ભૂજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ છે. ત્યારે સમસ્યા સામે આવ્યા બાદ PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ થયું સંપર્ક વિહોણું ભારે વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણુ થયુ છે. તેમાં 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. વિદ્યાર્થીઓને SDRFએ રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. લાઠ ગામમાં 8 ઈંચ વરસાદથી સંપર્ક વિહોણું થયુ છે. ત્યારે તંત્ર દ્વારા SDRFની ટીમ લાઠ મોકલવામાં આવી છે. પાટણવાવ પોલીસ તેમજ મામલતદારની ટીમ SDRF સાથે આવી પહોંચી છે. જેમાં આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ SDRF દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. તેમજ SDRFની ટીમ તમામ બોટ જેકેટ દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વિવિધ પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે. જેમાં ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક થઈ છે. મોજ ડેમમાં 0.98 આવક થઈ છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ ,આજી-1 ડેમમાં 0.13 ફૂટ ,આજી-2 ડેમમાં 0.23 ફૂટ ,સુરવો ડેમમાં 0.33 ફૂટ આવક ,ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટની આવક થઈ છે અને છાપરાવાડી-2 ડેમમાં 3.28 ફૂટ આવક થઈ છે.આ ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થવા પામી છે.

Gujarat Rain: 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદથી અંધારપટ, 91 વીજ થાંભલાઓ ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની પાવર સપ્લાય પર અસરો જોવા મળી
  • સૌથી વધુ પોરબંદર અને ભુજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ
  • PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં આ વરસાદની અસર પાવર સપ્લાય પર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 251 ફીડરો બંધ થવાની સમસ્યા સામે આવી છે.

ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસતા 91 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 10 જેટલા ટીસી પણ ડેમેજ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઈલેક્ટ્રીકસીટીનો પ્રવાહ પણ ખોરવાઈ ગયો છે અને 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદને પગલે અંધારપટ છવાઈ ગયો છે. સૌથી વધુ પોરબંદર અને ભૂજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ છે. ત્યારે સમસ્યા સામે આવ્યા બાદ PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ થયું સંપર્ક વિહોણું

ભારે વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણુ થયુ છે. તેમાં 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે. વિદ્યાર્થીઓને SDRFએ રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. લાઠ ગામમાં 8 ઈંચ વરસાદથી સંપર્ક વિહોણું થયુ છે. ત્યારે તંત્ર દ્વારા SDRFની ટીમ લાઠ મોકલવામાં આવી છે. પાટણવાવ પોલીસ તેમજ મામલતદારની ટીમ SDRF સાથે આવી પહોંચી છે. જેમાં આઠ વિદ્યાર્થીઓની પરીક્ષા હોઈ SDRF દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે. તેમજ SDRFની ટીમ તમામ બોટ જેકેટ દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના ખેતરોમાં વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વિવિધ પાકો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.

છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક

રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે. જેમાં ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક થઈ છે. મોજ ડેમમાં 0.98 આવક થઈ છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ ,આજી-1 ડેમમાં 0.13 ફૂટ ,આજી-2 ડેમમાં 0.23 ફૂટ ,સુરવો ડેમમાં 0.33 ફૂટ આવક ,ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટની આવક થઈ છે અને છાપરાવાડી-2 ડેમમાં 3.28 ફૂટ આવક થઈ છે.આ ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થવા પામી છે.